ફરાળી મેસુબ બનાવો ફક્ત 10 મિનિટ્સમાં…

મિત્રો, આજે હું આપની સાથે ફરાળી મેસુબ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જે ઈઝી અને ફાસ્ટ બનતી હેલ્થી સ્વીટ છે જે માત્ર 10 થી 12 મિનિટ્સમાં તૈયાર થઇ જાય છે અને તે બનાવવા માટે માત્ર ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે જે આપણા ઘરમાં જ હોય છે.

વાર-તહેવાર હોય કે પછી ભગવાનને ભોગ ધરાવવો હોય આ ફરાળી મેસુબ બેસ્ટ વિકલ્પ છે તો ચાલો બનાવીયે મેસુબ પાક

સામગ્રી :


1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ


1/2 કપ ઝીણું ખમણેલું સૂકું કોપરું


1/2 કપ દળેલી ખાંડ


થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :


સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ મલાઈ નાખવી, કડાઈ જાડા તળિયાવાળી લઈશું. મલાઈની સાથે જ કોપરું અને દળેલી ખાંડ નાખો. બધુ જ બરાબર મિક્સ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી, સતત હલાવતા જ રહેવાનું છે. એક જ દિશામાં હલાવવાથી મેસુબ જાળીદાર બને છે. બધું જ ઘી છૂટું પડી જાય અને કલર સહેજ બ્રાઉનિશ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.


ત્યારબાદ તેલથી ગ્રીસિંગ કરેલી પ્લેટમાં ઢાળી લો. નાનકડા ક્યુબ શેઈપમાં આકા પડી લેવા. મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો. ઠંડુ પડે પછી પીસીસ અલગ કરી લેવા.


તો આ આપણો ફરાળી મેસુબ તૈયાર છે

ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીધેલ મલાઈ પ્રોટીનનો સારો એવો સોર્સ છે અને કોપરમાં ભરપૂર ફાઇબર્સ હોય છે જે આપણી રેસિપીને હેલ્થી તો બનાવે જ છે સાથે ખુબ જ રિચ ટેસ્ટ આપે છે

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *