ડોમિનોઝ કરતા પણ સરસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત – Dominos Style French Fries Made By Kalpana Parmar

આજે આપણે ડોમિનોઝ કરતા પણ સરસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત જોઈશું.આ નાના બાળકો ને મળી જાય તો બીજું કંઈ જ ના માગે. ઘરે સારી અને સસ્તી પડે છે તો ચાલો બનાવી લઈએ ટેસ્ટી એવી ફ્રેન્ચ ફ્રાઈસ.

સામગ્રી

  • મોટા બટેકા
  • મીઠું
  • ટામેટો કેચપ
  • તેલ

રીત

1- જ્યારે તમે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો તેના માટે મોટા બટેકા જ પસંદ કરવાના. હવે બટેકા ની છાલ કાઢી લઈશું.જ્યારે તમે બટેકા પસંદ કરો ત્યારે બટાકા વાઇટ લેવાના.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા બટેકા ને છોલી લીધા છે.

2- હવે બટેકા નું જે રાઉન્ડ ભાગ છે તેને કટ કરી લઈશું એ જે વધ્યુ છે તેને શાક માં લઇ લઈશું અથવા તેની પાતળી પાતળી સ્લાઈસ કરી ને કટ કરી શકો છો.હવે તેના ટુકડા કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

3- હવે આ રીતે બધી જ તમે કટ કરી શકો છો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું હવે તેને સરસ પાણી થી ધોઈ લઈશું.તેને બે વાર પાણી થી ધોઈ લઈશું હવે જે કાણા વારો ચાયણો હોય તેમાં કાઢી લઈશું.જેથી બધું જ પાણી નીકળી જાય ત્યારબાદ તેને કોરી કરવાની છે ત્યારબાદ આગળ ની પ્રોસેસ કરીશું.

4- હવે કોરી કરવા માટે એક કોટન નું કપડું લઈ લીધું છે તેમાં બધી જ ફ્રેન્ચ ફ્રાઈસ ને લઈ લઈશું પાણીમાંથી કાઢી તેને કોરી કરી લેવાની તેમાં સહેજ પણ તેમાં પાણી ના રહે તેવી કોરી કરી લઈશું હવે એક કડાઈમાં પાણી ગરમ કરી લઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠા ને મિક્સ કરી લઈશું હવે આપણે જે ચિપ્સ કોરી કરી ને રાખી હતી તે એડ કરી લઈશું.

5- હવે તેને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું તેમાં ઢાંકણ ઢાકવાનું નથી તેને બાફવા ના નથી તેમાંથી થોડી કચાસ નીકળી જાય.તેને બે થી ત્રણ મિનિટ જ કુક કરીશું પછી તેને ફ્રાય કરવાની જ છે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

6- હવે ત્રણ મિનીટ થઈ ગઈ છે અને કલર બદલાઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો આ ચિપ્સ ને આટલી જ કુક કરવાની છે ફકત ત્રણ જ મિનિટ.હવે ફરી કાણા વારા વાડકા માં કાઢી લઈશું હવે ફરી થી કોટન કપડાં માં લઇ લઈશું અને તેને પાથરી લઈશું. એકદમ કોરી થઈ જાય પછી આગળ ની પ્રોસેસ કરીશું.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી જ ફ્રેન્ચ ફ્રાઈસ કોરી થઈ ગઈ છે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને સેજ પણ પાણી નો ભાગ નથી રહ્યો હવે બધી જ ફ્રેન્ચ ફ્રાઈસ ને એક પ્લાસ્ટિક ની કોથળી માં લઈશું તમે કોઈપણ જીપ બેગ માં અથવા પ્લાસ્ટિક ની જાડી બેગ હોય તેમાં આપણે લઈ લઈશું.

8- હવે તેને એક કલાક માટે ફ્રિઝર માં મૂકી દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક કલાક થઈ ગયો છે ફ્રીઝ માં રાખ્યા પછી એકદમ સરસ અને ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે કરવાથી જ્યારે તમે ફ્રેન્ચ ફ્રાઈસ ને ફ્રાય કરો ત્યારે તે વધારે ક્રિસ્પી થઈ જાય છે. હવે તેને ગરમ તેલ માં ફ્રાય કરી લઈશું.

9- હવે આપણે તેલ ને ગરમ કરી લઈશું તેલ ને ફૂલ ગેસ માં ફ્રાય નથી કરવાની આપણે સરસ કુક થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું પહેલા તેને કાઢી લઈશું અને ફરી બીજી વાર તેને ફ્રાય કરી લઈશું.બે વાર ફ્રાય કરવાથી એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ રેસ્ટોરન્ટ માં મળે તેવી જ થાય છે તો ચાલો હવે તેને ફ્રાય કરી લઈશું.

10- હવે તેને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેલ ઉડે નઈ.તેલ માં નાખ્યા બાદ તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે તેને ધીમા તાપે સરસ ફ્રાય કરી લીધી છે તેનો કલર પણ સરસ આવ્યો છે.

11- જ્યારે ચિપ્સ કાચી હોય ત્યારે વજન માં હેવી હોય છે પણ તેમ ફ્રાય થાય તેમ તે હલકી અને ઉપર આવવા લાગે છે હવે આ સ્ટેજ પર તેને કાઢી લઈશું હવે તેને ફરી થી કાણા વારા વાડકા માં કાઢી લઈશું.જેથી વધારા નું તેલ નીકળી જાય અને બીજી વાર તેને આ રીતે જ ફ્રાય કરી લઈશું.

12- હવે આ ચિપ્સ ને એક થાળી માં કાઢી લઈશું અને તેને ઠંડી થવા દઈશું. ત્યારબાદ ફરી થી ફ્રાય કરી લઈશું તમારે ત્યાં કોઈ નો બર્થડે હોય અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની હોય તો આટલી રીતે કરીને તેને કોઈ પણ જીપ લોક માં રાખી ને ફ્રીઝ માં રાખી શકો છો.આ સ્ટેજ પર તમે તેને ફ્રોઝન પણ કરી શકો છો અને બે થી ત્રણ મહિના સુધી સારી રહે છે.

13- જ્યારે તમારે ખાવી હોય ત્યારે કાઢી ને ફ્રાય કરી શકો છો.આપણે તેને થોડી ઠંડી થવા દઈશું અને ફરી થી તેને ફ્રાય કરીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચિપ્સ બરાબર ઠંડી થઇ ગઇ છે.આપણે તેલ ને ફરી થી ગરમ કરી લીધું છે આ વખતે તેલ ને ફૂલ ગેસ પર રાખવાનું છે હવે તેમાં આપણે ફ્રાય કરી લઈશું.

14- હવે આપણે ઉપર થી તેને કલર આપવાનો છે અને એકદમ ક્રિસ્પી કરવાની છે એટલે તેલ ને ગરમ રાખીશું એકદમ ફાસ્ટ ગેસ પર જ તેને ફ્રાય કરી લેવાની છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ સરસ તૈયાર થઈ ગઈ છે તેનો ખખડવાનો અવાજ પણ આવે છે અને એક છૂટી છૂટી પણ થઈ ગઈ છે હવે તેને ફરી થી કાણા વારા વાડકા માં કાઢી લઈશું.

15- હવે ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે હવે તેને કાઢી લઈશું અને બીજી પણ આ રીતે જ ફ્રાય કરી લઈશું.બની છે ને? એકદમ રેસ્ટોરન્ટ જેવી અને કલર જુઓ પરફેક્ટ છે એકદમ સરસ કલર આવ્યો છે.અને બાકી ની આ જ રીતે ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બની છે ને એકદમ ક્રિસ્પી અવાજ આવે છે ને ખખડવાનો હવે તેના પર થોડું મીઠું નાખીશું.તમે કાળા મરી નો પાવડર પણ નાખી શકો છો.સરસ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈસ બની ને તૈયાર થઈ ગઈ છે. હવે તેને સર્વે કરી લઈશું.આ નાના મોટા સૌ ની ફ્રેન્ચ ફ્રાઈસ પસંદ આવે છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેને તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *