શું તમે જાણો છો કે, એપલ સીડર વિનેગર લેવાથી પણ આરામથી વજન ઉતરે છે….

સફરજનના જ્યુસને લાંબો સમય ફરમેન્ટ કરીને બનાવવામાં આવતું ‘એપલ સીડર વિનેગર (ACV)’ આજકાલ બહારના દેશોમાં બહુ જ પ્રચલીત બન્યું છે. તેનાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે. ઉપરાંત તેનાથી વજન પણ ઉતરે છે.

પેશ્ચ્યુરાઇઝ્ડ અથવા ઓર્ગેનીક વિનેગરમાં નીચેના ભાગમાં ‘મધર’ હોય છે જેને હલાવીને વાપરવામાં આવે છે અને આવા એપલ સીડર વિનેગરના ઘણા ફાયદા છે. એસીડીક એસીડ અને બેક્ટેરીયાના કારણે તે સ્વાદમાં ખાટો લાગે છે. તેમાં આવેલા રો એન્ઝાઇમ્સ અને શરીર માટે ફાયદાકારક બેક્ટેરિયાને કારણે શરીરને ઘણા બધા હેલ્થ બેનીફીટ્સ મળે છે.

ફાયદાઃ- શરીરનું હેલ્ધી Ph level મેઇન્ટેઇન કરે છે. આપણામાંના લગભગ બધા વધુ પડતાં ‘એસીડીક’ પ્રકૃતિ ધરાવીએ છીએ. વધુ અલ્કલાઇન બોડી વધુ હેલ્ધી ગણાય છે. એક નાનો બદલાવ (ખેરાકમાં) લાવવાથી શરીરને ઘણાબધા ફાયદા થાય છે.

હેલ્ધી શરીર માટે સૌથી જરૂરી એ છે કે શરીરને અલ્કલાઈન કરવું. શરીરમા આવેલ ઉપયોગી એઝાઇમ્સ અને કેમીકલ રીએક્શન સૌથી સરસ અમુક પ્રકારના Phમાં કામ કરે છે.
1. આપણને એમ લાગે કે રો ઓર્ગેનિક એસીવી એસીડીક છે પરંતુ જ્યારે તેને વાપરવામાં આવે ત્યારે તે શરીરને અલ્કલાઈન બનાવે છે. શરીરમા અલ્કલાઈનનું પ્રમાણ જાળવવાથી શરીરમાં એનર્જી લેવલ મેઇન્ટેઇન રહે છે અને શરીર રોગોથી દૂર રહે છે.
2. એપલ સીડર વિનેગરથી શરીરમા શુગરનું પ્રમાણ રેગ્યુલેટ થાય છે. ટાઈપ 2 ડાયાબીટીસમાં એસીવી લેવાથી શુગરનું પ્રમાણ રેગ્યુલેટ થાય છે. રાત્રે સૂતા 2 ચમચા એસીવી પાણીમાં લેવાથી સવારના સમયે બ્લડ શુગરનું પ્રમાણ 4થી 6 % ઓછું થાય છે.

3. એપલ સીડર વિનેગર લેવાથી બ્લડ પ્રેશર મેઇન્ટેઇન રહે છે.
એસીવી લેવાથી બ્લડપ્રેશર મેઇન્ટેઇન થાય છે. એસીવીમાં પોટેશિયમ છે. જે શરીરના સોડિયમ લેવલને મેઇન્ટેઇ કરે છે. તેમાં મેગ્નેશીયમ પણ છે. જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

4. એસીવી લેવાથી હાર્ટ હેલ્ધી રહે છેએસીવી લેવાથી પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડન્ટ્સ કોલેસ્ટેરોલને અંકુશમાં રાખે છે અને હાર્ટને રોગોથી દૂર રાખે છે.

5. શરીરના પાચક રસોને સરખા રાખીને પાચન વધુ સારુ કરે છે.
અપચો, ગેસ, વાયુ, એસીડીટી વિગેરે પાચનને લગતા રોગો એસીવી લેવાથી ઓછા થાય છે. ખાસ કરીને એસીવી રેગ્યુલર લેવાથી એસીડીટી દૂર થાય છે.

6. વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. જ્યારે તમે વજન ઉતારવાનો પ્રયત્ન કરતાં હોવ ત્યારે જો એસીવી લો તો વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એસીવી પાચકરસોને મેઇન્ટેઇન કરે છે તે છે. તેના કારણે વ્યક્તિને ખોટી ભૂખ લાગતી નથી. વારંવાર ખાવાનું મન થતું નથી. વળી પેટ લાંબો સમય ભરેલુ રહે છે. તેના કારણે વજન ઝડપથી ઉતરે છે.

7. ઓસ્ટીઓપોરેસીસ થતો અટકાવે છે.
65 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં ઓસ્ટીઓપોરેસીસ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એનો અર્થ એ થયો કે શરીરમાંથી 50થી 75 % હાડકા નબળા પડી ગયા છે. એસીવીથી શરીર કેલ્શીયમ એબસોર્બ કરીને હાડકા મજબૂત બનાવે છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *