સ્ટફ લીચી પનીર સબ્જી – રેસ્ટોરેન્ટના ટેસ્ટને પણ ભૂલાવી દે એવું સ્ટફ લિચી પનીર સબ્જી

આજે આપણે રેસ્ટોરન્ટ ના ટેસ્ટ ને પણ ભુલાવી દે એવું સ્ટફ લીચી પનીર સબ્જી બનાવીશું.આ તમને કોઈ રેસ્ટોરન્ટ માં નઈ મળે,જો તમે ખાસો તો મજા આવી જશે,આ એકદમ સોફ્ટ બને છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • લીચી
  • લીલાં મરચાં
  • લીલા ધાણા
  • આદુ અને લસણ
  • તજ, લવિંગ,તમાલપત્ર
  • ટામેટા
  • આખા મરી
  • ટામેટા ની પ્યુરી
  • લીંબુ નો રસ
  • ડુંગળી
  • સૂકી દ્રાક્ષ
  • જીરું
  • ગરમ મસાલો
  • કાજુ
  • મિલ્ક પાવડર
  • બટર
  • આમચૂર પાઉડર
  • કસ્તુરી મેથી
  • ફ્રેશ લીચી જ્યુસ
  • પનીર
  • રેગ્યુલર મસાલા

રીત

1- હવે લીચી ની છાલ કાઢી લઈશું,હવે તેમાંથી ઠળિયો કાઢી લઈશું,આ રીતે બધા લીચી માંથી છાલ કાઢી ઠળિયો કાઢી લઈશું,આમાં આપણે પનીર નું સ્ટફિંગ ભરી લઈશું,હવે બધી લીચી રેડી છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે પનીર નું સ્ટફિંગ તૈયાર કરી લઈશું.

2- હવે આપણે ૨૫૦ ગ્રામ પનીર લઈશું તેમાં એક ચમચી સૂકી દ્રાક્ષ નાખીશું,હવે તેમાં એક મોટી ચમચી લીલા મરચા એડ કરીશું.ત્યારબાદ એક કપ લીલા ધાણા નાખીશું,ત્યારબાદ એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર નાખીશું,હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે બરાબર મિક્સ કરી લઈશું.

3- હવે આ પનીર નું સ્ટફિંગ તૈયાર છે, હવે લીચી માં સ્ટફ ભરી લઈશું.હવે આ પ્રમાણે બધી લીચી ભરી લઈશું,હવે બધી લીચી ભરી લીધી છે અને થોડું મિક્સર વધ્યુ છે તો તેને છેલ્લે એડ કરીશું.હવે પેન માં એક ચમચી બટર મુકીશું.હવે ગરમ થાય એટલે અડધી ચમચી જીરૂ એડ કરીશું.હવે તેમાં તજ, લવિંગ અને મરી એડ કરીશું.હવે તેમાં આદુ મરચાની અને લસણ એડ કરીશું ત્યારબાદ એક ડુંગળી એડ કરીશું.

4- હવે ડુંગળી ને ગુલાબી કલર થાય ત્યાંસુધી તેને સાંતળી લઈશું,હવે તેમાં અડધો કપ કાજુ એડ કરીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ડુંગળી ગુલાબી થઈ ગઈ છે અને કાજુ પણ રોસ્ટ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું,હવે આને થોડું ઠંડું થવા દઈશું. હવે તેની પેસ્ટ બનાવી દઈશું.

5- હવે પેસ્ટ રેડી છે અને ટામેટા ની પ્યુરી પણ રેડી છે હવે ફરી એજ પેન માં બટર મુકીશું.બટર ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર નાખીશું,હવે જે ડુંગળી વાળી તમે જે પેસ્ટ રેડી કરી હતી તે એડ કરીશું હવે તેને મિક્સ ને સાંતળી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે તેલ છુટુ પડે છે.

6- હવે આ ગ્રેવી સંતળાય ગઈ છે તો તેમાં ટામેટા ની પ્યુરી એડ કરીશું,હવે આને પણ સરસ કુક કરી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે આ સરસ કુક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બાજુ માં બટર છૂટું પડવા લાગ્યું છે. હવે અડધી ચમચી હળદર નાખીશું.

7- હવે તેમાં બે ચમચી ધણાજીરૂ પાવડર એડ કરીશું, ત્યારબાદ બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.હવે બધું એકવાર સરસ મિક્સ કરી લઈશું અને ફરી થી કુક કરી લઈશું, હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બટર સાઈડ માં દેખાય છે પેન માં બટર છૂટું પડી ગયું છે.

8- હવે ગ્રેવી તૈયાર છે.હવે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું,હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.ત્યારબાદ તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું.હવે બે ટેબલ સ્પૂન ફ્રેશ લીચી જ્યુસ એડ કરીશું,હવે જે મિક્સર બાકી હતું તે એડ કરીશું.હવે બરાબર મિક્સ કરી લઈશું.તમને એવું લાગે કે ગ્રેવી બહુ જાડી છે તો પાણી એડ કરી શકો છો.

9- હવે અડધી ચમચી આમચૂર પાઉડર નાખીશું.હવે ઢાંકી ને બોઈલ આવે ત્યાં સુધી કુક કરી લઈશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં ધીમે થી લીચી મુકીશું.બહુ ધ્યાન થી હલાવવાનું છે કે લીચી તૂટી ના જાય,હવે ધીરે થી બધું મિક્સ કરી લઈશું.હવે ઢાંકણ ઢાંકી ને કુક થવા દઈશું.

10- લીચી નાખ્યા પછી વધારે કુક નથી થવા દેવાનું,હવે બે મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી ને એકવાર ધીરે થી હલાવી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે હવે કસ્તુરી મેથી હાથ માં મસળી ને એડ કરીશું, ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ટેસ્ટી એવું સ્ટફ લીચી પનીર રેડી છે હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું.તો તૈયાર છે ગરમા ગરમ લીચી પનીર તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *