બદામ પાક – બાળકો પલાળેલી બદામ દરરોજ નથી ખાતા? આ બદામ પાક બનાવો હોંશે હોંશે ખાશે…

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડ્રાયફ્રૂટ્સ ન્યુટ્રિશનલી ખુબ જ રીચ છે જે માનવ શરીરને જરૂરી બધા જ વિટામિન્સ સમાવે છે. તેમાંય બદામની ન્યુટિશન વેલ્યુ તો ખુબ જ હાઈ આંકવામાં આવે છે અને એમાંય વળી બદામને દૂધ અથવા પાણીમાં પલાળીને ખાવામાં આવે તો વધુ ફાયદાકારક છે. માટે આપણે ડ્રાયફ્રૂટ્સ રેગ્યુલર ખાવા જોઈએ, પણ આજ-કાલના બાળકોને માત્ર સ્પાઈસી અને ટેસ્ટી ફૂડ જ પસંદ છે. માટે જ આજે હું બદામની ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી “બદામ પાક ” બનાવવાની રેસિપી શેર કરું છું, ખુબ જ સરસ બને છે અને બધાને ખુબ ભાવશે.

સામગ્રી :

* 1 કપ બદામ

* 20 – 25 કળી કેસર

* 2 ટેબલ સ્પૂન દૂધ

* 1/2 કપ ખાંડ

* 4 ટેબલ સ્પૂન ઘી

* ચપટી એલચી પાવડર ( ઓપ્શનલ )

રીત :


1) સૌ પ્રથમ બદામને હુંફાળા પાણીમાં બે કલાક પલાળી દો. આ રીતે પાણીમાં પલાળવાથી બદામ સોફ્ટ બને છે તેમજ ઉપરની સ્કીન આસાનીથી કાઢી શકાય છે.


2) બે કલાક પછી બદામને સ્ટ્રેઇનરમાં લઇ નીતારી લો. આ પાણી પણ ખુબ જ હેલ્ધી હોય છે જેને પીય શકાય. બદામમાંથી પાણી નીતારી કોટનના સાફ કપડામાં લઇ છાલ ઉતારી લો અને બદામને કપડાથી કોરી કરી 10 થી 15 મિન્ટ્સ વાહરવા દો.


3) દૂધમાં કેસરની કળીઓ નાખી પંદરેક મિનિટ્સ દૂધમાં પલળવા દો.


4) બદામને મિક્સર જારમાં લઇ ફાઈન ક્રશ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લો.


5) એક પેનમાં ખાંડ લઇ, ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો અને મીડીયમ ફ્લેમ રાખી એક તારની ચાસણી બનાવો. સતત હલાવતા રહીને ચાસણી તૈયાર કરવી.


6) ચાસણી બની જાય પછી તેમાં બદામની પેસ્ટ ઉમેરો, સાથે કેસરવાળું દૂધ પણ ઉમેરો. તેમાં ઘી અને એલચી પાવડર નાખી હલાવીને મિક્સ કરો. કડાઈને ચોંટે નહિ ત્યાં સુધી હલાવો.


7) બસ તૈયાર છે ” બદામ પાક “, તેને ઘી થી ગગ્રિઝીંગ કરેલી પ્લેટમાં ઢાળી દો. ફ્લેટ તળિયાવાળા વાસણ અથવા હાથથી થપથપાવીને બરાબર સેટ કરી લો અને ઠંડુ પડવા દો. ઠંડુ થાય પછી કટ કરી નાનકડા ક્યુબ્સ બનાવી લો. મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નીશ કરી સર્વ કરો.


ઘરે કોઈ પ્રસંગ હોય, વાર-તહેવારમાં કે પછી ઉપવાસમાં ખાવા માટે બદામપાક એક સારો ઓપ્શન છે અને બનાવવો પણ સરળ છે તો ફટાફટ રેસીપી નોંધી લો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *