બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર વચ્ચેના તફાવત વિષે ખુબ ઉપયોગી અને સચોટ માહિતી

હવે તમે ઘરે ફરસાણ, ઢોકળા, ખમણ ઘણું બધું તમે હવે ઘરે જ બનાવી રહ્યા છો. ક્યાંકને ક્યાંક ઘણી બધી મૂંઝવણ થતી હોય છે. ખાસ કરીને બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ખાવાનો સોડા, રેગ્યુલર સોડા, સાજીના ફૂલ આ બધા માં શું તફાવત છે. અને શું સામ્યતા છે તેના વિશે આપણે જોઈશું.

1-સૌથી પહેલા સાજીના ફૂલ, ખાવાનો સોડા, બેકિંગ સોડા આ બધા એક જ નામ છે. જે આપણે રેગ્યુલર સોડા ઘરે વાપરે છે તે જે તમે શાકમાં ઉમેરો છો અથવા કોઈ ફરસાણમાં નાખો છો આ તેજ સોડા છે.

2-હવે બેકિંગ પાવડર આપણે બેકિંગ કરવા માટે વાપરતા હોય છે. તેની વચ્ચે નો તફાવત શું છે તે જોઈશું બેકિંગ સોડા છે તે સોડાબાય કાર્બ છે. અને બેકિંગ પાવડર સાઈટ્રિક એસિડ એડ કરેલું હોય છે. ખટાશ અને સોડા એ બે મિશ્રણમાં મિક્સ થાય ને એટલે તે બેકિંગ પાઉડર બનતો હોય છે. બંનેનું કામ ફુલાવાનું હોય છે. સોડા પણ વાનગીને ફૂલાવે છે અને પાવડર પણ વાનગી ને ફુલાવે છે. સોડા છે તેની પ્રોસેસ બહુ જલદી થાય છે. એટલે કે તમે કોઈ પણ વાનગી માં સોડા ઉમેરો તો તરત જ ફૂલે છે.જેના કારણે વાનગી સરસ ફૂલે અને સોફ્ટ બને.અને બેકિંગ પાઉડર નું કામ પણ ફુલાવાનું છે. પણ તેની પ્રોસેસ ધીમી છે. તે વસ્તુને ફુલાવે છે. અને તેને સ્ટેડી રાખે છે. જ્યારે બેકિંગ સોડા ઉમેરી એ ત્યારે વાનગી તરત જ ફુલી જાય છે.

3- જ્યારે તમે શાક ચડવા મૂકો છો જ્યારે પણ તમે સોડા ઉમેરો છો,કઠોળ ચડવતી વખતે પણ સોડા ઉમેરો છો.આપણે શાક ને ગ્રીન રાખવા માટે આપણે સોડા ઉમેરીએ છે. જો વધારે પ્રમાણમાં સોડા ઉમેરશો તો શાક કાળુ પડી જશે.અને તેનો ટેસ્ટ બગડી જશે. કોઈ પણ વસ્તુમાં સોડા ઉમેરતી વખતે તેનું પ્રમાણ નું ખાસ ધ્યાન રાખવાનું. તમે કોઈપણ વસ્તુ ફુલાવવા માટે ઉમેરતાં હોય તો સોડા ધારો કે આપણે કેક બનાવતા હોય ત્યારે આપણે પેલા બેકિંગ સોડા ઉમેરી એ છે.જેથી તે તરત જ ફૂલી જાય છે.અને બેકિંગ પાઉડર એ તેની પ્રોસેસ ધીમી છે એટલે તે પછીથી ઉમેરીએ છે.હવે તમને ખ્યાલ આવી ગયો ને કે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનો તફાવત શું છે. હવે આપણે ફ્રૂટ સોલ્ટ જોઈશું.

4- આપણે ફ્રૂટ સોલ્ટ ઘણી બધી વાનગી માં ઉમેરતા હોય છે.ફ્રૂટ સોલ્ટ અને સોડા એ બંને સેમ છે ના એ બંને વચ્ચે પણ તફાવત છે.ફ્રૂટ સોલ્ટમાં પણ સીટ્રીક એસિડ નું પ્રમાણ હોય છે. તમે થોડું મોઢામાં મુકશો ને તો પણ તમને ખ્યાલ આવશે.કે આમાં ખટાસ નું પ્રમાણ છે.ફ્રુટ સોલ્ટ જ્યારે એડ કરીએ ત્યારે ફૂલે તો છે પણ તે તરત બેસી નથી જતા.ફ્રુટ સોલ્ટ એટલે ઈનો એ બ્રાન્ડ નું નામ છે. આ જ તફાવત છે બંને માં.

5- હવે આપણી પાસે બેકિંગ પાવડર છે તે બેકિંગ પાઉડર એક્ટિવેટ છે કે સારો છે તે કેવી રીતે ખબર પડે તે જોઈશું. તો તમે એક નાના ગ્લાસમાં પાણી લો અને એક અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરી દો અને જો બબલ્સ થાય ને તો આ તમારો બેકિંગ પાવડર સરસ એક્ટિવેટ છે. બેકિંગ પાઉડર અને સોડા હાથમાં લઇએ તો કેવી રીતે ખબર પડે તે જોઈએ. બેકિંગ પાવડર એ એકદમ લિસ્સુ હોય છે.અને સોડા છે તે થોડું કરકરું હોય છે.એટલે તમે હાથ માં લેશો તો તરત જ ખબર પડી જશે.હવે ફ્રૂટ સોલ્ટ ક્યાં કેવી રીતે વાનગી બનાવી તે જોઈશું.

6-આપણે ખમણની રેસીપી જોઈશું. તેમાં 2 કપ ચણાનો લોટ એક બાઉલમાં લેવાનો છે. અને તેની સાથે બે ચમચી ખાંડ, ૨ નંગ લીંબુ નો રસ, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ અને અડધો કપ પાણી માપ લઇ ને જ ઉમેરવાનું છે. અને સરસ ખીરું તૈયાર કરી લેવાનું છે. ખીરું એકદમ પાતળો પણ ન હોવું જોઈએ. અને એકદમ ઘટ્ટ પણ ના હોવું જોઈએ. જો ખીરું ઘટ્ટ હશે તો તમારા ખમણ ફુલ સે નહીં. હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. પછી તમારે ઢોકળીયુ ગેસ પર મૂકી દેવાનું છે. અને થાળીને ગ્રીસ કરીને તેમાં ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે તેની અંદર ઈનો ઉમેરવાનો છે. ૧ નાની ચમચી એડ કરીશું. અને એકદમ સરસ મિક્સ કરી તેને બાફવા મૂકી દેવાનું છે. આપણે લગભગ 20થી 25 મિનિટ ખમણ ને બાફી લેવાના છે. ઢોકળા બફાઈ જાય ઠંડા થયા પછી પીસ કરવાના છે. જો ડાયરેક્ટ પીસ કરશો તો ખમણ તૂટી જશે.

7- હવે વઘાર નો વારો. હવે ખમણ સરસ ફુલી ગયા છે. તેમાં બે ચમચી તેલ લઈશું. તેમાં રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો, તલ અને તેની સાથે હિંગ અને હળદર આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની અને તેમાં પાણી ઉમેરીશું. પાણી અડધો કપ જેટલું,અને તેમાં એક ચમચી ખાંડ ઉમેરી શું.અને એક ચમચી લીંબુ નો રસ ઉમેરીશું. હવે પાણી ઉકળવા દઈશું. અને તેની પર છાંટો, ફ્રેશ લીલા ધાણા નાખો એટલે આપણા ખમણ સરસ બની જાય છે. આ વાનગી તમે ચોક્કસ બનાવજો.

8-વિટામિન સી એ લીંબુ, આમળા થી તો મળે છે. તેના સિવાય રસોડામાં એવી કઈ વસ્તુ છે જેમાંથી વિટામિન સી મળે છે. અત્યારે ઇમ્યુનિટી જાળવવા માટે આપણે વિટામીન સી ખૂબ જરૂરી છે. તો રેડ કેપ્સિકમ માં સારા એવા પ્રમાણમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. અને તેના સિવાય તીખા લીલા મરચાં એ તમે રસોઈ માં બનાવવામાં ઉપયોગ માં લેતા જ હોય છે. તેમાંથી પણ સારા એવા વિટામિન સી મળે છે. તમે બે લીંબુનો રસ તેટલું જ લીલા મરચા માંથી વિટામિન સી મળે છે. હવે તમે મરચાનો ઉપયોગ ના કરતા હોય તો તમે ચોક્કસથી કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *