ડિઝાઈનર ઢોકળાં – સાદા ઢોકળા બનાવો છો તો હવે સજાવટ પણ આવી રીતે કરજો બધાને પસંદ આવશે…

ડિઝાઈનર ઢોકળાં

એક જ કાપડમાંથી જો સીધે સીધું સીવીને દરજી આપી દે તો કોઈને ગમતું નથી હોતું પણ એ જ કાપડને જો કોઈ કલાકાર કલાત્મક રીતે કારીગરી કરીને ડિઝાઈન કરીને આપે તો એની માંગ અને મુલ્ય બને વધી જતાં હોય છે.

એવી જ રીતે રસોઈમાં પણ એવું જ હોય છે.

સીઘે સીધી સાદી રસોઈ હવે કોઈને ગળે નથી ઉતરતી હોતી….એટલે માસ્ટર શૅફ રસોઈ પર એમની કલાનો સ્પર્શ આપીને એનું રુપ રંગ સ્વાદ બધું જ બદલી નાખતા હોય છે.ત્યારે એ વાનગી ઉત્તમ સાબિત થઇ જતી હોય છે.

તો આવી જ એક ડિઝાઈનર વાનગી લઈને આવ્યા છે શોભના શાહ….જેમની પાસે રસોઈ ને પીરસવાની એક આગવી કલાસુઝ છે.જેમની પાસેથી શીખીએ.

સામગ્રી….

 • પાલક
 • લીલાં મરચાં
 • લષણ
 • સોજી
 • મીઠું
 • ચાટ મસાલો
 • સાજીના ફુલ
 • દંહી

વધાર માટે….

 • તેલ
 • રાઈ
 • તલ
 • હીંગ
 • લીલા ને લાલ મરચાં
 • લીમડો

બનાવવાની રીત.

સૌ સાફ કરેલી પાલક,લીલા મરચાં,લષણ ને વાટી લો.

હવે એમાં સોજી ઉમેરો.

મીઠું,ચાટ મસાલો,તથા ચપટી સાજીના ફુલ ઉમેરો.દંહી નાખી બધું બરાબર હલાવો.

તૈયાર કરેલા ખીરાને ઢોકળીયામા બાફી લો.

મનગમતા આકાર આપો.

વહે વધાર તૈયાર કરો.

કડાઈમાં તેલ લો.રઈ નાખો.તતડે એટલે લીમડો,લીલા મરચાં,તલ તથા હીંગ નાંખો.

આ તૈયાર કરેલો વધાર ઢોકળા પર રેડો.

બસ તૈયાર છે ગરમાગરમ હેલ્ધી સ્વાદિષ્ટ ઢોકળા.

આપને જરુર ગમશે.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *