મેથીની કોફી – મેથીની કોફી ડાયાબિટીસના દરદીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

મેથી ની કોફી

 મિત્રો આજે હું તમારી સાથે શેયર કરવાની છું એક એવી હેલ્ધી રેસિપી કે જેના ફાયદા વાંચતા જ તમને એવું થશે કે જાણે કોઈ ગુણકારી ઔષધ તમને હાથ લાગી હોય.

 કોફી સૌ કોઈ ને પ્રિય હોય છે અને કોફી એક તરોતાજા કરતું પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત જ ઉતરી જાય અને તમારો મીજાજ પણ સારો થઈ જાય.

 એમાંય જો ઔષધ સમાન મેથી ની કોફી મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય.

 તો પહેલા જાણીએ રેગ્યુલર કોફી થી થતા નુકસાન :-

• જો તમે રોજ ની ચાર કપ થી વધારે રેગ્યુલર કોફી પીતા હશો તો હાઇબ્લડપ્રેશર, હાટૅ એટેક નું જોખમ અને અનિંદ્રા જેવા ખતરનાક રોગોનો ભોગ બની શકો છો તો આપણે આપણી પ્રિય કોફી બંધ નથી કરવી પણ કોફી બનાવવાની પધ્ધતિ બદલવાની જરૂર છે. તો એનાથી થતા નુકસાનોને આપણે ફાયદા માં બદલી શકીશું.

• મિત્રો હું તમને મેથી ના દાણા થી બનતી ઔષધી અને ટેસ્ટ માં બજાર જેવી જ સુગંધિત કોફી બનાવવાની રીત શીખવાડીશ.

• મેથીની કોફીથી તમારા સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થશે જેવા કે કોલેસ્ટ્રોલ ના પ્રમાણ ને સમતોલન માં રાખશે. કબજિયાત માં રાહત આપશે. શરીર ની ચરબી ઓછી કરશે.લીવર અને કીડની ને ફાયદા થશે. સ્નાયુઓ ના દુખાવામાં પણ રાહત મળશે. સંધિવા ના દુખાવામાં પણ ખૂબ લાભદાયી છે. મેથી ની કોફી એન્ટી ઓક્સિડન્ટ તો છે જ અને સાથોસાથ શરીર ના ઝેરી તત્વોને પણ તે બહાર નીકાળી દઈ શરીર ને શુદ્ધ કરી દે છે.તો આવા અનેક ફાયદા થાય છે.

• તો ચાલો મિત્રો હવે જોઈએ મેથીની કોફી કેવી રીતે બનાવવી.

 સામગ્રી :-

  • • 2 ચમચી મેથીના દાણા
  • • 1 ચમચી ખાંડ
  • • 1 કપ દૂધ

 રીત :-

 સ્ટેપ 1 : સૌપ્રથમ એક વાસણમાં 2 ચમચી મેથીના દાણા લઈશું.

 સ્ટેપ 2 : ત્યારબાદ ગેસ ની ધીમી આંચ પર આ મેથીના દાણાને શેકીશું. મેથીના દાણા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકીશું.

 સ્ટેપ 3 : મેથીના દાણા શેકાઈ જાય ત્યારે એમાં એક કપ દૂધ વેળીશું. અને હલાવતા રહો અને દૂધ ને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દૂધ નો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી.

 સ્ટેપ 5 : એક ચમચી ખાંડ નાખીશું અને હલાવતા રહીશું.

 સ્ટેપ 6 : ખાંડ ઓગળી જાય અને દૂધ બ્રાઉન કલરનું થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું .

 સ્ટેપ 7 : હવે મેથી ની કોફી તૈયાર થઈ ગઈ છે. અને સવિઁગ કપ માં ગળી ને સવૅ કરી દઈશું.

તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી મેથીની કોફી. જો તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય અને કોફી પાવડર ના હોય તો તમે આ રીતે મેથીની કોફી મહેમાનો ને સવૅ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે.તો આ કોફી તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબજ ભાવશે.અને બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી રહેશે. મેથીની કોફી ડાયાબિટીસ ના દરદીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો કોફી પાવડર વગરની આ હેલ્ધી મેથીની કોફી.

 નોંધ :-

  •  આ કોફી બનાવવા માટે કોફી પાવડરનો ઉપયોગ કરેલો નથી.
  •  ખાંડ ને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો
  •  મેથીની કોફી બનાવવા માટે હંમેશાં મેથી ને શેકીને જ લેવાની છે.
  •  મેથીની કોફી બનાવવા માટે આખા મેથીના દાણા જ લેવાના છે એનો પાવડર લેવાનો નથી.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *