મમરા માંથી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સ્ટાર્ટર ચીઝ કોર્ન બોલ બનાવવાની રીત

આજે આપણે બનાવીશું મમરા માંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્ટાર્ટર ચીઝ કોર્ન બોલ બનાવવાની રીત.આ વાનગી ખાવા માટે તમે રેસ્ટોરન્ટ માં જાવ છો. પણ અત્યારે રેસ્ટોરન્ટ તો બંધ છે. તો હવે તેનો ઉપાય શું છે. તો આજે આપણે એવી વાનગી શીખીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ હોય અને ઘર માં જ રહેલા બહુ ઓછી સામગ્રી થી બનાવીશું. અને આ વાનગી નું નામ શું છે ખબર છે તમને? ચીઝ કોર્ન બોલ.આ વાનગી આજે આપણે મમરા માંથી બનાવીશું. તમારા બધા ના ઘર માં મમરા હાજર જ છે. તો ચાલો હવે શરૂ કરી દઈએ.


સામગ્રી

  • મમરા
  • લીલા મરચાં ની પેસ્ટ
  • ચાટ મસાલો
  • ચીઝ
  • છીણેલી મકાઈ
  • મરી પાવડર
  • મીઠું
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
  • દહી

રીત

1- હવે એક બાઉલ મમરા આપણે લીધા હતા.અને તેને મિક્સર માં ક્રશ કરી લીધા છે.હવે તેમાં છીણેલી મકાઈ તેમાં એડ કરીશું. આપણે કાચી જ મકાઈ લીધી હતી. તમારી પાસે કેપ્સિકમ હોય તો તે પણ ઝીણા સમારી ને એડ કરી શકો છો.

2- હવે તેમાં અડધી ચમચી મરી પાઉડર નાખીશું. ત્યારબાદ એક ચમચી ઓરેગાનો એડ કરીશું. ત્યારબાદ એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ એક ચમચી મીઠું એડ કરીશું.

3- હવે ક્રશ કરેલા બે લીલા મરચા એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક બાઉલ દહી લઈશું. તેના થી ટેસ્ટ બધું સરસ આવશે. હવે એક ચમચી ચાટ મસાલો નાખીશું.

4- હવે બરાબર મિક્સ કરી લઈશું. અને જરૂર લાગે તો હાથ થી મિક્સ કરી લઈશું. બોલ બને તેવું મિક્સ કરવાનું છે. અને જરૂર લાગે તો દહી થોડું વધારે એડ કરી શકો છો. હવે બોલ્સ વારી લઈશું.


5- તમે આની ટીક્કી પણ બનાવી શકો છો. આપણે અહીંયા બોલ્સ બનાવી લઈશું. હવે બોલ્સ ને આંગળી થી થેપી લઈશું. હવે વચ્ચે થોડું ચીઝ મુકીશું. હવે તેને બંધ કરી લઈશું. અને ફરી થી બોલ વારી લઈશું.

6- હવે આ રીતે બાકી ના બીજા બોલ્સ તૈયાર કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બોલ્સ રેડી થઈ ગયા છે. હવે તેલ માં ફ્રાય કરી લઈશું. હવે બોલ્સ ગોલ્ડન કલર ના થઈ ગયા છે. તો તેને કાઢી લઈશું.

7- તેવી જ રીતે બધા બોલ્સ ફ્રાય કરી લઈશું. રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્ટાર્ટર ચીઝ કોર્ન બોલ તૈયાર થઈ ગયા છે. એ પણ મમરા માંથી.તેને તમે ટામેટા ના સોસ જોડે ખાય શકો છો.તમે પણ ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *