છુટી છુટી ફાડા લાપસી અને ગુજરાતી સ્ટાઇલ મગ બનાવવાની રેસિપી – Chuti Chuti Fada Lapsi Ane Gujarati Mag

આજે આપણે છૂટી છૂટી ફાડા લાપસી અને ગુજરાતી સ્ટાઇલ મગ બનાવવાની રેસિપી જોઈશું.આ ઘર માં દરેક ને પસંદ આવશે.અને તમે લાઈફ માં ક્યારેય નઈ બનાવ્યું હોય તેવા. તમને જોતા જ મોઢા માં પાણી આવી જશે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે

સામગ્રી

  • આખા મગ
  • લવિંગ
  • તજ
  • જીરું
  • રાય
  • ગોળ
  • ઘઉં ના ફાડા
  • હળદર
  • મીઠું
  • મીઠા લીમડાના પાન
  • લાલ મરચું
  • આંબલી નો પલ્પ
  • ડ્રાય ફ્રુટ

રીત


1- આપણે મગ ને આખી રાત પલાળી રાખ્યા હતા.અને આ પાણી ફેકી નથી દેવાનું કારણકે તેમાં વધારે પ્રોટીન છે. હવે આ જ પાણી માં બાફવા ના છે.હવે આ મગ ને એક સીટી વગાડી લઈશું. એક કપ મગ છે જેને આપણે સાત થી આઠ કલાક પલાળી ને રાખ્યા છે.

2- હવે તેને કૂકર માં લઇ લઈશું. આમાં વધારે પાણી નથી નાખવાનું મગ ડૂબે એટલું પાણી નાખવાનું છે.તેની એક જ સીટી મારવાની છે.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.અને થોડી હળદર નાખીશું.હવે તેના એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે કૂકર માં કુક કરી લઈશું.

3- હવે મગ ને કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મગ છુટા છુટા રહ્યા છે.તો ચાલો હવે આપણે વઘાર કરી લઈશું.આ શાક માં વઘાર અલગ હોય છે.હવે એક મોટી ચમચી ઘી લઈશું.હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી રાય નાખીશું. ત્યારબાદ એક ચમચી જીરું નાખીશું. અને બે લવિંગ નાખીશું.ત્યારબાદ બે તજ ના ટુકડા નાખીશું.

4- હવે અડધી ચમચી મેથી નાખીશું. અને બે લાલ મરચાં લઈશું.હવે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં થોડું પાણી નાખીશું.હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે વઘાર થઈ ગયો હવે તેમાં મગ એડ કરીશું.હવે તેમાં થોડું પાણી એડ કરીશું. બસ આમાં આટલું જ પાણી એડ કરવાનું.

5- હવે આમાં એક ચમચી ગોળ નાખીશું. આમાં લીંબુ નો રસ એડ નથી કરવાનો.તેમાં આપણે આંબલી નો પલ્પ એડ કરીશું.મગ તો ચડી ગયા છે.આ રસો જાડો થઈ જાય ત્યાં સુધી તેને કુક કરવાનું.હવે આપણા મગ થઈ ગયા છે. આપણો રસો જાડો થઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

6- હવે ગેસ બંધ કરી દઈશું.હવે આપણે લાપસી બનાવી લઈએ.હવે એક કપ ફાડા લઈશું.જે ઘઉં હોય તેના ટુકડા હોય આ.બજાર માં અલગ અલગ જાત ના ટુકડા મળતા હોય છે. હવે પહેલા આપણે બે મોટી ચમચી ઘી ગરમ કરીશું.હવે તેને શેકવાના છે ગેસ ધીમો જ રાખજો.અને તેને સરસ શેકી લેવાના છે.અત્યારે ફાડા નો કલર બ્રાઉન છે પછી તે વાઇટ કલર થઈ જશે.આને વારંવાર હલાવતા રહેવાનું છે.


7- આપણે આ દરેક પ્રસંગ માં બનાવતા હોઈએ છીએ.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ફાડા વાઇટ થઈ ગયા છે જો આ સરસ સેકાસે તો સરસ છૂટી છૂટી ફાડા લાપસી બનશે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા ફાડા વાઇટ થઈ ગયા છે.અને સુગંધ પણ સરસ આવે છે.હવે આમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું.આ ફાડા પાણી પી જાય પછી ફરી થી થોડું પાણી એડ કરીશું.

8- તેને હલાવતા રહેવાનું છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી પી ગયું છે તો ફરી થી થોડું પાણી એડ કરીશું.હવે ગેસ એકદમ ધીમો કરી દઈશું.અને ઢાંકી ને ધીમા તાપે કુક કરી લઈશું.તે પરફેક્ટ ચડી જાય પછી તેમાં ગળપણ નાખીશું.અત્યારે નથી નાખવાનું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી બધું જ ઉડી ગયું છે.અને ફાડા સરસ ચડી ગયા છે.

9- હવે તેમાં ગોળ ઉમેરી શું.પાણી આપણે જેમ જરૂર પડે તેમ નાખવાનું. જો એક સાથે નાખશો તો તે ગુંદો થઈ જશે.હવે બે ચમચી ગોળ નાખીશું. હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેને ઢાંકી ને કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો ઉપર ઘી છૂટું પડવા લાગ્યું છે. હજુ તેને થોડી વાર રહેવા દઇશું.હવે તેમાં ડ્રાય ફ્રુટ એડ કરી લઈશું.

10- આપણી પાસે બદામ અને કાજુ ને સૂકી દ્રાક્ષ અને પિસ્તા ની કતરણ છે.તે એડ કરીશું.હવે ફરી થી ઢાંકી ને કુક કરી લઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.એકવાર હલાવી લઈશું.ઘી પણ છૂટું પડી ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે ફાડા લાપસી તૈયાર છે હવે ફાડા લાપસી અને મગ સર્વે કરી લઈશું.હવે લાપસી ને થોડા ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરીશું.તો આ રીતે ચોક્કસ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *