ઘરમાં મળી રહેતી સામગ્રીમાંથી બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચિલ્લી પનીર – Restaurant Style Paneer Chilli

આજે આપણે ઘરમાં મળી રહેતી સામગ્રી માંથી બનતી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીલ્લી પનીર બનાવી શું. ચિલ્લી પનીર સૌને પસંદ હોય છે. જો તમે આ જ રીતે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બનશે. તો ચાલો બનાવીએ ઝડપથી ઘરની સામગ્રીમાંથી ચીલ્લી પનીર.

સામગ્રી

  • પનીર
  • કોર્ન ફ્લોર
  • મેંદો
  • કાશ્મીરી લાલ મરચું
  • આદુ
  • લીલા મરચા
  • લસણ
  • ડુંગળી
  • કેપ્સીકમ
  • સોયા સોસ
  • ટોમેટો કેચપ
  • મરી પાવડર
  • વિનેગર
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા 300 ગ્રામ પનીર લઈશું. પનીરને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. ત્યારબાદ બે મોટા કેપ્સીકમ મોટી સાઈઝમાં કટ કરી લઈશું. અને બે ડુંગળીને પણ મોટા ટુકડામાં કટ કરી લઈશું.

2- સૌથી પહેલા એક પેસ્ટ બનાવી દઈશું.હવે એક મોટી ચમચી કાશ્મીરી મરચું લઈશું. તેમાં લગભગ ત્રણથી ચાર ચમચી પાણી એડ કરીશું. હવે તેની પેસ્ટ બનાવી દઈશું. તમારી પાસે ચીલીસોસ ના હોય તો આ રીતે પણ કરી શકો છો.

3- હવે આપણે મિશ્રણ બનાવી દઈશું. હવે આપણે બે ચમચી કોર્ન ફ્લોર લઈશું. ત્યારબાદ બે ચમચી મેંદો લઈશું. હવે સરસ મિક્સ કરી લઈશું. હવે પનીર ને એક મોટી થાળીમાં લઈ લઈશું. પનીર થોડું ભીનું હોવું જોઈએ. આપણો લોટ સરસ કોટ થઈ જાય. સૌથી પહેલાં 3 મોટી ચમચી લોટ નાખી દઈશું.

4- આ રીતે કરવાથી પનીર પર એકદમ સરસ કોટ થઈ જાય છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. હવે પા ચમચી મરી પાવડર નાખી શું.તેનાથી પનીર માં તીખાશ મળે છે.હવે જે આપણે પેસ્ટ બનાવી હતી તે એક ચમચી જેટલી નાખીશું.

5- હવે ફરીથી પનીરને મિક્સ કરી લઈશું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું. હવે એક બાઉલમાં એક મોટી ચમચી કોર્ન ફ્લોર લઈશું.અને ૧/૪ ચમચી જેટલું પાણી નાખીશું.એક પેસ્ટ બનાવી દઈશું.હવે એક પેન મુકીશું.અને તેમાં તેલ લઈશું.

6- આપણે પનીર ને ફ્રાય કરી લઈશું.તેમાં કોટ કરેલા બધા જ પનીર નાખી દઈશું.બધી બાજુ થી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.હવે આપણા પનીર એક બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને બીજી બાજુ પલટાવી દઈશું. હવે આપણા પનીર સરસ ફ્રાય થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તે જ પેનમાંથી વધારાનું તેલ કાઢી લઈશું. 1 મોટી ચમચી જેટલું તેલ રહેવા દઇશું. હવે તેમાં એક નાની ચમચી લસણ નાખી શું.

7- હવે આપણે એક મોટી ચમચી આદુ નાખીશું. હવે તેને ફુલ ગેસ પર સાંતળી લઈશું. હવે તેમાં 2 લીલા મરચાં મોટા સમારીને એડ કરીશું. હવે તેને પણ અડધી મિનિટ માટે સાતળી લઈશું.હવે બે મોટી ડુંગળી મોટા ટુકડા કરી એડ કરીશું. હવે બે મોટા ટુકડામાં કરેલા કેપ્સીકમ નાખીશું. હવે તેને પણ સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠું નાખી શું. જેથી આપણા બધા વેજિટેબલ્સ સોફ્ટ થઈ જાય.

8- હવે આપણે જે મરચાની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું. બધી જ પેસ્ટ નાખી દેવાની છે અને તેને સરસ મિક્સ કરી લઈશું.આ સ્ટેજ પર તમારી પાસે ચીલીસોસ હોય તો તે નાખી શકો છો. હવે આપણે દોઢ ચમચી સોયા સોસ નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા વેજીટેબલ માંથી ધુમાડા નીકળે છે. જ્યારે ચાઈનીઝ બનાવો ત્યારે આ રીતે ફૂલ ગેસ પર જ બનાવવાનું. ત્યારબાદ અડધી નાની ચમચી મરી પાવડર નાખી શું.

9- હવે આપણે ૧/૪કપ ટોમેટો કેચપ નાખીશું. ત્યારબાદ ૧ નાની ચમચી વિનેગર નાખીશું અને બધુ સરસ મિક્સ કરી લઈશું. અને તેને એક મિનિટ માટે કુક કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો તેનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે તૈયાર કરેલી કોર્નફ્લોર ની પેસ્ટ નાખીશું. તરત જ તેને હલાવી લેવાનું છે.

10- હવે આપણે ફ્રાય કરેલું પનીર નાખીશું. બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું.જેથી પનીર પર સરસ કોટ થઈ જાય. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવી ગયો છે.એકદમ સરસ ડ્રાય ચિલ્લિ પનીર બન્યું છે. જો તમારે ગ્રેવીવાળું જોઈએ તો પાણી નાખી શકો છો. હવે આપણે લીલી ડુંગળી નાખી શું. અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પનીર ને સર્વે કરીશું.એકદમ સરસ બન્યું છે.અને ટેસ્ટી બન્યું છે.હવે રેસ્ટોરન્ટ માં કે હોટલ માં પનીર ચિલ્લી ખાવાની જરૂર નથી. તમે ઘરે જ આ રેસિપી થી બનાવી શકો છો. એકદમ રેસ્ટોરન્ટ કરતાં પણ અને હોટેલ કરતાં પણ ટેસ્ટી બન્યું છે. તો તૈયાર છે ગરમા ગરમ ચિલ્લીપનીર તમે જરૂરથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *