શક્કરિયાને ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમે કાલથી જ શક્કરીયાં ખાવાના શરૂ કરી દેશો …

બારેમાસ જોઈએ ત્યારે મળી શકે તેવા, કિંમતમાં વ્યાજબી, સ્વાદમાં લાજવાબ અને શરીર માટે પણ ઉત્તમ એવા શક્કરિયા હવે ફક્ત જાણે ઉંધીયાની સીઝનમાં અથવા તો મહાશિવરાત્રીના દિવસે જ ખવાતા હોય તેવુ લાગે છે. શક્કરિયામાં અનેક ગુણ છે.
તેમાં વિટામીન બી6 પુષ્કળ પ્રમાણમાં આવેલું છે.વિટામીન બી6 શરીરમાં ઉંમરને કારણે થતાં રોગોને ઓછા કરે છે. ખાસ કરીને હાર્ટના રોગોને દૂર રાખે છે.
તેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં આવેલું છે. વારંવાર થતી શરદી ખાંસીને દૂર રાખવાનું કામ વિટામીન ‘સી’ કરે છે. ઉપરાંત શરીરમાં હાડકાંના બંધારણમાં દાંતની મજબૂતી માટે વિટામીન સી ઉપયોગી છે. શરીરમાં બ્લડ સેલ બનાવવાનું અને પાચનને સારુ રાખવા માટે વિટામીન સી ઉપયોગી છે. તેનાથી શરીરમાં વાગેલા પર રુઝ જલદી આવે છે.
– ઉપરાંત વારંવાર લાગતો થાક ઓછો કરે છે

– ચામડીની સ્થીતી સ્થાપકતાને બરાબર રાખી ત્વચાને સુંદર બનાવી વ્યક્તિને જુવાન દેખાવ આપે છે. શરીરને ટોક્સીનથી દૂર રાખી કેન્સર સામે રક્ષણ આપે છે.

– શક્કરિયામાં વિટામીન ‘ડી’ પણ હોય છે.શરીરને સૂર્યપ્રકાશથી વિટામીન ‘ડી’ મળે છે જે શરીરને માંદગીથી દૂર રાખે છે. ઉપરાંત શરીરને એનર્જી આપવાનું, હાડકાં બનાવવાનું, હાર્ટ, નસો, ચામડી અને દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેનાથી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ કરે છે.

– શક્કરિયામાં આયર્ન સમાયેલું હોય છે.
આયર્ન શરીરમાં લાલ અને સફેદ કણ બનાવવાનું કામ કરે છે, ઉપરાંત રોગ સાથે લડવાની તાકાત આપી અને ઇમ્યુન સીસ્ટમને બરાબર કામ કરતી રાખે છે. શક્કરિયામાં આયર્નનો ભાગ પણ આવેલો છે. જે શરીરને એનર્જી પણ આપે છે.

– શક્કરિયામાં મેગ્નેશિયમ, પોટેશિયમ સમાયેલા છે.મેગ્નેશીયમ એ હેલ્ધી આર્ટરી, લોહી, હાડકાં, હાર્ટ, મસલ્સ અને નર્વ્ઝને કામ કરવામાં મદદરૂપ થાય છે.
પોટેશિયમ એ એક ખૂબ જ ઉપયોગી ઇલેક્ટ્રોલાઇટ છે જે હાર્ટબીટમાં ઉપયોગી છે. તે શરીરમાં સોજા ઓછા કરે છે અને કીડનીની એક્ટીવીટીને કન્ટ્રોલ કરે છે.

તેમાં બીટા-કેરોટીન આવેલું છે.તે બીટા-કેરોટીન ધરાવે છે જે શરીરમાં વિટામીન એ પુરુ પાડે છે. તેનાથી આંખો સારી થાય છે અને શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ઉપરાંત તેના કારણે ઉંમરને લગતાં રોગો દૂર થાય છે તે કેન્સર સામે રક્ષણ આપે છે.

શક્કરિયા ખરેખર બાફીને વાપરવા ઉત્તમ છે. તેને શેકીને ખાવાથી તેનો ગળ્યો સ્વાદ ઓર વધારે ગળ્યો બને છે. દિવસ દરમિયાન શેકેલું એક શક્કરિયુ ખાઈ શકાય છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *