ડ્રાયફ્રુટ બિસ્કીટ કુકરમાં – બાળકોને સ્કૂલ આપવા માટે બેસ્ટ નાસ્તો…

ડ્રાયફ્રુટ બિસ્કીટ કુકરમાં

હેલો સખીઓ બાળકો નું વેકેશન પતી ગયું ને. વેકેશન એટલે તો તોફાન-મસ્તી અને ખાવાનું. બાળકો નો વેકેશન નો સમય હોય તો બે જ વસ્તુ દેખાઈ રમવાનું ને ખાવા નું. આખો દિવસ બહાર મળતા વેફર્સ અને બિસ્કીટ પડીકાઓ લાવ્યા કરે . અને તેના થી થતા નુકસાન તો અલગ જ. નાના બાળકો ને મેંદો પચતા પણ વાર લાગે. અને બહાર ના બિસ્કીટ નો મેંદો આતરડા માં જમા થાય છે. જેના લીધે પેટ માં દુખાવો અને બીજા કેટલાક નુકસાન થાય છે.

ઘરે બિસ્કીટ બનાવવા હોય તો ઓવન કે માઇક્રોવેવ ના હોય એટલે ના બનાવી શકીએ. પરંતુ હું આજે લઇ ને આવી છુ બિસ્કીટ ની એક એવી રેસીપી જે કુકર માં તેમજ તમે પેન માં પણ બનાવી શકો. જેમાં આપણે ડ્રાયફ્રુટ તેમજ ચોકો-ચિપ્સ ઉમેરી ને બાળકો ને આપશો તો બહાર ના બિસ્કીટ પણ નહિ ભાવે.

બિસ્કીટ એકદમ સરળ અને જલ્દી થી બની જાય છે. એક વખત ડબ્બો ભરી બનાવી લઈએ તો બાળકો આખું વેકેશન તેને ખાઈ શકે છે. તેમજ બાળકો ને સ્કુલ લંચ-બોક્ષ માં કૈક ટેસ્ટી અને હેલ્ધી આપવું હોય તો આ બિસ્કીટ આપી શકાય. તો ચાલો બનાવીએ સેમ બેકરી સ્ટાઇલ ડ્રાયફ્રુટ બિસ્કીટ.

સામગ્રી:

૧૫૦ ગ્રામ ઘઉં નો લોટ,

૬૦ ગ્રામ ઘી,

૯૦ ગ્રામ દળેલી ખાંડ,

૧૫ ગ્રામ મેંદો (અથવામાં ),

૧૦ ગ્રામ બેકિંગ પાઉડર,

૬૦ ગ્રામ દૂધ,

૨ બાઉલ નમક(બેકિંગ માટે ),

૧/૨ બાઉલ ડ્રાયફ્રુટ, ચોકો-ચિપ્સ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું બધી જ સામગ્રીઓ. બધી જ સામગ્રીઓ પેલેથી ઘર માં હોય એવી જ ઉપયોગ માં લીધી છે. ઉપર ના માપ ગ્રામ માં લખેલા છે. જેથી આપણે પરફેક્ટ બિસ્કીટ બનાવી શકીએ.

તેને બાઉલ ના માપ માં જોવું હોય તો આગળ બતાવ્યા છે.

સામગ્રીઓ માં મેંદો અથવામાં લખ્યો છે. મેંદો ખુબ જ ઓછા પ્રમાણ માં ઉપયોગ માં લીધો છે. જેથી કોઈ નુકસાન ના થાઈ. તો પણ મેંદા ને અવગણી ને બિસ્કીટ બનાવવામાં આવે તો પણ ખુબ જ સરસ બને છે.

હવે પેહલા આપણે કુકર ને ગરમ થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી માં કુકર ગરમ થાય ત્યાં સુધી માં આપણા બિસ્કીટ બની જશે. કુકર ની સીટી કાઢી તેમાં. ૨ બાઉલ જેટલું નમક ઉમેરી કુકર ને ઢાંકી ૧૫ મિનીટ સુધી ગરમ થવા મૂકીદો.

હવે સૌપ્રથમ સામગ્રી માં આપણે લઈશું ઘી. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરીશું. હવે તેને હાથ વડે ૫ થી ૬ મિનીટ સુધી મસળી લેવું. જેથી ખુબ જ સોફ્ટ અને મિક્ષ થાય જશે.

હવે આપણે ઉમેરીશું બેકિંગ પાઉડર. અને ત્યાર બાદ તેમાં ઉમેરીશું ઘઉં નો લોટ. જેટલો પણ ઘઉં નો લોટ લીધો હોય તેનો અડધો જ ઉમેરવો. હવે તેમાં આપણે મેંદો ઉમેરીશું. મેંદો ઉમેરવો જરૂરી નથી. હવે તે બધા જ ને હાથ વડે મિક્ષ કરી લેવું.

હવે તેમાં ઉમેરીશું દૂધ. દૂધ બધું એકી સાથે નથી ઉમેરવાનું. જરૂર મુજબ થોડું થોડું ઉમેરી મિક્ષ કરતા જવું. જેથી ખુબ જ સરસ બની જશે. ત્યાર બાદ તેમાં ઉમેરીશું વધેલો ઘઉંનો લોટ. અને પાછુ દૂધ ઉમેરી તેને હાથ વડે ખુબ જ મસળી લેવું. અને આપણી પાસે ખુબ જ સરસ અને સોફ્ટ બિસ્કીટ નો લોટ તૈયાર થઇ જશે.

હવે આપણે લોટ માંથી નાના નાના લુવા બનાવી લઈશું. ત્યાર બાદ પાટલા પફ્ર થોડો સુકો લોટ છાંટી તેની જાડી રોટલી જેવું વણી લેવું. ત્યાર બાદ બરણી ના ઢાંકણ વડે નાના નાના ગોળ ગોળ બિસ્કીટ કાઢી લેવા.

ત્યાર બાદ કાટા ચમચી ની મદદ થી તેમાં આકા પાળી લેવા. જેથી બિસ્કીટ માં સીઝાઈન પણ બની જશે અને તે સરસ રીતે બેક થઇ જશે.

ત્યાર બાદ તેના પર ખમણેલા ડ્રાયફ્રુટ ને હાથ બિસ્કીટ પર પાથરી. અને દબાવી લો.

અને બાળકો ને ચોકલેટ વધારે ભાવતી હોય છે તો તમે તેમાં ચોકલેટ ના ટુકડા તેમજ ચોકો-ચિપ્સ પણ મૂકી શકો છો.

હવે બિસ્કીટ ચોરસ બનાવવા હોય તો તેને લોટ માં ડ્રાયફ્રુટ ઉમેરી તેને ચોરસ વણી અને તેના કટર વડે કટકા કરી લો.

હવે કુકર પણ ગરમ થઇ ગયું હશે. તેમાં નીચે નમક પાથરી તેના પર એક વાડકો મુકો અને વાડકા ની ઉપર થાળી રાખી થાળી માં બધા જ બિસ્કીટ મૂકીદો.ત્યાર બાદ કુકર ને ઢાંકણ વડે સીટી કાઢી ઢાકીદો. અને ૧૫ મિનીટ સુધી બેક થવાદો

ત્યાર બાદ કુકર માંથી બિસ્કીટ કાઢી સેર્વ કરો. તેને બરણી માં ભરી ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. તો તૈયાર છે. ગોળ તેમજ ચોરસ સેપ ના ડ્રાયફ્રુટ તેમજ ચોકો-ચિપ્સ વાળા બિસ્કીટ.

નોંધ:

આ બિસ્કીટ ને સેમ આવી જ રીતે ઘર માં વપરાતા લોયા(પેન) માં પણ બનાવી શકાય છે.

આ બિસ્કીટ એકલા ઘઉંના લોટ માંથી પણ બનાવી શકાય છે.

ઓવન માં આ બિસ્કીટ બનાવા માટે. પ્રીહીટેડ ઓવન માં ૧૫૦ ડીગ્રી પર ૨૦ થી ૨૫ મિનીટ બેક થવા દેવું.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *