ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Gujarati Famous Farsan Khandvi At Home

આજે આપણે ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું.ખાંડવી નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ એકલું સરસ ફરસાણ છે મોઢા માં મૂકતા જ ઓગળી જાય અને ખાંડવી કોને ના ભાવે.ખાંડવી બનાવીએ ત્યારે મિશ્રણ માં ગઠાં પડી જાય છે,આપણે ફટાફટ ખાંડવી બનાવી લઈશું એટલે તમે આ વીડિયો જોઈ ને તમે પણ ચોક્કસથી ઘરે બનાવો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ચણા નો લોટ
  • લીલા ધાણા
  • તેલ
  • તલ
  • રાઈ
  • હીંગ
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • છાસ
  • મીઠું

રીત

1- સૌથી પહેલા આપણે તેનું મિશ્રણ તૈયાર કરી લઈશું,આપણે એક કપ ચણા નો લોટ લઈશું તેની સામે અઢી કપ છાસ થોડી ખટાશ પડતી લેવાની છે હવે તેમાં મીઠું એડ કરીશું,ત્યારબાદ અડધી ચમચી હીંગ એડ કરીશું.

2- હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું,હવે બધું મિક્સ કરી લઈશું, આમાં ગઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે,આ માપ ખાસ ધ્યાન રાખજો એક કપ લોટ લો તો અઢી કપ છાસ લેવાની છે તો તમારી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે.

3- હવે મિશ્રણ ને કુક કરી લઈશું જ્યારે આપણે કુક કરતા હોય ત્યારે ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે પહેલા તો વાંધો નઈ આવે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે.

4- આ મિશ્રણ ને સતત હલાવતા રહેવાનું છે.હવે આ સ્ટેજ પર તમારે ગેસ બંધ કરી દેવાનો છે હવે સરસ રીતે આને મિક્સ કરી લઈશું. અને એવું લાગે તો ફરી થી ગેસ ચાલુ કરી લેવાનો.

5- આ મિશ્રણ ને હજુ થોડું ઘટ્ટ કરવાની જરૂર છે.તો ગેસ ચાલુ કરી સતત હલાવતા રહીશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે મિશ્રણ એકદમ સરસ તૈયાર થયું કે નઈ તે કઈ રીતે આપણ ને ખબર પડે? જોઈ લઈએ.

6- આપણે મિશ્રણ માં ચમચી મુકીશું જો ઊભી રહે તો સમજી લેવાનું કે મિશ્રણ તૈયાર થઈ ગયું છે.મિશ્રણ આટલું જ ઘટ્ટ રાખવાનું છે જો આના થી વધારે ઘટ્ટ કરશો તો ખાંડવી માં ગઠા પડી જશે હવે ખાંડવી ને સ્પ્રેડ કરી દઈશું.આપણે પ્લેટફોર્મ પર પણ સ્પ્રેડ કરી શકીએ છીએ,કોઈ પાટલા પર પણ સ્પ્રેડ કરી શકીએ છીએ અત્યારે આપણે પાટલા પર કરીશું.

7- આપણે જ્યારે ખાંડવી સ્પ્રેડ કરીએ ત્યારે નીચે કોઈ તેલ કે ઘી નથી લગાવવાનું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડવી એકદમ સરસ સ્પ્રેડ થઈ ગઈ છે જો આ રીતે તમે મિશ્રણ તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ ખાંડવી તૈયાર થશે.હવે તમારે બહાર થી લાવવાની જરૂર નહી પડે આ રીતે તમે ઘરે બનાવી શકશો.

8- હવે ખાંડવી સરસ સ્પ્રેડ થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેને કટ આપી દઈશું,જેથી આપણે રોલ બનાવીએ ત્યારે ઈઝી પડે હવે ખાંડવી ને ઠંડી થવા દઈશું હવે રોલ વાળી લઈશું. એકદમ સરસ રોલ વળી ને તૈયાર થઈ ગયા છે.

9- આ રીતે કટ કરવાથી ખાંડવી નો સેપ એકદમ સરસ આવે છે હવે સૌથી પહેલા આપણે લાલ મરચું છાંટી લઈશું હવે વઘાર રેડી કરી લઈશું, તો એક ચમચી તેલ લઈશું,ત્યારબાદ એક ચમચી રાઈ એડ કરીશું,ત્યારબાદ એક ચમચી તલ એડ કરીશું,હવે વઘાર તેની પર એડ કરીશું.

10- જ્યારે પણ ખાંડવી નો વઘાર કરતા હોય ત્યારે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પ્રમાણ માં તેલ નથી લેવાનું નઈ તો ખાંડવી તેલ વારી થઈ જશે.હવે તેમાં લીલા ધાણા નાખીશું,હવે ગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ ખાંડવી તૈયાર થઈ ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.એકદમ ઈઝી રીત છે તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *