લીલી હળદર નો હલવો – શાક અને અથાણું તો બનાવતા હશો એકવાર આ હલવો બનાવી જુઓ…

હવે ઠંડીની શરુઆત થઈ રહી છે.બજારમાં બઉ સરસ લીલી હળદર પણ મળવાનું ચાલુ થઈ ગયુ છે. એમાંથી આપણે શાક, અથાણું બનાવી એ છે. તો આજે કઇક નવું ટ્રાય કરીએ.આજે આપણે બનાવીશું લીલી હળદર નો હલવો….

હળદર તો કોઈપણ દુખાવો, શરદી, ખાસી, ઘણી બધી બીમારીઓમાં દવા નું કામ કરે છે…. તો હળદર નો ઉપયોગ તો કરવો જ જોઇએ…

સામગ્રી:

૧૦૦ ગ્રામ – લીલી હળદર

૫૦ ગ્રામ – ખાંડ

૧/૪ કપ – ઘરની મલાઈ

૧/૨ કપ- મિલ્ક પાવડર

૧ ચમચી – ઈલાયચી પાવડર

૨ ચમચી – ઘી

૧/૪ કપ – કાજુ

રીત :-

સૌ પ્રથમ બધી વસ્તુ ભેગી કરવી.

૨- એક પૅન માં ઘી ગરમ મુકવું. તેમાં કાજુ ને તળી લેવા.

૩- લીલી હળદર ને છીણી લેવી….અને બે ચમચા ઘી લેવું

૪- હવે આ ઘી માં છીણેલી હરદર લઈ તેમાં સિજવા દેવી.

૫- હળદર થોડી રંધાય પછી ખાંડ નાખી થોડી વાર થવા દેવી.

૬- હવે બીજું પૅન લઈ તેમાં મલાઈ અને મિલ્ક પાવડર નાંખવુ.

૭- સરખું મિક્સ કરી માવા જેવું તૈયાર કરવું….

૮- હવે ખાંડ મિક્સ કરેલી લીલી હળદર વારા પૅન માં મિશ્રણ તૈયાર છે તે મિક્સ કરવું…. પછી ૨ મિનિટ માટે થવા દેવું.

૯- હવે તળેલા કાજુ મિક્સ કરવા….

૧૦- ટેસ્ટી ટેસ્ટી લીલી હળદર નો હલવો સરવિંગ પ્લેટ માં લઈ કાજુ થી સજાવી સર્વ કરવું.

તો તૈયાર છે એકદમ હેલ્દી લીલી હળદર નો હલવો…

મિત્રો તમને મારી આ રેસિપી ગમી છે કે નહીં તે અચૂક થી જણાવશો……જેથી કરીને મને આવી હેલ્દી રેસિપિ આપવા માટે ઉત્સાહ રહે….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *