બાલુશાહી – કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવો આ મીઠાઈ ઘરના પણ ખુશ અને મહેમાન પણ ખુશ…

આજે આપણે બનાવાના છે બાલુશાહી.. આ ડીશ તમે કોઈ પણ પ્રસંગે બનાવી શકો છો.આ બધાયને ભાવે એવી સ્વીટ ડીશ છે . મારા ઘરે તો બધાયને બઉ ભાવે છે.ઘણાયને એવુ લાગે છે કે બાલુશાહી બહાર જેવી ઘરે નથી બનતી તો અહીંયા આપેલા મેઝરમેન્ટ થી જો બનાવશો તો ચોક્કસ થી એકદમ બાર જેવી બાલુશાહી ઘરે બનાવી સકાય અને તેની મજા માણી શકશો.તો જાણી લઈએ સામગ્રી :-

  • ૨૫૦ ગ્રામ મેંદો
  • ૧૫૦ ગ્રામ ઘી
  • ૩૫૦ ગ્રામ ખાંડ
  • ૨ ટેબલસ્પૂન મોળું દહીં
  • ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર
  • ૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા
  • ૧/૨ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  • ૧/૪ ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૧ ટેબલસ્પૂન બદામ-પિસ્તાની કતરી
  • તળવા માટે ઘી જરૂર મુજબ

રીત :


મેંદામા ઘીનું મોણ અને ઈલાયચી – જાયફળનો ભૂકો નાંખી, બરાબર મસળીને મિક્સ કરવું. દહીંમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાંખી, બરાબર ફીણવું. પછી મેંદામા તે દહીં અને ઠંડુ પાણી નાંખી, કઠણ લોટ બાંધવો. લોટને ઢાંકીને એક કલાક મૂકી રાખવો.


હવે લોટમાંથી નાના નાના ગોળ લુવા બનાવી, હાથથી દાબી, વચ્ચે અંગુઠાથી ખાડો પાડવો. પછી ઘી ગરમ કરી, તેમાં બાલુશાહી નાંખી, ધીમા તાપે તળવા મુકવી.


બાલુશાહી થોડી ખીલે એટલે તેમાં ચપ્પુથી થોડા કાપા કરવા. બાલુશાહી બંને બાજુ બરાબર તળાઈ જાય પછી બહાર કાઢી, ઠંડી કરવી. હવે એક તપેલીમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, ગેસ પર ઊકળવા મુકવું.


પાણી બરાબર ઉકળે એટલે તેમાં લીંબુનો રસ નાંખી, ૨-૩ મિનિટ હલાવવું. પછી પાણી ઉપર જે કચરો તરી આવે તેને ચમચીથી કાઢી નાખવો. દોઢ – બે તારની ચાસણી થાય એટલે ગેસ પરથી ઉતારી, સહેજ ઠંડી કરવી.


બાલુશાહી ઠંડી થાય એટલે તેના પર ચમચાથી ચાસણીની ધાર કરવી, જેથી બાલુશાહીની અંદર સુધી બરાબર ચાસણી જાય. પછી તેના પર બદામ-પિસ્તાની કતરી મૂકી, બાલુશાહી પીરસવી.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *