ગુજરાતી સ્ટાઇલ સરગવાનું શાક – હવે સરગવાનું શાક બનાવો તો આવીરીતે જ બનાવજો…

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ સરગવાનું શાક બનાવવાની એકદમ સરળ રીત જોઈશું.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • સરગવો
  • દહી
  • મીઠું
  • આદુ મરચાની પેસ્ટ
  • મીઠા લીમડાના પાન
  • ગોળ
  • રાય
  • જીરું
  • લાલ મરચું પાવડર
  • બેસન
  • હળદર

રીત

1- સૌથી પહેલા સરગવાની છાલ કાઢી લઈશું.પછી નાના નાના ટુકડા કરી લઈશું.હવે તેને બાફી લઈશું.આપણે તેને કૂકર માં એક સીટી વગાડી લઈશું.હવે તેમાં આપણે અડધો કપ પાણી નાખીશું.

2- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે એક સીટી વગાડી લઈશું.હવે એક સીટી થઈ ગઈ છે.આ પાણી આપણે ફેકી નથી દેવાનું તેને યુઝ કરવાનું છે.હવે આપણે એક કપ દહીં લઈશું.

3- હવે આપણે એક કપ દહી માં એક ચમચી ચણા નો લોટ લઈશું.હવે તેમાં એડ કરીશું.અને સરસ ભ્લેન્ડ કરી લઈશું.હવે તેમાં થોડું પાણી એડ કરીશું.હવે તેને સાઈડ માં મૂકી દઈશું.અને હવે વઘાર કરી લઈશું.હવે એક પેનમાં એક ચમચી તેલ લઈશું.અને તેમાં રાય નાખીશું.

4- હવે તેમાં અડધી ચમચી જીરુ નાખીશું.ત્યારબાદ ચપટી હિંગ નાંખીશું.ત્યારબાદ આદુ અને મરચા ની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને એક ચમચી ધાણજીરૂ નાખીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.હવે જે દહી નું મિક્સર બનાવ્યું હતું તે એડ કરીશું.

5- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને બધું મિક્સ કરી લઈશું.હવે તેને ઉકળવા દઈશું.હવે સરગવાનું પાણી હતું તે એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે ઉકળવા લાગ્યું છે.હવે આ સ્ટેજ પર તેમાં સરગવો ઉમેરી શું.હવે તેમાં સરગવો ઉમેરી શું.હવે તેમાં એક ચમચી ગોળ નાખીશું.

6- હવે બરાબર મિક્સ કરી લઈશું.હવે તેને હલાવી લઈશું.અને ગેસ બંધ કરી દઈશું.આપણું શાક તૈયાર થઈ ગયું છે.હવે તેને સર્વે કરીશું.હવે તેને ગાર્નિશ કરીશું.ફ્રેશ લીલા ધાણા થી.આ તમે ખીચડી સાથે ખાય શકો છો.બનાવજો ખાજો અને ખવડાવજો.

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

વિડિઓ રેસિપી:

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *