ચીઝ બટર મસાલા – ઢાબા અને રેસ્ટોરન્ટ પર ખાવા મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી…

રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ બટર મસાલા:-

• હાલમાં કોરોના મહામારીને લીધે જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ જવું રીસ્કી છે ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય.

• સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ અને આપણે સૌ એ પણ અચૂકથી જાણતા જ હોઈએ છીએ કે હોટલમાં બનેલી રસોઈ આરોગ્ય માટે બહુ જ ખરાબ હોય છે. તો પછી આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.

• આજે હું તમને ચીજ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીજ બટર મસાલાની રેસિપી.

• સામગ્રી :-

  • • ½ ગ્લાસ પાણી
  • • 1 તમાલપત્ર
  • • 1 ટુકડો તજ
  • • 2 લવિંગ
  • • 1 એલાયચી
  • • ૩ સમારેલી ડુંગળી
  • • 3 સમારેલા ટામેટાં
  • • 1 ટુકડો આદુ
  • • 8 કાજુ
  • • 7-8 કળી લસણ
  • • 3 પ્રોસેસ ચીજ
  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી બટર
  • • ½ ચમચી જીરું
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું પાવડર
  • • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • • મીઠું ટેસ્ટ પ્રમાણ
  • • 1 ચમચી ગરમ મસાલો
  • • 1 ચમચી કસ્તુરી મેથી
  • • 1 કપ પાણી
  • • ½ બાઉલ છીણેલું ચીજ
  • • 1 બાઉલ ચીજ ના ટુકડા

• રીત :-

સ્ટેપ 1 :-

એક નોનસ્ટિક પેનમાં ડુંગળી, ટામેટાં, અડધો ગ્લાસ પાણી, એક ટુકડો આદું,કાજુ અને લસણ ઉમેરીશું.અને સાંતળી દઈશું. અને ગેસ ની ધીમી આંચ પર કુક થવા દઈશું.

સ્ટેપ 2 :-

કુક થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા મુકીશું. ઠંડું થઈ જાય ત્યારબાદ મિશ્રણ ને મિક્ષર જાર માં લઈને ક્રશ કરી દઈશું. અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે.

સ્ટેપ 3:-

હવે આપણે આ ગ્રેવી ને વઘારી લઈશું.તો વઘાર માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર લઈશું ગરમ કરવા મુકીશું.

સ્ટેપ 4:-

તેલ ગરમ થાય એટલે એમાં ½ ચમચી જીરું, તમાલપત્ર, તજ,લવિંગ,અને એલચી અને હિંગ નાખીને ગ્રેવી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 5:-

ત્યારબાદ તેમાં ½ ચમચી હળદર,1 ચમચી લાલમરચું પાવડર ,1 ચમચી ધાણાજીરુ પાવડર , સ્વાદ પ્રમાણે મીઠું,1 ચમચી ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.અને એક કપ પાણી ઉમેરીને તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી ને કુક થવા દઈશું.

સ્ટેપ 6:-

ગ્રેવી કુક થઈ જાય ત્યારે એમાંચીઝ ના ક્યુબ અને કસ્તુરી મેથી ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈશું.અને 5 મિનિટ કુક કરીને ગેસ બંધ કરી દઈશું.

સ્ટેપ 7:-

હવે આપણે સવિઁગ બાઉલમાં લઈને સવૅ કરીશું. અને ઉપરથી છીણેલું ચીજ ઉમેરીને ડુંગળી અને ટામેટાં ની સ્લાઈસથી ગાનિઁશ કરીશું. તો મિત્રો રેસ્ટોરન્ટ જેવું જ ખૂબ જ ટેસ્ટી ચીજ બટર મસાલા સબ્જી રેડી છે. મિત્રો તમે પણ આ રેસિપી થી ઘરે જરૂરથી ટ્રાય કરજો.

નોંધ :- ચીજની સાથે ફ્રેશ ક્રીમ પણ નાખી શકાય.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *