બુંદી નું રાયતું – ગરમીમાં હવે આ ઠંડુ રાયતું બનાવો તો આવીરીતે બનાવજો, બધાને પસંદ આવશે…

આજે આપણે બુંદી નું રાયતું બનાવીશું.જ્યારે કોઈ સારું જમવાનું બનાવ્યું હોય કે જાત જાત ના મિષ્ટાન ત્યારે એક રાયતું એવી વસ્તુ છે કે બની તો સહેલાઈ થી જાય છે. પણ આજે આને આપણે એવી રેસિપી બનાવવાના છે. કે ફકત પાચ જ મિનિટ લાગશે.જ્યારે તમે બનાવશો અને પીરસશો તો તમારા આખી પ્લેટ માં વધારે ઉભરી ને આવશે. તો ચાલો જોઈ લઈએ.


સામગ્રી

  • દહી
  • ખાંડ
  • ધાણાજીરું
  • જીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • બુંદી
  • ચાટ મસાલો
  • મીઠું

રીત


1- સૌથી પહેલા આપણે ૪૦૦ ગ્રામ દહી લઈશું. રાયતા માટે બહુ ખાટું દહીં ના લેવું.હવે તેને ફેટી લઈશું. આ બહુ સરળતા થી બની જાય છે. હવે તેમાં મસાલા ઉમેરી દઈશું. હવે તેમાં મીઠું એડ કરીશું.

2- હવે એક ચમચી લાલ મરચું એડ કરીશું.તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે એક ચમચી ધાણજીરૂ પાવડર એડ કરીશું. એ સિવાય એક ચમચી જીરા નો પાવડર એડ કરીશું.

3- જીરા નો પાવડર તમે કોઈપણ રાયતા માં ઉમેરશો તો ટેસ્ટ સરસ આવશે.અને હવે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું. તો આના સિવાય ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આપણે ઉમેરી શું ખાંડ ઘણા લોકો ખાંડ નથી ઉમેરતા.આપણે અહીંયા એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી શું.

4- બુંદી રાયતા માં તમે ખાંડ ઉમેરશો તો તેનો ટેસ્ટ સરસ આવશે.તે ગળ્યું નહી લાગે.પણ સ્વાદ વધી જશે.હવે બધું મિક્સ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તમને મસાલા વધારે દેખાય છે ને પણ એવું નઈ થાય કારણકે હજુ તેમાં આપણે પાણી એડ કરીશું.હવે તેમાં એક કપ પાણી એડ કરીશું.


5- હવે પાણી જોડે તેને મિક્સ કરી લઈશું. અત્યારે બહુ જાડું નથી રાખવાનું જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હજુ તેમાં બુંદી ઉમેરી શું. જરૂર હોય એટલું પાણી ઉમેરી શકો છો. હવે આ મિશ્રણ તૈયાર છે. બહુ જ ઇજી છે. હવે ૧૦૦ગ્રામ બુંદી એડ કરીશું. તમે બુંદી સાદી કે મસાલા વાળી લઈ શકો છો.

6- આ બુંદી તમે પહેલા ના ઉમેરવી. પણ છેક જમવા ના ટાઈમે ઉમેરવી.આ જમવા ના દસ મિનિટ પહેલા ઉમેરી દઈશું. તો પણ ચાલશે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હજુ પણ આના થી જાડું થશે. આપણે થોડી બુંદી રહેવા દઈશું.

7- કોઈ ને ક્રિસ્પી ભાવતી હોય તેના માટે થોડી રહેવા દઈશું. જેથી જમવા ના ટાઈમે તેમાં એડ કરી શકે. અને તમે ખાશો ને તો વચ્ચે વચ્ચે થોડું ક્રન્ચી લાગે. બાકી આપણું બુંદી રાયતું જે બન્યું છે. હવે આપણું બુંદી રાયતું પીરસવા માટે રેડી છે.

8- ચાલો હવે સર્વે કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ દેખાય છે.કોઈપણ ગુજરાતી કે પછી નોન ઇન્ડિયન જમવાનું બનાવ્યું હોય તેની જોડે આ બનાવશો અને સર્વ કરશો તો બનતાં તો પાચ મિનિટ જ લાગશે.પણ બધા ને બહુ જ પસંદ આવશે.હવે બુંદી રાયતા પર થોડી ક્રન્ચી બુંદી ઉપર ભભરાવી લઈશું. અને થોડો જીરા નો પાવડર ભભરાવી લઈશું.તો તમે પણ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *