નાના બાળકોની મનપસંદ નાસ્તામાં ખવાઈ એવી બ્રેડ ઉપમા બનાવવાની યુનિક રેસિપી

કેમ છો? હંમેશા જયારે ભૂખ લાગે એટલે એમ થાય કે કાંઈક એવું બને જે ટેસ્ટી તો હોય જ સાથે સાથે હેલ્થી પણ હોય અને ખાસ વાત કે ફટાફટ બની જાય. હવે આજે હું ખાસ રેસિપી લાવી છું બ્રેડ ઉપમા હા આજકાલ લગભગ દરેક ઘરમાં બ્રેડ તો હવે હોય જ કેમ કે આજના બાળકોને બ્રેડ બટર તો જોઈએ જોઈએ અને જોઈએ જ. તો ચાલો આજે આપણે નાના બાળકોની મનપસંદ નાસ્તામાં ખવાય એવી બ્રેડ ઉપમા ફટાફટ બનાવવાની રેસીપી જોઈશું.

સામગ્રી

  • બ્રેડ
  • રાય
  • જીરું
  • અડદની દાળ
  • ચણાની દાળ
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • લીલા ધાણા
  • ખાંડ
  • ડુંગળી
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા બ્રેડ લઈશું. અને તેની સાથે ચોખ્ખું પાણી લેવાનું છે. બ્રેડને પાણીમાં સોફ્ટ કરીશું. અને તેને હલકા હાથે દબાવી શું. અને તેને બીજા બાઉલમાં કાઢી લઈશું. કાઢીને તેના મોટા મોટા ટુકડા કરી લઈશું. આ પ્રમાણે બધી બ્રેડ તૈયાર કરી લઈશું.

2- હવે એક પેનમાં લઈશું.તેમાં એક ચમચી જેટલું તેલ લઇ લઈશું. હવે તેલ ગરમ થઇ ગયું છે.તો તેમાં એક ચમચી રાય નાખીશું. હવે તેમાં જીરું નાખી શું. ત્યારબાદ એક ચમચી અડદની દાળ નાખીશું. અડદની દાળ બ્રાઉન થાય એટલે તેમાં ચણાની દાળ છે તેને 15 મિનિટ પલાળી હતી.તેને એડ કરીશું.

3- હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે બે લીલા મરચા લઈશું. ઝીણા સમારી ને એડ કરીશું. ત્યારબાદ 1 ડુંગળી જીણી સમારેલી એડ કરીશું. તે પણ તેમાં એડ કરીશું. ડુંગળીને થોડી વાર સાતળ શુ ગુલાબી થાય ત્યાં સુધી.અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી શું.હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું.

4- હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે જે બ્રેડના ટુકડા કર્યા હતા. તે એડ કરીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી ખાંડ નાખીશું.હવે તેને બે મિનિટ માટે કુક કરી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે.

5- હવે આપણો બ્રેડ ઉપમા તૈયાર થઈ ગયો છે.હવે તેને સર્વે કરીશું.હવે તેને ધાણા થી ગાર્નિશ કરીશું.તો તૈયાર છે ચટપટ બની જતો નાસ્તો.આને જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *