ચટપટી ભેળ ચાટ – નાના મોટા દરેકને મનપસંદ એવી આ ભેળ હવે બનાવો તો આવીરીતે જ બનાવજો…

ચટપટી ભેળ ચાટ :

સ્ટ્રીટ ફૂડ તરીકે સૌથી વધારે લોકપ્રિય હોય તો એ છે ભેળ પૂરી અને ચટપટી ભેળચાટ. આજે હું અહીં ચટપટી ભેળચાટની રેસીપી આપી રહી છું. જે બાળકોને તો અતિપ્રિય છે પરંતુ યન્ગ્સ અને મોટા લોકોમાં પણ એટલીજ પ્રિય છે. કેમેકે તે બનાવવામાં ખૂબજ સરળ અને ટેસ્ટમાં એકદમ ચટપટી-બેસ્ટ બને છે. ઉપરાંત બધી સામગ્રી તમારા ટેસ્ટ પ્રમાણે મિક્ષ કરી તમારો ટેસ્ટ ક્રીએટ કરી શકો છો. જરૂર મુજબ રેડી સામગ્રી લાવીને આ ચટપટી ભેલ ચાટ જરૂર પડે ત્યારે જલ્દીથી બનાવી શકાય છે.

આ ચટપટી ભેળ ચાટ એ એક એવો નાસ્તો છે કે તમે સરળતાથી કિટી પાર્ટી, બાળકોની બર્થડે પાર્ટી કે કોઈ અન્ય ખુશીના પ્રસંગો એ સરળતાથી સર્વ કરી શકો છો. અગાઉ બનાવી રાખવાથી આ ચાટ થોડી નરમ પડી જતી હોય છે. તેથી સર્વ કરવા સમયે બધી સામગ્રી માત્ર મિક્ષ જ કરવાની હોવાથી તરતજ બનાવી સર્વ કરી શકાય છે. અને છતાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તો તમે પણ મારી આ ચટપટી ભેલ ચાટની રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. દરેકને આ રેસીપી બનાવવી અને ખાવી ગમશે.

ચટપટી ભેળ ચાટ બનાવવા માટે ની સામગ્રી :

  • ૩ કપ મમરા
  • ૨ બાફેલા – બારીક સમારેલા બટેટા
  • ૨ કપ જીણા સફેદ ગાંઠિયા
  • ૩/૪ કપ રતલામી સેવ
  • ૧/૨ કપ મસાલા બેસન બુંદી
  • ૧/૨ કપ એકદમ બારીક સમારેલી ઓનિયન
  • ૧/૨ બારીક કાપેલા ટામેટા
  • ૧/૪ કપ બારીક કાપેલી કાચી કેરીનાં ટુકડા
  • ૧ બારીક સમારેલું મોટું લીલું મરચુ
  • ૧/૨ ટી સ્પુન સોલ્ટ
  • ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
  • ૧/૨ કપ બેસનની નાયલોન સેવ (એકદમ જીણી સેવ)
  • ૪ ટેબલ સ્પુન આમલીની ખાટીમીઠી ચટણી
  • ૨ ટેબલ સ્પુન ફુદીના-કોથમરીની તીખી ગ્રીન ચટણી
  • ૧/૪ કપ દાડમનાં દાણા
  • ૨ ટેબલ સ્પુન કોથમરી
  • લીલી ફ્રેશ દ્રાક્ષ – જરૂર મુજબ

ચટપટી ભેળ ચાટ બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મોટું બાઉલ લઇ તેમાં ૩ કપ મમરા, ૨ બાફેલા – બારીક સમારેલા બટેટા, ૨ કપ જીણા સફેદ ગાંઠિયાઅને ૧/૨ કપ મસાલા બેસન બુંદી લઇ મિક્ષ કરો.

હવે આ મિક્ષ કરેલી સામગ્રીમાં ૩/૪ કપ રતલામી સેવ, ૧/૨ કપ એકદમ બારીક સમારેલી ઓનિયન, ૧/૨ બારીક કાપેલા ટામેટા, ૧/૪ કપ બારીક કાપેલી કાચી કેરીનાં ટુકડા અને ૧ બારીક સમારેલું મોટું લીલું મરચુ ઉમેરી મિક્ષ કરો.

આ બધું બરાબર મિક્ષ થઇ જાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન સોલ્ટ, ૧/૨ ટી સ્પુન લાલ મરચું, પાવડર, ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો અને ૧/૨ કપ બેસનની નાયલોન સેવ ( એકદમ જીણી સેવ ) ઉમેરી સ્પુન વડે સરસથી મિક્સ કરી લ્યો. જેથી બધા મસાલા સામગ્રીમાં મિક્ષ થઇ વધારે ટેસ્ટી બને.

હવે આ મિક્સ કરેલી સામગ્રીમાં ૧/૪ કપ દાડમનાં દાણા, ૪ ટેબલ સ્પુન આમલીની ખાટીમીઠી ચટણી અને ૨ ટેબલ સ્પુન ફુદીના-કોથમરીની તીખી ગ્રીન ચટણી ઉમેરી ફરી થી હલકા હાથે સ્પુન વડે સરસથી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ભેળની વધારે સારી ફ્લેવર લાવવા માટે ૨ ટેબલ સ્પુન કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો. ચટપટી ભેળ ચાટ સર્વ કરવા માટે રેડી છે.

સર્વ કરતી વખતે ફરી તેના પર થોડી અનીયન, કોથમરી, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, લીલી ચટણી, બાફેલા બટેટાના નાના પીસ, જીણી બેસન સેવ અને ખાટીમીઠી આમલીની ચટણી, દાડમ નાં દાણા અને લીલી ફ્રેશ દ્રાક્સ ઉમેરી સર્વ કરો.

જોતા જ મોમાં પાણી આવી જાય તેવી આ ચટપટી ભેલ ચાટ તમે એકવાર બનાવશો તો તમારા રસોડે વારંવાર બનવા લાગશે.

મારી આ રેસીપી ફોલો કરીને બધાને આ ચટપટી ભેલ ચાટ ચોક્કસથી ટેસ્ટ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *