ગાજર અને કોપરા ના લાડુ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી જશે, શીખો આ વાનગી સ્ટેપ બાય સ્ટેપ…

શિયાળા ની સીઝન માં એકદમ ફ્રેશ ગાજર આવે છે તો ગાજર થી અને ગાજર ખાવા પણ ખુબ ગુણકારી છે. ગાજર માં થી બહુ બધી અલગ અલગ રેસીપી બનતી હોય છે તો હવે આજે આપણે ગાજર ના હલવા ના ટેસ્ટ વાળી પણ તેના થી થોડી અલગ એવી રેસીપી જોઇશુ.

આજે અપને જોઇશુ ગાજર અને કોપરા ના લાડુ. જે બનાવવા માં પણ ખુબ જ સરળ છે અને ટેસ્ટી પણ ખરા. આ લાડુ માં ગાજર ના હલવાનો પણ ટેસ્ટ હશે અને તેની સાથે કોપરા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે, તો આ રેસીપી જોઈ ને જરૂર થી ટ્રાય કરો.

સામગ્રી

  • ૨ ચમચી
  • ૨૫૦ ગ્રામ ખમણેલું ગાજર
  • ૧ કપ ફૂલ ફેટ દૂધ
  • ચમચી મલાઈ
  • સૂકા કોપરા નું છીણ ૧ કપ
  • બદામ ની કતરણ
  • ૨.૫ ચમચી ખાંડ
  • થોડી કિસમિસ

એક પેન માં ૨ ચમચી ઘી ગરમ કરવા મુકો ,

ઘી ગરમ થાય એટલે તેમાં આશરે ૨૫૦ ગ્રામ ખમણેલું ગાજર નાખી દો , મીડીયમ ગેસ પર હલાવતા રેવાનું છે ,

૫ મિનિટ પછી એકદમ સરસ ઘી અને ગાજર શેકાશે તેની સુગંધ આવશે એ ટાઈમ પર ૧ કપ ફૂલ ફેટ દૂધ નાખી દેવાનું છે,

હલાવી અને મિક્સ કરી લો , ત્યાર બાદ ૫ મિનિટ થાય એટલે ૨ ચમચી મલાઈ નાખી દેવાની છે, મલાઈ નાખવા થી તમે માવો નાખશો તેવો ટેસ્ટ આવશે , બરાબર મિક્સ કરી લો ,

બધું દૂધ બળી જાય ત્યાં સુધી કુક કરવાનું છે ધીમા ગેસ પર, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે.

દૂધ બળી જાય એટલે તેમાં સૂકું ટોપરું નાખી દો ૧ કપ અને મિક્સ કરી લો બધું , ત્યાર બાદ તેમાં બદામ ની કતરણ નાખી દો , ૨.૫ ચમચી ખાંડ નાખી દો , ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે એડજેસ્ટ કરી લેવી,

બધું બરાબર મિક્સ કરી અને ૩-૪ મિનિટ સુધી હલાવી લેવું , મિક્સચર છે તે સાઈડ છોડવા લાગશે કડાઈ ની.

હવે ગેસ બંધ કરી દઈ અને એમનમ જ ઠંડુ થવા દેવાનું છે , ઠંડુ થઇ જાય એટલે તેમાં થી મીડીયમ સાઈઝ ના લાડુ બનાવી લેવાના છે

અને કપરા ના પાઉડર માં કોટ કરી લેવાના છે. આ રીતે બધા લાડુ બનાવી લો,

પછી એમાં ઉપર થોડી થોડી બદામ ની કતરણ મૂકી દો , એક એક કિસમિસ મૂકી દો.
બસ તૈયાર છે એકદમ ટેસ્ટી અને બધા ને ભાવે તેવા ગાજર અને કોપરા ના લાડુ.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *