લોટ બાંધ્યા વગર બનાવો પિઝા – લોટ બાંધવા ની કે વણવા ની ઝંઝટ વગર

આજે આપણે લોટ બાંધ્યા વગર બનાવીશું પીઝા.આપણે લોટ બાંધવાની કે વણવા ની ઝંઝટ વગર જોઈશું,રોજ રોજ નાસ્તા માં શું બનાવવું અને જમવામાં શું બનાવુ એ રોજ ની સમસ્યા છે અને એમાંય જો બાળકો હોય તો એમને કઈક નવું જમવામાં જોઈતું હોય એવા માં લોટ બાંધવાની ઝંઝટ વગર ખૂબ સહેલાઇ થી પીઝા ઘરે બનાવી શકાય.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • મેંદો
  • ઘઉં નો લોટ
  • મીઠું
  • તેલ
  • બેકિંગ પાઉડર
  • દહી
  • છીણેલું ચીઝ
  • ડુંગળી
  • કેપ્સિકમ
  • ટામેટું
  • પીઝા સિઝનીંગ
  • ચીલી ફ્લેક્સ
  • ટમેટો કેચપ

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ મેંદો લઈશું અને એક કપ ઘઉં નો લોટ લઈશું હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું,હવે એક ટી સ્પૂન બેકીંગ પાવડર એડ કરીશું જેથી તમારો પીઝા નો બેઝ ક્રિસ્પી થશે.

2- હવે તેમાં એક ટેબલ સ્પૂન દહીં એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું,હવે તેને સરસ મિક્સ કરી લઈશું હવે આપણે પાણી એડ કરતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું.

3- હવે ધ્યાન એ રાખવાનું છે તેમાં કોઈ ગાઠા ના પડી જાય હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખીરું બહુ પાતળું પણ નથી અને જાડું પણ નથી આપણે મીડીયમ જ બનાવવાનું છે.

4- હવે તેને સરસ મિક્સ કરી લઈશું જેથી તેમાં કોઈ ગાઠાં ના રહે હવે તેને દસ મિનિટ રહેવા દઈશું હવે ત્યાંસુધી તેનું ટોપીંગ રેડી કરી લઈશું,હવે આપણે ૨૦૦ ગ્રામ છીણેલું ચીઝ લઈશું.

5- હવે તેમાં બે થી ત્રણ ડુંગળી સમારી ને એડ કરીશુ,ત્યારબાદ એક કેપ્સિકમ લઈશું ઝીણું સમારી ને,ત્યારબાદ એક ટામેટું ઝીણું સમારેલું લઈશું આપણે બહુ સહેલી રીત થી પીઝા બનાવવાના છે એટલે ટોપીંગ ને સીધું મિક્સ કરી લઈશું.

6- હવે આને હળવા હાથે મિક્સ કરી લઈશું હવે તેમાં થોડા મસાલા એડ કરીશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ તેમાં એક ચમચી પીઝા સિઝનિંગ એડ કરીશું ત્યારબાદ એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો.

7- હવે તમારી પાસે જો ટામેટા સોસ રેડી હોય તો તે એડ કરી શકો છો,આપણે અહીંયા ટામેટા કેચપ એડ કરીશું,આ પીઝા ની રેસિપી બહુ સહેલાય થી બને છે હવે બધું મિક્સ કરી લઈશું,હવે આપણું ટોપિગ રેડી છે,હવે તેને સાઈડ માં મૂકી દઈશું.

8- હવે પીઝા બનાવવાની શરૂઆત કરીશું હવે એક નોનસ્ટિક પેન માં થોડું તેલ લગાવી લીધું છે હવે તેમાં ખીરા ને પીઝા બેઝ ની જેમ પાથરી દેવાનું છે,હવે ધીમા તાપે એક સાઈડ કુક કરી લઈશું.થોડી વાર પછી તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેમાં થોડા થોડા કાણા જોવા મળશે.

9- આને આપણે ધીમા તાપે જ થવા દઈશું અને ઉપર આ રીતે કાણા કાણા આવે અને ઉપર થી જે ભીનાશ છે તે જતી રહે થોડું કોરું થઈ જાય પછી ઉપર થોડું તેલ એડ કરીશું,હવે આને પલટાવી લઈશું.હવે તેની પર જે ટોપીંગ રેડી કર્યું હતું તે મુકીશું.

10- આ બહુ સહેલાય થી બની જતો પીઝો છે અને હેલ્ધી પણ છે હવે તેને ઢાંકીને ને પાચ થી સાત મિનિટ માટે કુક કરી લઈશું હવે તેની પર તમે ફરી ચિલી ફ્લેક્સ પણ ભભરાવી શકો છો.હવે પાચ થી સાત મિનિટ થઈ ગઈ છે જો તમને નીચે બ્રાઉન ના લાગે તો બીજી બે મિનિટ ઢાંકી ને કુક કરી લઈશું.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પીઝા પીરસવા માટે રેડી થઈ ગયા છે આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું આ પીઝા સોસ સાથે ખાય શકો છો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *