ફરાળી ડીલિશ્યસ એપલ ખીર – નોર્મલ ખીર તો તમે રેગ્યુલર ખાતા જ હશો હવે બનાવો આ ફરાળી ખીર અને પરિવાર સાથે આનંદ માણો…

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર :

દરેક ઘરોમાં અવારનવાર બનતી ખીર સરળતાથી બની જતી હેલ્ધી સ્વીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોની પસાંદીદા ખીર ચોખા, સાકર( સુગર )અને દૂધના કોમ્બીમનેશનથી બનતી હોય છે. તેમાં કેશર, એલચી, જાયફળ સાથે કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રાઇસ ઉપરાંત, કોર્ન, ઓટ્સ, પૌંઆ, ઘઊંના ફાડા વગેરેમાંથી પણ ટેસ્ટી ખીર બનાવી શકાય છે. શક્કરીયા, બટેટા,દુધી, મખાના,સાબુદાણા વગેરેમાંથી ફરાળી ખીર બનાવી શકાય છે.

અહીં હું આપ સૌ માટે રબડી જેવા ટેસ્ટની, ફરાળી ડીલિશ્યસ એપલ ખીરની રેસિપિ આપી રહી છું. તેમાં મિલ્ક, મિલ્ક પાવડર, ઘી, એપલ, સુગર, એલચી તેમજ થોડા ડ્રાય્ફ્રુટ્સ ….. જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ખૂબજ સ્વાદિષ્ટ બનાવી છે. આમ ઘરમાંથી જ મળી જતી સામગ્રી અને ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી તેમજ સરળતાથી બની જતી આ ખીર તમે પણ તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. વ્રતના ઉપવાસના ફરાળ માટે કે ઘરે આવેલા ગેસ્ટને જમવામાં સ્વીટ તરીકે સર્વ કરવામાં ખૂબજ સારી રહેશે.

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર બનાવવા માટેની સામગ્રી :

 • 1 એપલ
 • 1 કપ દૂધ
 • ½ કપ મિલ્ક પાવડર
 • 1 કપ પાણી
 • 1 ટેબલ સ્પુન સુગર + 2 ટી સ્પુન સુગર( અથવા તમારા સ્વાદ મુજબ )
 • કાજુના મોટા પીસ – જરુર મુજબ
 • બદામના મોટા પીસ – જરુર મુજબ
 • પિસ્તાના સ્લીવર્સ – જરુર મુજબ
 • 1 ટેબલ સ્પુન ઘી

ગાર્નિશિંગ માટે :

 • એપલની સ્લાઇઝ, પિસ્તાના સ્લીવર્સ અને રોઝ પેટલ્સ
 • ફ્રાય કરેલા થોડા કાજુ-બદામ

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર બનાવવાની રીત:

સૌ પ્રથમ એક બાઉલમાં ½ કપ મિલ્ક પાવડર અને 1 કપ પાણી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ એક પેનમાં 1 કપ દૂધ ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

હવે તેમાં મિલ્ક પાવડર અને પાણીનું બનાવેલું મિશ્રણ ઉમેરી મિક્ષ કરી લ્યો. આ મિશ્રણ સતત હલાવતા રહી ઉકાળો. ઉકળવા માંડે એટલે તેમાં 2 ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી ફ્લૈમ સ્લો કરી લ્યો. ઉકળવા દ્યો. થીક થાય ત્યાંસુધી દૂધનું મિશ્રણ ઉકાળો. તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો. ફ્લૈમ બંધ કરી દ્યો.

ત્યારબાદ બીજા પેનમાં 1 ટી સ્પુન ઘી ગરમ મૂકી તેમાં કાજુ અને બદામના મોટા પીસ પિંક ફ્રાય કરી એક નાના બાઉલમાં કાઢી લ્યો. ઉકળી ગયેલા દૂધમાં ઉમેરી મિક્ષ કરી દ્યો.

હવે એક મિડિયમ સાઇઝનું એપલ લઈ, તેની છાલ તેમજ વચ્ચેનો બીયા વાળો ભાગ કાઢી બાકીનું એપલ ખમણી લ્યો. ( ઘીમાં કૂક કરવા ટાઇમે જ અપલ ખમણવું, અગાઉ રેડી કરવું નહી ).

હવે કાજુ-બદામ ફ્રાય કરેલા પેનમાં વધેલા ઘીમાં ખમણેલું એપલ ઉમેરી મિક્ષ કરી સતત હલાવતા રહી કૂક કરો.

*તેમ કરવાથી તેમાંથી એસિડ રીડ્યુસ થશે. ત્યારબાદ ગરમ દૂધમાં ઉકાળવાથી પણ દૂધ ફાટ્શે નહી.

એપલ ટ્રાંસપરંટ યલો કલરનું થઈ જાય ત્યાંસુધી મિડિયમ સ્લો ફ્લૈમ પર કૂક કરો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન સુગર ઉમેરો. મિક્ષ કરી લ્યો.

સતત હલાવતા જઈ સુગર મેલ્ટ થઈ જાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે એપલના બનેલા આ મિશ્રણને ઉકળેલા દૂધમાં ઉમેરી મિક્ષ કરો.

હવે ફરીથી ફ્લૈમ ચાલુ કરી, મિડિયમ ફ્લૈમ પર 1 મિનિટ ખીર ઉકાળી બરાબર સેટ થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરો.

ફરાળી ડીલિશ્યસ એપલ ખીર રેડી છે. તેને રેફ્રીઝરેટરમાં 30 મિનિટ ઠંડી કર્યા પછી સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે.

સર્વ કરતી વખતે બાઉલમાં કાઢી તેને રોઝ પેટલ્સ, એપલની સ્લાઇઝ, પિસ્તાના સ્લીવર્સ અને ફ્રાય કરેલા થોડા કાજુ-બદામ થી ગાર્નિશ કરો.

એકદમ ઠંડક આપે તેવી હેલ્ધી, ટેસ્ટી, રબડી જેવા ટેસ્ટની ફરાળી ડીલિશ્યસ એપલ ખીર બધાને ખૂબજ ભાવશે. એક્વાર ચોક્કસથી ટ્રાય કરજો. બધાને બહુજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *