સ્પેશિયલ બ્રોકોલી બદામનું સૂપ – અવારનવાર હોટલમાં સૂપ મંગાવતા હોઈએ છીએ તો હવે ઘરે જ બનાવો આ હેલ્થી સૂપ…

આજે આપણે બનાવીશું બ્રોકોલી બદામ નું સૂપ. આ વિન્ટરમાં પીવાની મજા આવે છે. બ્રોકોલી પ્રોટીનથી ભરપૂર હોય છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • બદામ (પલાળેલી)
  • બ્રોકોલી
  • મીઠું
  • ક્રીમ
  • મરી પાવડર

રીત-

1- સૌથી પહેલા આપણે એક તપેલી માં પાણી મૂકીશું. જ્યારે પાણીમાં બબલ્સ આવે ત્યારે તેમાં બ્રોકોલી એડ કરીશું.

2- હવે પાણીમાં બબલ્સ આવી ગયા છે. હવે તેમાં બ્રોકોલી એડ કરી દઈશું. બ્રોકોલી બફાઈ ત્યાં સુધી આપણે બદામની પેસ્ટ બનાવી લઈશું.

3- હવે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે અડધી વાડકી પલાળેલી બદામ તેમાં એડ કરીશું. અને થોડું પાણી નાખીને પીસી લઈશું.

4- હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બ્રોકોલી ને પાંચ મિનિટ સુધી હજુ બફાવા દેવાની છે.

5- હવે બ્રોકોલી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આ જ પાણીમાં બ્લેન્ડર ફેરવી દઈશુ. એટલે તેની પેસ્ટ બની જાય.

6- આ બ્રોકોલી ની પેસ્ટ ને ગાળી પણ શકાય.પણ આપણે ગાળતા નથી. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. લગભગ એક ગ્લાસ પાણી એડ કરીશું. કારણ કે બ્રોકોલી બહુ જાડી હોય.

7- હવે આપણે બોઈલ કરવા માટે મુકીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બોઈલ થાય છે. પણ હજુ પાંચ મિનિટ થવા દઈશું. હવે તેમાં મીઠું એડ કરીશું.

8- હવે તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું. હવે આપણે ગેસ બંધ કરી લઈશું.

9- હવે તેને સર્વે કરીશું. તેને એક બાઉલમાં કાઢી લઈશું. આ બહુ ન્યુટ્રીએસ છે અને હેલ્ધી પણ છે.

10- હવે તેમાં એક મોટી ચમચી ક્રીમ નાખીશું. અને ગાર્નિશ કરીશું. જે આપણે બદામ કટ કરી ને રાખી હતી તેના થી ગાર્નીશ કરીશું. બ્રોકોલી બદામ સૂપ તૈયાર થઈ ગયો છે. તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *