બચેલી ખીચડી માં થી બનાવો ચીઝી પેટીસ – નાના મોટા દરેકને પસંદ આવશે આ નવીન પેટીસ…

આજે આપણે બનાવીશું બચેલી ખીચડી માંથી ચીઝી પેટીસ. જ્યારે પણ તમારા ઘરે ખીચડી વધી જાય ત્યારે આ રેસિપી ચોક્ક્સ થી ટ્રાય કરજો. તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • મગ ની દાળ ની ખીચડી
  • ડુંગળી
  • ચીલી ફ્લેક્સ
  • મીઠું
  • ઓરેગાનો
  • કોથમીર
  • લીલું મરચું
  • બ્રેડ નો ભુક્કો
  • ચીઝ
  • તેલ

રીત

1- સૌથી પહેલા એક કપ મગ ની દાળ ની ખીચડી લઈ લઈશું.હવે ખીચડી ને એક ચમચી થી મેસ કરી લઈશું. તમે મસાલા ખીચડી,વઘારેલી ખીચડી તમારી પાસે વધી હોય તો તે લઈ શકો છો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું.

2- હવે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. અને એક ચમચી ઓરેગાનો નાખીશું. તમે અહીંયા લીલું મરચું પણ લઈ શકો છો. ત્યારબાદ અડધી ચમચી મીઠું નાખીશું. હવે ત્રણ ચમચી બ્રેડ નો ભુક્કો નાખીશું.ત્યારબાદ બે ચમચી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. હવે હાથ થી બધી જ વસ્તુ ને મિક્સ કરી લઈશું. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હાથ ને તેલ થી ગ્રીસ કરી લઈશું. હવે હાથ માં થોડું થોડું મિક્સર લેતા જઈ તેને સેપ આપી દઈશું.


3- હવે તેમાં વચ્ચે થોડું ચીઝ મૂકી દઈશું. હવે તેને પેક કરી ને પેટીસ નો સેપ આપી દઈશું. હવે આ રીતે બધી જ પેટીસ બનાવી લઈશું. હવે એક પ્લેટ માં બ્રેડ નો ભુક્કો લઈશું. અને પેટીસ ને બ્રેડ ના ભુક્કા માં રગદોળી લેવાની છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે આ રીતે બધી જ પેટીસ ને બ્રેડ ના ભુક્કા માં રગદોળી લેવાની છે.

4- હવે આપણી પેટીસ બધી જ તૈયાર થઈ ગઈ છે.હવે નોનસ્ટિક ની પેન લઈ લઈશું.અને તેને ગરમ કરવા મુકીશું. પેનમાં તેલ લગાવી લઈશું. હવે બધી જ પેટીસ તેમાં મૂકી દઈશું. હવે ધીમા ગેસ પર ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી કુક કરી લઈશું. હવે બધી જ પેટીસ પર તેલ લગાવી લઈશું.
5- હવે સાઈડ બદલી કાઢીશું. હવે બીજી સાઈડ પર ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી રહેવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પેટીસ નો કલર બદલાઈ ગયો છે. હવે બધી જ પેટીસ ને એક પ્લેટ માં કાઢી લઈશું.

6- હવે તેને તમે ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચપ સાથે ખાય શકો છો. હવે એક પેટીસ ને ખોલી ને જોઈ લઈશું. જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ ચીઝી બની છે. તો હવે જ્યારે તમારા ઘરે ખીચડી વધી જાય ત્યારે પેટીસ ચોક્ક્સ થી ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને નાના મોટા બધા ને ભાવે છે.અને ખાવા માં ખુબ હેલ્ધી છે. તો તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *