પનીર પુલાઉ – ફટાફટ બની જતો અને બાળકોને ડબ્બામાં પણ આપી શકાય એવો પુલાઉ…

એકદમ સરળ અને ફટાફટ બની જાય તેવા હેલ્ધી અને ટેસ્ટી પનીર પુલાઉ, ડિનર કે લંચબોક્સ માં પણ લઇ શકાય. બાળકો ના લંચબોક્સ માટે તો એકદમ પરફેક્ટ રેસિપી છે. તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૨ ચમચી તેલ
  • ૨ ચમચી ઘી
  • ૩ કપ બાફેલા બાસમતી રાઈસ
  • અડધી ચમચી જીરું
  • તમાલપત્ર
  • ૨ તજ ના ટુકડા
  • ૧ જીણું સમારેલું લીલું મરચું
  • ૭-૮ લસણ ની કળી ના ટુકડા
  • ૧ કપ જીણી સમારેલી ડુંગળી
  • અડધી ચમચી મીઠું
  • અડધી ચમચી હળદર
  • ૧ કપ પનીર ના ટુકડા
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • ૧.૫ ચમચી ઘી પનીર ફ્રાય માટે
  • ૨ ચમચી ટોમેટો કેચપ

સૌ થી પેલા એક કડાઈ માં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી ગરમ કરવા મુકવાનું છે , ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું , તમાલપત્ર ૨ તજ ના ટુકડા નાખી દઈ ૫-૧૦ સેકન્ડ સુધી સાંતળી લેવાનું છે.

ત્યાર પછી ૧ જીણું સમારેલું લીલું મરચું અને ૭-૮ લસણ ની કળી ના ટુકડા નાખી દેવાના છે, ૮-૧૦ સેકન્ડ સુધી સાંતળી લેવાના છે . હવે ૧ કપ જીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે , ડુંગળી ને ૩-૪ મિનિટ સુધી મીડીયમ ગેસ પર સાંતળી લેવાની છે.

ત્યાર બાદ તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી હલાવી લેવાનું છે. હવે તેમાં ૧ કપ પનીર ના ટુકડા નાખી દેવાના છે,

ત્યાર બાદ અડધી ચમચી લાલ મરચું પાઉડર નાખી હલાવી લેવાનું છે, ૧.૫ ચમચી ઘી નાખી ધીમા ગેસ પર ૪-૫ મિનિટ સુધી એમનમ રહેવા દો જેથી પનીર માં બધા મસાલા ની ફ્લેવર આવી જાય,. વચ્ચે વચ્ચે હલાવી લેવું.

પછી તેમાં બોઈલ કરેલા રાઈસ નાખી દો , અહીંયા મેં ૩ કપ બોઈલ કરેલા બાસમતી રાઈસ લીધા છે, ત્યાર પછી તેમાં ૨ ચમચી ટોમેટો કેચપ નાખી દો. અને એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. જીણી સમારેલી કોથમીર નાખી ફરી થી મિક્સ કરી લો. બસ તૈયાર છે પનીર પુલાઉ જેને તમે કઢી , દાળ , કે કોઈ પણ રસા વાળા શાક સાથે ખાઈ શકો છો. અને લંચબોક્સ માં પણ પેક કરી શકાય તેવા આ એકદમ સરળ પુલાઉ જરૂર થી બનાવજો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *