એક વાર બનાવીને વર્ષ સુધી ખાઈ શકાય એવા પાચન કે મસાલા આમળા કેન્ડી બનાવવાની રીત – Pachan Masala Amla

આજે આપણે એક વાર બનાવી ને વર્ષ સુધી ખાઈ શકાય એવા પાચન કે મસાલા આમળા કેન્ડી બનાવવાની રીત.જો તમારા આમળા કેન્ડી ફૂગ લાગી જાય છે.તો આજે આપણે જોઇશું.આમળા માંથી પાચન આમળા.જે જમીયા પછી બે આમળા ખાવ તો ખાવાનું પચી જાય.જેને તમે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો. પાચન આમળા ને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો.તેને સ્ટોર કરવાની રીત તેને પરફેક્ટ બનાવવાની રીત.અને તેમાં સેજ પણ ફૂગ કે ફંગ્સ નહીં લાગે. જ્યારે બનશે ત્યારે તમે ખાશો તેવો જ ટેસ્ટ તમે વર્ષ પછી પણ ખાસો તો તેવો ને તેવો જ રહેશે.તો ચાલો બનાવી લઈએ પાચન આમળા.


સામગ્રી

  • આમળા
  • મીઠું
  • મરી પાવડર
  • સંચર
  • વલિયારી
  • અજમો
  • જીરું
  • ચાટ મસાલો
  • આમચૂર પાવડર
  • હીંગ

રીત

1- આપણે સાતસો ગ્રામ આમળા લઈશું.એકદમ લીલા આમળા લીધા છે.અત્યારે આમળા ભરપૂર માત્રામાં જોવા મળે છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ફ્રેશ અને લીલા સાઈનિંગ વારા આમળા લેવાના.આપણે આમળા ને ધોઈ ને કોરા કરી લઈશું.

2- જ્યારે તમે આમળા ની પસંદગી કરો ત્યારે બહુ ડાગા ના હોવા જોઈએ.અને તેની સાઈઝ થોડી મોટી હોય તેવા પસંદ કરવાના.હવે આપણે આમળા ને બાફી લઈશું.હવે એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકી દઈશું.અને પાણી ઉકળે ત્યારબાદ તમારે તેમાં આમળા નાખવાના.હવે પાણી ઉકળી ગયું છે.તો તેમાં બધા આમળા નાખી દઈશું.

3- હવે તેને ધીમા ગેસ પર રાખી ને કુક કરી લઈશું.હવે દસ મિનિટ થઈ ગઈ છે તો તમે વિડિયો માં જોઈ શકો છો કે આમળા નું પાણી સરસ ઉકળવા લાગ્યું છે.અને આમળા પણ સરસ બફાઈ ગયા છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે આમળા ને એક કાણા વારા વાડકા માં કાઢી લઈશું.હવે આમળા ને ઠંડા થવા દઈશું.


4-હવે જે આમળા નું પાણી નીકળ્યું છે તે ફેકવાનું નથી.આપણે સરબત માં યુઝ કરવાનું.અથવા માથું ધોવા માં પણ યુઝ કરી શકો છો. આમળા ઠંડા થાય ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈશું.તેના માટે એક પેન મૂકી દઈશું.હવે તેમાં એક મોટી ચમચી અજમો નાખીશું.અજમો આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે.ત્યારબાદ એક મોટી ચમચી જીરૂ નાખીશું.

5- હવે એક મોટી ચમચી વલીયારી નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે આપણે આ ત્રણેય વસ્તુ ની સુગંધ ના આવે ત્યાં સુધી શેકી લઈશું.ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય.હવે અજમો જીરું સરસ શેકાય ગયું છે.તેને એક પ્લેટ માં કાઢી લઈશું.થોડું ઠંડુ થાય એટલે તેનો પાવડર કરી લઈશું.હવે તેનો પાવડર કરી લઈશું.

6- હવે તેને એક ડીસ માં લઇ લઈશું.ત્યારબાદ એક ચમચી મરી પાવડર એડ કરીશું.હવે તેમાં એક નાની ચમચી ચાટ મસાલો નાખીશું.ચાટ મસાલો નાખવાથી આમળા એકદમ ટેસ્ટી થાય છે.અને ત્યારબાદ અડધી નાની ચમચી આમચૂર પાઉડર નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી સંચર પાવડર નાખીશું.

7- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે પા ચમચી હિંગ નાખીશું.હિંગ નાખવાથી પાચન થવા માં બહુ ઇજિલી થઈ જાય છે.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે મસાલા ને સાઈડ પર રાખી દઈશું.હવે આમળા ઠંડા થઈ ગયા છે.હવે તેને કટ કરી લઈશું.તેને હાથ થી કરશો તો પણ ઈજીલી છુટા પડી જશે.વચ્ચે થી બીયા ને પણ કાઢી લઈશું.ત્યારબાદ સ્લાઈસ ને પાતળી કટ કરી લઈશું.જેથી જલ્દી સુકાઈ જાય.


8- આમળા માં સેજ પણ પાણી નું પ્રમાણ ના રેવું જોઈએ.હવે તેમાં બનાવેલો મસાલો નાખીશું.મોટી થાળી માં આમળા લઈ લેવાના.અને બધો મસાલો ભભરાવી લઈશું.હવે હાથ થી આમળા ને કોટ કરી લઈશું.આ આમળા માં તમારા ટેસ્ટ મુજબ તમે મસાલો વધારે કે ઓછો કરી શકો છો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બધા જ આમળા માં મસાલો કોટ થઈ ગયો છે.

9- હવે તેને બે થી ત્રણ દિવસ સુધી તડકા માં સુકવી લઈશું.જ્યાં સુધી આપણા આમળા ક્રિસ્પી ના થાય ત્યાં સુધી.સૂકવા માટે એક મોટી થાળી લેવાની.તેની પર એક કોટન નું કપડું લેવાનું.જેથી આપણા આમળા જલ્દી સુકાઈ જશે.છુટા છુટા આમળા મૂકી ચાર દિવસ સુધી તડકા માં આમળા ને મૂકવાના છે.તેને દિવસે તડકા માં મૂકવાના.અને રાત્રે ઘર માં લઇ લેવાના.

10- આમળા ને બે થી ત્રણ કલાક પછી ફેરવતા રહેવું.જેથી બધી બાજુ થી આમળા સુકાઈ જાય.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણ દિવસ થઈ ગયા છે.અને આમળા બધા સરસ સુકાઈ ગયા છે.અને કલર પણ બદલાઈ ગયો છે.આમળા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે.આમળા સેજ પણ ભીના નથી રહ્યા.આ આમળા ને એક વર્ષ સુધી સ્ટોર કરશો તો તેમાં શેજ પણ ફૂગ નહીં લાગે.અને એકદમ ક્રિસ્પી થયા છે.હવે તેને એક કાચ ની એર ટાઇટ બોટલ માં ભરી લઈશું.આખું વર્ષ આમળા એવા ને એવા જ રહેશે.તો તમે પણ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *