સ્પેશિયલ હોટ સિજલિંગ બ્રાઉની ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ…

આજે આપણે હોટ સિજલિંગ બ્રાઉની ઘરે બનાવવાની પરફેક્ટ ટિપ્સ જોઈશું. યુવાન નો ને પૂછવા માં આવે કે તમને ભાવતી ગરમા ગરમ વાનગી કઈ છે તો એક જ જવાબ આવે કે બ્રાઉની અને એ પણ સીજલિંગ બ્રાઉની.અત્યારે આ હોટ ડિમાન્ડ માં છે.અને એટલી બધી પસંદ આવે છે ને કે જ્યારે ફ્રેન્ડ ભેગા થાય ત્યારે શું હોય કે બ્રાઉની જ બનતી હોય છે.અને એમ થાય કે કેટલું લાંબુ કામ છે આજે આપણે એવી રીત જોઈશું કે ફકત પાંચ જ મિનિટ માં બ્રાઉની તૈયાર થઈ જતી હોય છે.તો ચાલો જોઈ લઈએ તેની ટિપ્સ.

1- આમાં કોઈ જ વાત નું ધ્યાન નથી રાખવાનું,હમેશા બેકિંગ કરવાનું આવે ત્યારે એમ થાય કે નાની નાની વાત નું બહુ ધ્યાન રાખવાનું છે એકદમ પરફેક્ટ કરવું પડશે તો જ આપણી વાનગી સરસ બનશે.

2- જ્યારે બેકિંગ કરીએ ત્યારે અગાઉ થી પ્લાનિંગ કરવું પડે છે તો આજે આ વીડિયો પૂરો થયા પછી તમે તરતજ બનાવી શકશો. સૌથી પહેલા આપણે તેનું માપ જોઈ લઈશું.તો સૌથી પહેલા સો ગ્રામ બટર લેવાનું છે.

3- તેની સાથે સો ગ્રામ ડાર્ક ચોકલેટ લેવાની છે બન્ને સરસ મિક્સ કરી લઈશું.એટલે તેને ગેસ પર તેને મિક્સ કરી શકો છો.અથવા તો માઇક્રોવેવ માં પણ કરી શકો છો.હવે તેના પછી એક એક વસ્તુ એડ કરતા જવાનું છે જેમ કે સવા કપ મેંદો એડ કરવાનો.

4- હવે તેની સાથે એક કપ દળેલી ખાંડ એડ કરીશું.તેની સાથે ચાર થી પાંચ ડ્રોપ વેનીલા એસેન્સ એડ કરવાનું છે.ત્યારબાદ બે ટી સ્પૂન બેકિંગ પાઉડર એડ કરીશું.અને ત્રણ કપ દૂધ એડ કરીશું.હવે આ બધી વસ્તુ ને સરસ રીતે મિક્સ કરી લઈશું.

5- તમે જોશો તો સરસ મજા નું બટર તૈયાર થઈ ગયું હશે.તેમાં તમે અખરોટ એડ કરી શકો ત્યારબાદ બદામ એડ કરી શકો છો તમને ગમે તે નટ્સ એડ કરી શકો છો.તેમાં અખરોટ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું.હવે એક કાચ નો બાઉલ લેવાનો છે જ્યારે તમે માઇક્રો વેવ માં માઇક્રો કરો ત્યારે હમેશા કાચ નો બાઉલ લેતા હોય છે.

6- પહેલા કાચ ના બાઉલ ને બટર થી ગ્રીસ કરી લઈશું.અને તેના પર થોડો મેંદો લઈ ને ભભરાવી લઈશું. ત્યારબાદ તેના પર ખીરું પાથરી લેવાનું છે.હવે આને માઇક્રો વેવ માં પાંચ મિનિટ માટે હાઈ પાવર પર મૂકી દેવાનું છે.તેને ફકત ને ફકત પાંચ મિનિટ માટે બેક કરી લેવાની છે.

7- પછી તમારી ગરમા ગરમ બ્રાઉની તૈયાર થઈ જશે.અને ઉપર પીસ પાડી અને ચોકલેટ મૂકી દો એટલે મસ્ત મજાની સિજલિંગ બ્રાઉની તૈયાર થઈ જશે.અને જો સિઝલર પ્લેટ હોય તો તેની પર વેનીલા આઈસ્ક્રીમ નો એક સ્કુપ મૂકી દો શું જલસો પડી જશે.તો ચોક્કસથી બ્રાઉની બનાવજો આ ટિપ્સ ને ફોલો કરજો.આ ઘર ના બધા ને પસંદ આવશે.તો ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *