ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છુંદો બનાવવાની રીત જોઈશું.પરફેક્ટ છુંદો બની જાય એ ચેક કઈ રીતે કરવું તે પણ આપણે જોઈશું બન્યા પછી આ છુંદો રસાદાર બને છે બાળકો અને મોટા બધા ને પસંદ આવતો હોય છે તો ચાલો બનાવી લઈએ છુંદો.

સામગ્રી

  • રાજાપુરી કેરી
  • ખાંડ
  • તજ
  • મરી
  • કાશ્મીરી લાલ મરચું
  • શેકેલું જીરું પાવડર
  • મીઠું

રીત

1- આપણે અહીંયા સવા કિલો કેરી લઈ લઈશું આપણે રાજાપુરી કેરી લીધી છે તમે તોતાપુરી કેરી પણ લઈ શકો છો એ ઓછી ખટાશ વારી હોય છે તેનો પણ છુંદો સારો થાય છે જો તમારે આખું વર્ષ છુંદો રાખવો હોય તો રાજાપુરી જ કેરી લેવાની તેનો છુંદો સારો થાય છે.

2- હવે આ કેરી ને ધોઈ છોલી કાઢીશું, તમે છીણ મોટું પણ પાડી શકો છો નાનું પણ પાડી શકો છો પરંતુ મોટી છીણ નો છુંદો એકદમ સરસ પડતો હોય છે તો હવે છીણી લઈશું એકદમ લાંબી છીણ પાડવાની છે વચ્ચે વચ્ચે તેને બ્રેક નથી કરવાની,તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કેરી બધી છીણી લીધી છે.

3- હવે આમાં ખાંડ નાખીશું ખાંડ તમારે જેટલી કેરી લીધી હોય તેના થી વધારે લેવાની અહીંયા આપણે સવા કિલો કેરી લીધી છે તો દોઢ કિલો ખાંડ લઈશું ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો,હવે તેને ચોવીસ કલાક ઘર માં જ રાખીશું.

4- તેમાં બરાબર ખાંડ ઓગળી જાય તેમાં સેજ પણ ખાંડ નો કણ ના રહેવો જોઈએ ચોવીસ કલાક તેને ઢાંકી ને રાખીશું તેને વચ્ચે વચ્ચે હલાવી ને તેને ઉપર નીચે કરતા રહીશું પછી જ આપણે તડકે મૂકવાની છે.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચોવીસ કલાક થઈ ગયા છે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને પાણી ખૂબ વધી ગયું છે હવે તેને આપણે તડકે મુકીશું તેને તમે ઢાંકણ ઢાંકી ને પણ મૂકી શકો છો અહીંયા આપણે એક કપડું લઈ તેને બાંધી લઈશું આને તડકા માં જ આખો દિવસ રહેવા દઈશું અને રાતે આપણે ઘર માં લઇ લેવાનો એટલે તડકો અને છાયડો બન્ને મળે.

6- આ છુદાં ને લગભગ ચાર થી પાંચ દિવસ મુકીશું જો તડકો વધારે હશે તો પાચ દિવસ માં જ આપણો છુંદો તૈયાર થઈ જશે એક તાર ની ચાસણી થાય અને બધું પારદર્શક થઈ જાય એટલે સમજી જવાનું કે આપણો છુંદો બની ગયો છે આ સ્ટેજ પર જો તમે તડકા છાયા નો છુંદો ના કરવા માગતા હોય તો તમે ગેસ પર કુક કરી ને એક તાર ની ચાસણી થાય પારદર્શક થાય એટલે ઉતારી ને ઠંડુ કરી ને મસાલા તેમાં કરી શકો છો.

7- આ પણ એક વર્ષ સુધી ટકે છે તે પણ ખાવા માં ખૂબ સરસ લાગે છે હવે છુંદા ને આપણે તાપ માં મુકીશું અને જ્યારે તમે તાપે મૂકો અને રાતે લઈ લો બીજા દિવસે તેને ખોલી ને હલાવી ને પછી તેને ઢાંકી ને ફરી મૂકવાનો.આમ રોજ રોજ તેને હલાવવાનો અને મૂકી દેવાનો.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાચ દિવસ થઈ ગયા છે હવે આપણે ચેક કરી લઈએ કે આપણો છુંદો કેવો થયો છે ચાસણી પણ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને છુંદો પારદર્શક થઈ ગયો છે હવે હાથ માં લઈ ચેક કરી લઈશું કે એક થી દોઢ તાર ની ચાસણી થાય છે કે નઈ, જો એક થી દોઢ તાર થાય તો સમજવું કે આપણો છુંદો રેડી છે. એક થી દોઢ તાર ની ચાસણી થશે તો છુંદો કદી પણ બગડશે નહીં.

9- આ છુંદા માં તમે ખારેક અને કાજુ પણ નાખી શકો છો પરંતુ આજે આપણે તિખો બનાવીએ છીએ એટલે બધા મસાલા નાખીશું આમાં આપણે હવે ત્રણ તજ ટુકડા નાખીશું ત્યારબાદ એક નાની ચમચી મરી નાખીશું આ તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો,હવે એક ચમચી શેકેલું જીરું પાવડર નાખીશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.

10- હમેંશા યાદ રાખવાનું છે કે અથાણું હોય કે છુંદો તેમાં કાશ્મીરી લાલ મરચું નાખવું જ જોઈએ તમે તીખું પણ લઈ શકો છો સાથે,હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે તેને દસ મિનિટ ઢાંકી ને રાખી દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર સરસ લાલ આવ્યો છે હવે તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું.હવે દસ મિનિટ થઈ ગઈ છે તો તેને કાચ ની બરણી માં ભરી લઈશું.

11- બરણી માં ભરતા પહેલા ધ્યાન રાખવાનું છે કે એક દિવસ તેને ધોઈ ને કોરી કરી લેવાની છે તેને તડકા માં તપાવી લેવાની છે તમારી બરણી એકદમ કોરી હોવી જોઈએ તો છુંદો આખું વર્ષ સારો રહેશે,ધ્યાન રાખવાનું છે કે કાચ ની બરણી જ હોવી જોઈએ આ છુંદા ને તમે પૂરી,પરાઠા, થેપલા સાથે ખાય શકો છો ખૂબ જ સરસ લાગે છે અને બાળકો નો તો આ ફેવરીટ હોય છે.

12- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બરણી માં ભરી લીધો છે તમે આને જ્યારે ખાવા હોય ત્યારે ખાય શકો છો તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ તડકા છાયા નો છુંદો બની ને રેડી થઈ ગયો છે એકદમ લાલ ચટક બન્યો છે અને ખાટો મીઠો બન્યો છે અને સરસ કુક પણ થઈ ગયો છે આ છુંદા ને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો,બાળકો ને ટિફિન માં આપી શકો છો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *