બઁગાળની ફેમસ એલોઝેલો નીમકી બનાવવાની એકદમ યુનિક રેસિપી

આજે આપણે બનાવીશું બૅંગાળ ની ફેમસ એલોઝેલો નિમકી બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.આ ફરસી પુરી નું નવું રૂપ છે.અને ખાવા માં એકદમ ક્રિસ્પી લાગે છે.આ તહેવાર પર કે કોઈ ગેસ્ટ ‍આવ્યા હોય કે નાસ્તા માં પણ બનાવી શકો છો. બાળકો ને આનો સેપ ખૂબ જ ગમતો હોય છે.અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો ચાલો બનાવી લઈએ ઝડપ થી એલોઝેલો નીમકીન.

સામગ્રી

  • મેંદો
  • મરી પાવડર
  • જીરા નો પાવડર
  • કલોંઝી
  • મીઠું
  • ઘી

રીત


1- સૌથી પહેલા આપણે બે કપ મેંદો લઈશું.તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો પણ લઈ શકો છો.હવે મેંદા ને આપણે એક બાઉલ માં લઇ લઈશું. પરંતુ બૅંગાળ માં લોકો મેંદા ની જ બનાવતા હોય છે.હવે શેકેલા જીરાનો પાઉડર નાખીશું.

2- હવે મરી નો પાવડર નાખીશું.ત્યારબાદ હવે કલોઝી નાખીશું.જો તમારી પાસે હોય તો ચોક્કસ થી નાખજો.તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને ત્યારબાદ મોવાણ માટે ઘી લઈશું.

3- તમે તેલ પણ લઈ શકો છો.હવે આપણે ચાર ચમચી ઘી નાખીશું. ઘી વધારે નાખવાથી તે એકદમ ખસ્તા બનશે.હવે બધા જ મસાલા ને આપણે હાથ થી મિક્સ કરી લઈશું. મુઠ્ઠી પડતું મોવાણ બન્યું છે.આ જ રીત નું મોવાણ હોવું જોઈએ.હવે તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું.પાણી આપણે ના ઠંડુ કે ના ગરમ એવું લેવાનું છે.

4- આટલો લોટ બાંધવા માં અડધા ગ્લાસ જેટલું જ પાણી ગયું છે.હવે લોટ ને બે થી ત્રણ મિનિટ માટે મસળી લઈશું.અને એકદમ સોફ્ટ કરી લેવાનો છે.હવે તેને ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું.આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે.હવે ફરી લોટ ને મસળી લઈશું.હવે તેમાં થી નાની નાની સાઈઝ ના લુઆ પાડી લઈશું. આપણે ફરસી પૂરી બનાવી એ છે તે સાઈઝ ના લુઆ પાડી લઈશું.


5- હવે એક લુઓ લઈશું.અને તેને સરસ મસળી ને પાટલી પર તેને પાતળી ફરસી પુરી ની જેમ વણી લઈશું.હવે ચપ્પુ થી વચ્ચે થી કટ આપી દઈશું.પાચ થી છ કટ આપીશું.તેને અડધા અડધા અંતરે કટ કરીશું.હવે તેનો રોલ કરવાનો છે.અને રોલ કરતા જવાનું અને રોલ વાળતા જવાનું છે.બન્ને છેડા થી પ્રેસ કરીશું.વચ્ચે ટચ નથી કરવાનું.

6- હવે બીજી પણ રીત જોઈશું. પાટલી પર પાતળી વણી લઈશું.વચ્ચે થી કટ આપીશું.ત્યારબાદ તેને સાઈડ પર થી દબાવતા જઈશું.ફકત વચ્ચે થી જ તેના છેડા ખુલશે.આ જ રીતે બધી જ ચંપા કલી બનાવી લઈશું.હવે ધીમા ગેસ પર તેને ફ્રાય કરી લઈશું.

7- જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે જ્યારે ફ્રાય થશે ત્યારે અંદર ના બધા જ પડ ખુલી જશે.અને કારેલા જેવો તેનો સેપ થઈ જશે.અને જ્યારે તમે ખાસો ત્યારે બધું ટેસ્ટી લાગે છે.હવે સરસ કલર પણ આવી ગયો છે.હવે તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.

8- હવે બાકી ના બધા જ ફ્રાય કરી લઈશું.તો મિત્રો બન્યા છેને એકદમ સરસ બેંગાલ ના ફેમસ એલોઝલો નીમકી.આ નાસ્તો બાળકો ને પણ લાઈક અલગ લાગશે.અને મહેમાનો ને પણ અલગ લાગશે.અને તેના પડ બધા જ ખુલેલા દેખાય છે.એકદમ ક્રિસ્પી બન્યા છે.અને એકદમ સરસ દેખાય છે.તો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *