3 રીતે બટર ગાર્લિક ફુદિના પરાઠા – આ અલગ અલગ પરાઠા તમે એક જ વાર બાંધેલા લોટમાંથી બનાવી શકશો…

આજે આપણે 3 રીતે બટર ગાર્લિક ફુદિના પરાઠા બનાવીશું. આ પરાઠા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. નાનાથી લઈને મોટા દરેક ને પસંદ આવે છે.તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ચીલી ફ્લેક્સ
  • ઘઉંનો લોટ
  • બટર
  • ઘી
  • ફુદીનો
  • મીઠું
  • લીલા મરચાં
  • લસણ
  • ઓરેગાનો

રીત-

1- સૌથી પહેલા દોઢ કપ ઘઉંનો લોટ લઈશું.તેમાં એક ચમચી તેલ લઈશું.ત્યારબાદ એક ચમચી મીઠુ નાખીશું.બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.હવે એક કપ પાણી લઈશું. તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લઈશું.

2- હવે તને બેથી ત્રણ મિનિટ માટે મસળી લઈશું. હવે તેની પર થોડું તેલ નાખી દસ મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી બટર અને ગાર્લિક મિક્સર તૈયાર કરી લઈશું. સૌથી પહેલા ત્રણ ચમચી બટર લઈશું. એમાં બે લીલા મરચા ક્રશ કરેલા નાખીશું. ત્યારબાદ એક ચમચી એક લસણ ક્રશ કરેલું નાખીશું.હવે તેમાં થોડો ઓરેગાનો નાખીશું.

3- હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.તો બટર અને ગાર્લિક મિક્સર તૈયાર છે. હવે જે લોટ બાંધ્યો હતો તેને જોઈ લઈશું. હવે આ લોટમાંથી ચાર સરખા ભાગ કરી લઈશું. તેમાંથી એક લુવાને પાટલી પર લઈ લઈશું.અને તેની પર કોરો લોટ ભભરાવી લઈશું. અને મોટી સાઇઝનું પરોઠું વણી લઈશું.

4- હવે પરોઠા પર જે મિક્સર તૈયાર કર્યું હતું તે લગાવી દઈશું. તેની પર થોડા ફૂદીના ના પાન ને ઝીણા કટ કરેલા મૂકી દઈશું.થોડો કોરો લોટ ભભરાવી દઈશું. હવે પટ્ટી વાર્તા જઈશું. હવે તેની પર થોડો કોરો લોટ ભભરાવી લઈશું.હવે તેને ગોળ વારી લઈશું. છેલ્લે જે લોટ વધે તેને પ્રેસ કરી દો.

5- હવે થોડો કોરો લોટ લઈશું.હવે એકદમ હળવા હાથે વણી લઈશું. તો આ એક પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજી રીતે પરોઠો બનાવીને તૈયાર કરીશું. તો તેના માટે એક લુઆ ને લઇ અને નાની સાઈઝ નું વણી લેવાનું.હવે તે વણાઈ જાય એટલે બીજું લુઓ લઈ તેની સાઈઝ નું વણી લઈશું. હવે એક પરોઠા ઉપર બટર ગાર્લિક વાળુ મિક્સર લગાવી લઈશું. તેની પર થોડા ફુદીનાના પાન મૂકી દઈશું.

6- હવે તેની પર બીજી પરોઠું વણીયું હતું તે મૂકી દઈશુ.અને હાથ થી પ્રેસ કરી લઈશું.હવે હળવા હાથે વણી લઈશું.તો આ બીજી ટાઇપ નું પરોઠું તૈયાર છે. હવે ત્રીજી રીતે બનાવીશું. તેની માટે એક લૂઓ લઈ વણી લઈશું.તેની ઉપર પણ બટર ગાર્લિક વારું મિક્સર લગાવી દઈશું.હવે તેની પર ફુદીના ના પાન મૂકી દઈશું.હવે તેને વચ્ચે થી ફોલ્ડ કરી લઈશું. ફરીથી બટર અને ગાર્લિક મિક્સર લગાવી લઈશું. અને ત્રિકોણ બનાવી હળવા હાથે વણી લઈશું.

7- હવે ત્રણેય પરોઠા તૈયાર છે. હવે એક નોન સ્ટીક ની પેન માં શેકી લઈશું. હવે તેની પર એક પરોઠુ મૂકી દઈશું.તેને બન્ને સાઈડ કોરું જ શેકવાનું છે.ત્યાર પછી એક સાઈડ ઘી લગાવી લઈશું.હવે સાઈડ બદલી કાઢીશું. ઉપરની સાઈડ પર ઘી લગાવી દઈશું. હવે મીડીયમ ગેસ પર પ્રેસ કરતા જઈ પરાઠાને શેકી લઈશું. હવે તેને એક પ્લેટમાં લઈશું. હવે બીજું ત્રિકોણ પરોઠુ બનાવ્યું હતું તેને શેકી લઈશું. હવે તેની પર ઘી લગાવી દઈશું.

8- હવે સાઈડ બદલીને બીજી બાજુ પણ ઘી લગાવી દઈશું. તેને પણ હળવા હાથે પ્રેસ કરતા જઈ શેકી લઈશું. હવે આ પરોઠો બનીને તૈયાર છે. હવે ત્રીજુ પરોઠુ શેકી લઈશું.તેને પણ બન્ને બાજુ શેકી લઈશું.હવે તેની પર ઘી લગાવી લઈશું.હવે બીજી સાઈડ પર ઘી લગાવી દઈશું.અને તેને હળવા હાથે પ્રેસ જઈ શેકી લઈશું. આને તમે દહીં સાથે અથાણા સાથે ખાઈ શકો છો. તો એકદમ સરળ અને ટેસ્ટી એવા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *