ચોરાફળી – ઘરના સભ્યો એક વાર તમારા હાથે બનાવેલી ચોરાફળી ખાશે તો નાગરવાળાની પણ ભૂલી જશે…

ચોરાફળી

ગુજરાતીઓ નું બોવ ફેમસ ફરસાણ એટલે ચોરાફળી. ચોરાફળી તો બધ ને ભાવતી જ હોય છે. અને બધા ના ઘર માં સાંજ ના નાસ્તા માં તો ચોરાફળી હોય જ છે. બાર ની ચોરાફળી કડક હોય તો બધા ખાઈ નથી સગતા. પણ તમે આ રેચીપી ફોલો કરી ને ચોરાફળી બનાવશો તો તે ખુબ જ ટેસ્ટી તેમજ ક્રિસ્પી બનશે. ચોરાફળી ને બનાવવી પણ ખુબ જ સરળ છે. ચોરાફળી દશેરા ઉપર પણ ખુબ જ ખવાય છે. અને દિવાળી તો મઠીયા અને ચોરાફળી ના તેહ્વત તરીકે જ ઓળખાઈ છે. તો દરેક ગુજરાતી ના ઘર માં ચોરાફળી તો બનાવીએ જ છીએ. અને આ ચોરાફળી બાળકો ને પણ ખુબ જ ભાવે છે જેથી એમને લાંચ બોક્ષ માં પણ આપી સ્કાય છે. તપ ચલો બનાવીએ ટેસ્ટી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ ચોરાફળી.

સામગ્રી:

૧ વાડકો અડદ નો લોટ,

૩ વાડકા ચણા નો લોટ,

૧ ચપટી હળદળ,

૧/૨ ચમચી નમક,

તેલ તળવા માટે.

મરચું પાઉડર,

સંચર,

ટમેટો સોસ.

રીત:

સૌપ્રથમ અપડે લઈશું અડદ નો લોટ અને ચણા નો લોટ. અડદ નો લોટ જેટલો પણ લો અનો ત્રણ ગણો ચણા નો લોટ લેવાનો છે. હવે તેમાં અપડે લઈશું ચપટી હળદળ અને નમક.

બધું પ્રોપર મિક્ષ કરી અપડે તેનો લોટ બાંધી લઈશું. લોટ રોટલી ના લોટ થી કડક રાખવનો છે. અને લોટ બાંધી લિયા પછી તે લોટ ને ઢાંકી ને એક કલાક સુધી રાખી દઈસુ.

હવે લોટ પ્રોપર થઇ ગયો છે તો તેને હાથ વડે ખુબ જ ટીપી લઈશું અને તેમાં થી નાના નાના લુવા બનાવી લઈશું. અને તેને પાટલા જેવડા વણી લઈશું. લોટ ને ટીપી લેવાથી તે એકદમ સોફ્ટ થઇ જશે જેથી તેને અપડે તેને સરળતા થી વણી શકીએ.

જેમ જેમ બનતા જાય તેમ તેમ તેને ન્યુઝ પપેર પર મુક્ત જવું જેથી તે સુકાય જાય તેને મોટી પ્લેટ માં પણ અલગ અલગ મૂકી સુકવી શકીએ છીએ. થોવી વાર પંખા નીચે મુકવાથી તે એકદમ સુકાય જાય છે.

હવે જયારે તે સુકાય જાય અને તેને ટાડવાના હોય ત્યારે તેને અપડે પાટલા ઉપર પાછા પાથરી અને ચાકુ કે કટર વડે તેને કટ કરી લઈશું. મેં એમાં લામ્ચોરસ સેપ આપ્યો છે તમે તેને ચોરસ કે કોઈ પણ સેપ માં કાપી શકો છો.

હવે એક પેન માં તેલ ગરમ કરી તેને થોડા થોડા કરી ને તડી લઈશું. તેને ધીમી આંચ ઉપર ટાળવા અને તે ફૂલી જાય એટલે તેને બીજી સાઈડ ફેરવી તડી લેવા.

જેમ જેમ ચોરાફળી તળતી જાય એમ એમ તેને એક મોટા બાઉલ માં કાઢી તેમાં મરચું પાઉડર અને સંચર ઉમેરતા જવું જેથી તે ગરમ હોવાથી તેમાં ચોટી જશે અને આ બને નું કોમ્બેનેસન ચોરાફળી જોડે ખુબ જ સરસ લાગશે.

ચોરાફળી ઠરી જાય એટલે તેને ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી સ્કાય છે. તો તૈયર છે ચોરાફળી જેને ટમેટો સોસ જોડે સેર્વ કરો. અને ચોરાફળી ચા જોડે પણ ખુબ જ સરસ લગે છે.

નોંધ:

ચોરાફળી ને સુકવ્યા બાદ તળસુ તો તે સરસ ફૂલશે અને જલ્દી થી તળાઈ પણ જશે

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *