અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરોઠા – અવનવા પરાઠા ખાવા પસંદ છે? તો આ પરાઠા બધાને પસંદ આવશે.

અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરોઠા:

દેશ, રાજ્ય કે પોત પોતાના ગામ અને ઘર મુજબ લોકો રોટલા, રોટલી, પુરી કે પરોઠા બનાવતા હોય છે. બધાનાં સ્વાદ પણ અલગ અલગ હોય છે. તેમાંયે બનાવાતા સ્ટફ્ડ પરોઠામાં અનેક જુદા જુદા સ્ટફીંગ કરીને બનવાવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આલુ પરોઠા, ઓનિયન પરોઠા, પિઝા પરોઠા કે મિક્ષ વેજ પરોઠા વગેરે ઘરમાં અવાર નવાર બનાવવામાં આવતા હોય છે.

અફઘાની સ્ટાઇલના કેરટ પરોઠા.. જે યીસ્ટ કે એગ્સનો ઉપયોગ કરીને ઓવનમાં બનાવવામાં આવતી હોય છે પણ મેં અહીં આ રેસિપિને વેજેટેરેયન બનાવવાનો એક સફળ પ્રયત્ન કર્યો છે. જેમાં મેં એગ્સ કે યીસ્ટ ને બદલે બેકીંગ પાવડર અને બેકીંગ સોડા સાથે સુગર અને કર્ડ નો ઉપયોગ કર્યો છે. જેનું સરસ રીઝલ્ટ મળ્યુ છે. કેરટ અને પનીરનું થોડા સ્પાઈસ સાથે સ્ટફીંગ બનાવીને સ્ટફ કર્યાબાદ સરસ ક્રીસ્પી – ગોલ્ડન બ્રાઉન પરોઠા બન્યા છે. બધાને ખૂબજ ભાવશે.

તો તમે પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરાઠા બનાવજો.

અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરોઠાનું સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

 • 5 ક્યુબ પનીર – ક્રશ કરી લેવું અથવા ખમણી લેવું
 • 1 કપ છાલ કાઢી ખમણેલું ગાજર
 • 1 નંગ બારીક કાપેલું કેપ્સીકમ
 • ½ ટી સ્પુન ગરમ મસાલો
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • 1 ટી સ્પુન ચીલી ફ્લેક્ષ
 • 1 ટી સ્પુન ચાટ મસાલો
 • • સૌ પ્રથમ સ્ટફીંગ તૈયાર કરી લેવું.
 • • પનીર અને ગાજર ખમણી લેવું
 • • કેપ્સીકમને બારીક સમારી લેવા

બારીક કાપેલા કેપ્સીકમ અને ગાજરને હાથથી નિચોવી લેવા જેથી સ્ટફીંગ સોગી ના થાય. સ્ટ્ફીંગ કર્યા પછી સરસથી પરોઠા વણી શકાય.

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં નિચોવેલા ગાજરનું ખમણ અને બારીક કાપેલા કેપ્સીકમ ઉમેરો.

તેમાં ક્ર્શ કરેલું અથવા ખમણેલું પનીર ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, સ્વાદ મુજબ સોલ્ટ, 1 ટી સ્પુન ચીલી ફ્લેક્ષ અને 1 ટી સ્પુન ચાટ મસાલો ઉમેરો.

બધું સરસથી ભળી જાય એ પ્રમાણે બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેને એક બાજુ રાખો.

પરોઠામાટેનું સ્ટફીંગ રેડી છે.

અફઘાન પરોઠા બનાવવા માટેની સામગ્રી:

 • 1 કપ મેંદો
 • ½ ટી સ્પુન બેકિંગ પવડર
 • ¼ ટી સ્પુન બેકિંગ સોડા
 • 1 ટી સ્પુન સુગર પાવડર
 • ½ ટી સ્પુન સોલ્ટ
 • 2 ટી સ્પુન કોઇપણ રિફાઇંડ ઓઇલ
 • 1/3 કપ મોળુ દહીં
 • 1-2 ટેબલ સ્પુન પાણી – જરુર મુજબ પાણી
 • 1 ટી સ્પુન
 • 1 ટી સ્પુન રીફાઈંડ ઓઇલ બાંધેલા લોટ પર લગાવવા માટે

પરોઠાનો લોટ બાંધવાની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેના પર ચાળણી મૂકો.

તેમાં 1 કપ મેંદો ઉમેરો.

તેમાં ¼ ટી સ્પુન બેકિંગ સોડા, ½ ટી સ્પુન બેકિંગ સોડા 1 ટી સ્પુન સુગર પાવડર અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરો.

બધુ સરસથી ચાળી લ્યો. ચાળ્યા પછી બધુ મિક્ષ કરી લ્યો.

આ પ્રોસેસ ચોક્કસથી કરવી.

હવે મેંદાના ચાળેલા મિશ્રણમાં 2 ટી સ્પુન કોઇપણ રિફાઇંડ ઓઇલ અને 1/3 કપ મોળુ દહીં (ખાટું દહીં લેવુ નહી) ઉમેરીને બરાબર મિક્ષ કરો.

હવે તેમાં 1 થી 2 ટી સ્પુન જરુર મુજબ પાણી થોડું થોડું કરીને ઉમેરી એકદમ સોફ્ટ લોટ બાંધો.

આંગળીઓ વડે પ્રેસ કરતા જઈ 3-4 મિનિટ મસળી લ્યો.

હાથમાં આંગળીઓમાં જ્યારે બંધાઈ રહેલો લોટ વધારે સ્ટીક થવા લાગે ત્યારે એકવાર હાથે સાફ કરી લ્યો.

હવે તેના પર 2 ટી સ્પુન ઓઇલ ઉમેરી ફરીથી 1-2 મિનિટ મસળીને સરસ સોફ્ટ ડો બાંધી લ્યો.

અફઘાન પરાઠા બનાવવા માટેની રીત:

 • ½ કપ મેંદાનો લોટ
 • 2 ટેબલ સ્પુન સુજી

2-3 ટેબલ સ્પુન બટર – પરાઠાને રોસ્ટ કરવા માટે

પ્લેટફોર્મને એકદમ સરસ ક્લીન કરી લ્યો. કેમેકે આ પરોઠા તેના પર વણાવાના છે.

હવે ક્લીન કરેલા પ્લેટ્ફોર્મ પર 2 ટેબલસ્પુન જેટલો મેંદાનો લોટ સ્પ્રીંકલ કરી દ્યો.

તેના પર સથે 1 ટી સ્પુન રવો પણ સ્પ્રીંકલ કરો.

હવે બાંધેલા સોફ્ટ લોટમાંથી એક સરખા 2 ભાગ કરી લ્યો. તેના 2 લુવા બનાવી દ્યો.

આમાથી માત્ર 2 જ જમ્બો પરોઠા બનશે.

લુવા બનાવતી વખતે હથેળી ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

લુવાને પ્લેટ્ફોર્મ પરના સ્પ્રીંકલ કરેલા મેંદા અને સોજી પર મૂકો.

હવે તેને વેલણથી લંબગોળ શેઇપમાં પાતળું પરોઠું કે રોટલી વણી લ્યો.

વણતી વખતે જરુર પડેતો તેના પર થોડો મેંદો અને સોજી સ્પ્રિંકલ કરતા જ્વું જેથી વણવામાં સરળતા રહેશે.

બનાવેલા સ્ટ્ફીંગમાંથી અર્ધુ સ્ટ્ફીંગ વણેલા પાતળા પરોઠા પર ઓલઓવર સ્પ્રેડ કરી દ્યો.

હવે લાંબી સાઈડ બાજુની કિનારીથી પરોઠાનો થોડો ટાઇટ રોલ વાળો. આ પ્રમાણે આખા પરોઠાનો રોલ વાળી લ્યો. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે) ત્યારબાદ બનેલા રોલમાંથી લુવો બનાવવા માટે રોલના એક છેડાથી બીજા છેડા સુધી રાઉન્ડ કરતા જઈ જરા ટાઈટ લુવુ બનાવો (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). એટલે કૂક કરતી વખતે પરોઠુ ખૂલી ના જાય.

હવે ફરીથી પ્લેટફોર્મ પર મેંદો અને સોજી સ્પ્રિંકલ કરી તેના પર બનાવેલું લુવુ મૂકો.

લુવાની ઉપર પણ જરુર મુજબ મેંદો અને સોજી સ્પ્રિંકલ કરો.

હવે આંગળીઓ વડે લુવા પર હલકા હાથે પ્રેસ કરી જરા લુવુ મોટુ કરી લ્યો.

ત્યારબાદ હલકા હાથે વેલણથી જાડું પરોઠું વણી લ્યો. પાતળું વણવાથી તેમાંથી સ્ટફીંગ બહાર નીકળવા લાગશે. વણતી વખતે જરુર મુજબ મેંદો – સોજી સ્પ્રિંકલ કરતા જાવ, જેથી પરોઠું વણાતા સ્ટીક થઈને ટુટીને મસાલો બહાર ના આવે.

આ પ્રમાણે બીજું પરોઠું પણ વણી લ્યો.

પરોઠા કૂક કરવાની રીત:

2-3 ટેબલ સ્પુન બટર

સૌ પ્રથમ નોન સ્ટીક પેનને ફ્લૈમ પર મુક્યા વગર જ થોડું બટર લગાવો. ત્યાર બાદ તેના પર બનાવેલું જમ્બો પરોઠું મૂકી પેનમાં લગાવેલા બટરવાળુ કરી લ્યો.

હવે પેનને લો ફ્લૈમ પર મૂકો 3-4 મિનિટ સુધી ઢાંકીને એકજ સાઇડ વચ્ચે વચ્ચે ગોળ ફેરવતા જઈ ક્રંચી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરી લ્યો.

ત્યારબાદ પરોઠાની ઉપર બટર સ્પ્રેડ કરી, ફ્લીપ કરીને ઢાંકીને બીજી સાઈડ પણ એજ રીતે ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન કૂક કરી લ્યો.

બન્ને બાજુ બરાબર ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને પ્લેટમાં ટ્રાંસફર કરો.

ગાર્નિશિંગ :

 • ચીઝ 2 લ્યુબ
 • 1 ટી સ્પુન ચિલિ ફ્લેક્ષ
 • 1 ટી સ્પુન ચાટ મસાલો

કૂક થયેલા અફઘાની પરોઠા પર ઓલ ઓવર ખમણેલું ચીઝ સ્પ્રેડ કરી લ્યો.

હવે તેના પર ચિલિ ફ્લેક્ષ અને ચાટ મસાલો સ્પ્રીંકલ કરો.

હવે સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમા અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરોઠા સર્વ કરો.

સાથે ગ્રીન ચટણી અને બટર સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *