ફરાળી સાગો (સાબુદાણા) ખીર – ઉપવાસ નહિ હોય તો પણ ખાવાની ઈચ્છા થઇ જશે એવી વાનગી છે…

જુદા જુદા અનેક પ્રકારની ખીર, જુદા જુદા પ્રસંગોપાત ઘર માં બનતી જ હોય છે. તો આ વખતે સાબુદાણા માંથી ફરાળી ખીર બનાવો. ખરેખર સુપાચ્ય એવી આ સાગો ખીર ખૂબ જ સ્વાદિષ્ટ, મિઠાઇ ની ગરજ સારે તેવી બને છે. અનેક ગુણધર્મો ધરાવતી આ સુંવાળી ખીર હેલ્થ માટે ખરેખર ગુણાકારી છે. કેમકે તે એક એવું સ્ટાર્ચ છે કે જેમાં રહેલું કાર્બ માં ઘણુ ગ્લુકોઝ હોય છે તે શરીર માટે શક્તિનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

તેમાં રહેલા એંટિઓસ્કિડંટ અને પ્રતિરોધક સ્ટાર્ચ હ્રદયરોગ માટે નું જોખમ ઘટાડે છે. તે નોન એલર્જિક છે, કેમકે સાબુદાણા ખાવા થી કોઇ પણ જાત ની એલર્જી થતી નથી. ઠંડક આપે છે, તે ડાયજેસ્ટિવ છે, તેનું પાચન ઝડપ થી થાય છે. પેટ નું ફૂલવું, ગેસ અને કબજીયાત થી રાહત આપે છે. તેમાં ફાઇબર ની માત્રા પણ સારા એવા પ્રમાણ માં છે

ફરાળી સાગો (સાબુદાણા) ખીર એનર્જી અને કર્બોહાઇડ્રેટ્સ થી ભરેલ, તંદુરસ્ત આહાર છે. મીઠાઇ છે. જો કે સાબુદાણા માં પોતાનો કોઇ સ્વાદ નથી. તેથી તેમાં કોઇ પણ પ્રકારના મસાલા કે મીઠાશ સારી રીતે ભળી જાય છે. અને અવનવી વાનગીઓ બનાવી શકાય છે. દૂધ માં સાગો – સાબુદાણા, ડ્રાયફ્રુટ, ફ્લેવર-એલચી, કેશર ઉમેરી, ઉકાળી બનાવવામાં આવે છે.

તો તમે પણ આજ થી જ તામારા ફારાળી મેનુ માં સાગો ખીર ઉમેરી દેજો.

ફરાળી સાગો (સાબુદાણા) ખીર માટેની સામગ્રી :

1 કપ સાગો (સાબુદાણા)

1 ટેબલ સ્પુન પાવડર

½ કપ સુગર

10- 15 કાજુ .. બારીક કટકા

10- 15 બદામ. બારીક કટકા

2 ટેબલ સ્પુન મગજતરી ના બી

1 ટેબલ સ્પુન પિસ્તા ની કતરણ

2 કપ ફુલ ફેટ દૂધ +1/2 કપ દૂધ

1 ટેબલસ્પુન ઘી

1 ટી સ્પુન લીલી એલચી નો પાવડર

ફરાળી સાગો (સાબુદાણા) ખીર બનાવવાની રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં 1 કપ સાબુદાણા લઇ પાણી થી ધોઇ નાખો. 2-3 વાર રિપિટ કરો.

ત્યાર બાદ 1 કલાક પાણી માં પલાળો. એક બાજુ ઢાંકી ને રખી મૂકો.

હવે 1 કલાક બાદ – એક થીક બોટમ નું પેન લ્યો. તેમાં 1 ટેબલસ્પુન ઘી મૂકી થોડું ગરમ કરો. બહુ વધારે ગરમ કરવું નહિ.

ગેસ ની ફ્લેઇમ ધીમી રાખવી. ઘી ગરમ થાય એટલે તેમાં 10- 15 કાજુ ના બારીક કટકા અને 10- 15 બદામ ના બારીક કટકા ઉમેરો.

લાઇટ પિંક કલર ના થાય ત્યાં સુધી સોતે કરો.

ત્યાર બાદ તેમાં 2 ટેબલ સ્પુન મગજતરી ના બી ઉમેરી મિક્સ કરી જરા સોતે કરો.

હવે તેમાં 2 કપ ફુલ ફેટ દૂધ ઉમેરો અને બધું હલાવી ને બરાબર મિક્સ કરો.

ત્યારબાદ બીજા એક બાઉલ માં ½ કપ દુધ કે પાણી લો. તેમાં મિલ્ક પાવડર ઉમેરી, લમ્સ ના રહે એ રીતે સરસ મિક્સ કરો.

ધીમી ફ્લેઇમ પર રહેલું દુધ અને ડ્રાયફ્રુટનું મિશ્રણ ઉકળવા લાગે એટલે તેમાં મિલ્ક પાવડરવાળુ મિશ્રણ ઉમેરી દ્યો. મિક્સ કરી પાવડર બરાબર કૂક કરી ઉકાળો.

હવે પાણી માં પલાળેલા સાબુદાણાને ઉકાળતા દૂધ માં ઉમેરી દ્યો. મિક્સ કરી હલાવતા રહો.

ટિપ્સ : દૂધ માં સાબુદાણા ઉકળશે એટલે ટ્રાંસપરન્ટ કલરા ના થઇ જશે અને દૂધ માં ઉપર આવી જતાં દેખાશે. હવે તેમાં ½ કપ સુગર મિક્સ કરો. અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે સુગર ઉમેરી શકો છો.

દૂધ ના મિક્સર ને સારી રીતે ઉકાળો. જેથી સાબુદાણા બરાબર કૂક થઇ ટ્રાંસપરન્ટ થઇ જાય અને બધઉં મિક્સર ખીર જેવું ઘટ્ટ થઇ જશે.

હવે તેમાં 1 ટી સ્પુન લીલી એલચીનો પાવડર ઉમેરો. મિક્સ કરો.

ફ્લેઇમ પર થી નીચે ઉતારી ફરાળી સાગો ( સાબુદાણા ) ખીર ને સર્વિંગ બાઉલ માં ટ્રાંસફર કરો. હવે તેને પિસ્તા ના સ્લિવર્સ અને ફ્રાય કરેલા કાજુ ના ટૂકડા વડે ગાર્નિશ કરો. તમે કેશર દૂધ માં ઓગાળી સાગો ખીર માં મિક્સ કરી કેશર સાગો ખીર બનાવી શકો છો.

હવે ફરાળી સાગો ખીર સર્વ કરવા માટે તૈયાર છે. ગરમ કે ફ્રિઝકોલ્ડ ફરાળી સાગો ખીર સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *