લારી પર મળે એવું ક્રીસ્પી અને તીખું પનીર ચીલી, ક્રીસ્પી અને તીખું તમતમતુ બનાવવા ની ટીપ્સ

આજે આપણે લારી પર મળે એવું ક્રિસ્પી અને તીખું પનીર ચિલ્લી અને તીખું તમતમતું બનાવવાની પરફેક્ટ ટિપ્સ જોઈશું.આ તમારે બનાવવું હોય તો આ વીડિયો ને અંત સુધી જોજો. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • પનીર
  • મેંદો
  • કોર્ન ફ્લોર
  • રેડ ચિલી સોસ
  • ગ્રીન ચિલી સોસ
  • ટામેટા નો સોસ
  • સોયા સોસ
  • વિનેગર
  • ડુંગળી
  • કેપ્સિકમ ગ્રીન
  • લીલા મરચાં
  • રેડ કેપ્સિકમ
  • મરી પાવડર
  • મીઠું
  • તેલ
  • લીલી ડુંગળી
  • લાલ મરચા

રીત


1- અહીંયા આપણે ૩૫૦ગ્રામ પનીર લઈશું.હવે બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું.અને પનીર ને કોટ કરી લઈશું. આ ક્રિસ્પી બનાવવા માટે આ જરૂરી છે.હવે આપણે ત્રણ ચમચી મેંદો લઈશું.અને તેની અંદર બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું.

2- આ સ્ટેપ કરવું જરૂરી છે જેથી તમારું પનીર ચિલ્લી બહાર જેવું ક્રિસ્પી બનશે.હવે એક ચમચી મીઠું નાખીશું. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર એડ કરીશું.હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી દઈશું.

3- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બહુ પાતળી પેસ્ટ નથી બનાવતા.હવે એક ચમચી તેલ એડ કરીશું.હવે જે પનીર માં પીસ હતા તે એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન ગ્રીન ચિલી સોસ એડ કરીશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન રેડ ચિલી સોસ એડ કરીશું.

4- હવે બધું મિક્સ કરી લઈશું.જો તમારી પાસે ગ્રીન ચીલી સોસ ના હોય તો રેડ ચિલી બે ટેબલ સ્પૂન એડ કરી દો.આ સોસ તમે ઘર માં રાખી શકો છો. તમે કોઈપણ ચાયનીઝ વસ્તુ બનાવશો તો કામ લાગશે.

5- હવે આપણે એક પેસ્ટ બનાવી દઈશું.તો હવે એક ટેબલ સ્પૂન રેડ ચિલી સોસ લઈશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન ગ્રીન ચિલી સોસ લઈશું. ત્યારબાદ બે ટેબલ સ્પૂન સોયા સોસ લઈશું. હવે ફરી થી બે ચમચી કોર્ન ફ્લોર એડ કરીશું.

6- હવે એક ટેબલ સ્પૂન વાઇટ વિનેગર એડ કરીશું.અને હવે એક ચમચી ટામેટા નો સોસ એડ કરીશું.હવે આ બધું મિક્સ કરી લઈશું.અને જ્યારે આપણે પનીર ની ગ્રેવી બનાવીશું ત્યારે આને યુઝ કરવાનું છે.હવે આ મિશ્રણ તૈયાર છે.હવે આપણું પનીર મેરીનેટ થઈ ગયું છે.તો તેને તેલ માં ફ્રાય કરી લઈશું.


7- આપણે અહીંયા પનીર ને બે વાર ફ્રાય કરીશું.ત્યારે તે ક્રિસ્પી થશે.હવે ગેસ થોડો ફાસ્ટ કરી એકવાર તળી ને કાઢી લઈશું.જેથી કરી ને તે ક્રિસ્પી થઈ જાય.પનીર થોડા ગોલ્ડન થાય ત્યારે તેને કાઢી લઈશું.હવે પનીર ને કાઢી લઈશું. અને બીજી વાર ફ્રાય કરીશું ત્યારે વધારે કલર અને સરસ ક્રિસ્પી થઈ જશે.હવે ફરી તેજ તેલ માં ફાસ્ટ ગેસ પર જ પનીર ના પીસ ને તળી લઈશું.

8- તેને ફાસ્ટ ગેસ પર તળી શું એટલે જલ્દી બ્રાઉન થઈ જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પનીર ના પીસ કેટલા ક્રિસ્પી બન્યા છે.અને અંદર થી એકદમ સોફ્ટ થયા છે.હવે તેમાં નાખવા માટે ના શાકભાજી જોઈ લઈએ.

9- હવે ગ્રીન કેપ્સિકમ ના મોટા ટુકડા કરી ને લીધા છે અને લાલ કેપ્સિકમ ના પણ મોટા ટુકડા કરી ને લઈ લીધા છે. અને ડુંગળી ના પણ મોટા પીસ કરી લીધા છે.અને લસણ પણ વધારે લીધું છે.અને લીલી ડુંગળી પણ કટ કરી લઈ લીધી છે.અને લીલા મરચા વચ્ચે થી કટ કરી ને લીધા છે.અને લાલ મરચા ને પણ વચ્ચે થી ટુકડા કરી ને લઈ લીધા છે.

10- આપણે ચાયનીઝ બનાવીએ ત્યારે ફાસ્ટ ગેસ પર જ બનાવવાનું છે હવે પહેલા લસણ એડ કરીશું.અને પછી મરચા એડ કરીશું.આપણે ચાયનીઝ ફૂડ માં શાક ને વધારે નથી ચડવા દેવાનું. આપણે અહીંયા આજી નો મોટો યુઝ નથી કરવાના.હવે બધું શાક એક પછી એક એડ કરતા જવાનું છે.

11- બહાર લારી પર આજી નો મોટો એ લોકો યુઝ કરે છે જેથી તેનો ટેસ્ટ સારો આવે છે પણ તે શરીર ને નુકશાન કારક છે.જો તમે આ રીતે બનાવશો તો શાક માં વધારે ફેર નઈ પડે.આપણે અહીંયા શાક વધારે ના ચડે તેનું ધ્યાન રાખવાનું છે.

12- હવે શાકભાજી પૂરતું મીઠું એડ કરીશું.હવે જે આપણે સોસ બધા મિક્સ કરી ને રાખ્યા હતા એ એડ કરીશું.હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું.હવે તેને ઉકળવા દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ઉકળી ગયું છે હવે આપણે પનીર એડ કરીશું.

13- હવે બધું મિક્સ કરી લઈશું.હવે ઉપર થી લીલી ડુંગળી થી ગાર્નિશ કરીશું.આને તમે નુડલ્સ જોડે કે ફ્રાઇડ રાઈસ સાથે સર્વ કરી શકો છો.એકલું પણ ખાસો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે.તો તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *