ખટમીઠો મેથંબો – લાંબો સમય સ્ટોર કરી શકાય એવું ચટાકેદાર અથાણું – Khatti Meethi Kachi Keri no Methambo

આજે આપણે બનાવીશું ખટમીઠો મેથંબો જોઈશું.ગુજરાત નું વઘાર્યું અને મહારાષ્ટ્ર નો મેથંબો. દેખાવ માં સરખા ભલે રહ્યા પણ બને છે અલગ અલગ અને આની રેસિપી યુનિક છે અને આ મેથંબા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી ને રાખી શકો છો અને બનાવવા માં ખુબ સહેલો છે તો ચાલો આપણે જોઈ લઈએ.

સામગ્રી

  • તેલ
  • લાલ મરચું પાવડર
  • કાચી કેરી
  • આચાર મસાલો
  • મીઠું
  • રાઈ
  • મેથી ના દાણા
  • આખા ધાણા વાટેલા
  • બ્રાઉન સુગર
  • હીંગ
  • હળદર

1- સૌથી પહેલા આપણે એક પેન લઈશું તેમાં દોઢ ચમચી તેલ લઈશું તેને આપણે ગરમ થવા દઈશુ ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી આખા ધાણા વાટી લીધા છે તે એડ કરીશું.

2- આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આમાં જરૂર થી એડ કરજો. હવે અડધી ચમચી આખા મેથી ના દાણા એડ કરીશું,પણ રાઈ તતડે પછી જ એડ કરીશું જેથી મેથી ના દાણા બળી ના જાય.

3- હવે આપણે ચપટી હિંગ એડ કરીશું હવે બે કેરી ને છોલી ને ટુકડા કરી લીધા છે તે એડ કરીશું ગેસ આપણે ધીમો જ રાખીશું,અહીંયા તમે ઓછી ખટાશ વારી કેરી નો ઉપયોગ કરો તો ગોળ નો ઉપયોગ ઓછો થશે.

4- કેરી ને દસ થી પંદર મિનિટ માટે ઘણા લોકો તેને મીઠું લગાવી ને રાખે છે જેથી કરી ને તેનું પાણી છૂટી જાય અને પછી તે જલ્દી ચડી જાય પણ અહીંયા આપણે એવું કંઈ કર્યું નથી.તમે આ રીતે બનાવશો તો પણ ખૂબ ઓછા ટાઈમ માં બને છે.

5- હવે આપણે તેમાં અડધી ચમચી હળદર નાખીશું,આપણે ગેસ ને ધીમો જ રાખીશું,જેથી કેરી એકદમ બળી ના જાય હવે તેમાં આપણે મીઠું એડ કરીશું આપણે અહીંયા મીઠું બવ જ ઓછું એડ કર્યું છે કારણકે આપણે મેથિયા નો મસાલો એડ કરીશું તેમાં પણ મીઠું આવે છે.

6- હવે આને પાચ થી સાત મિનિટ માટે ઢાંકી ને થવા દઈશું,જ્યાં સુધી કેરી અધકચરી ચડી ના જાય,તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી અધકચરી ચડી ગઈ છે કેરી ને ચડતા વાર નથી લાગતી એટલે તેને વધારે રાખવાની જરૂર નથી, હવે તેમાં તમે ગોળ પણ એડ કરી શકો છો.

7- હવે આપણે અહીંયા બ્રાઉન સુગર એડ કરીશું.તમે ખાંડ પણ એડ કરી શકો છો,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ નું સરસ પાણી છૂટી ગયું છે અને તેની ચાસણી થવા લાગશે તેને ખુલ્લું જ પકવા દેવાનું છે,હવે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

8- હવે પાચ થી સાત મિનિટ માં ચાસણી સરસ તૈયાર થઈ જાય એટલે તેને ચેક કરી લઈશું આપણે એક તાર ની ચાસણી બનાવવાની છે જેથી કરી ને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો, તેને તમારે ફ્રીઝ માં ના સ્ટોર કરવું પડે, તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાસણી સરસ બની છે.

9- હવે આપણે ચેક કરી લઈશું કે પાકી થઈ છે કે નઈ એક ચમચી લઈશું સેજ ચાસણી લઈ લઈશું સેજ ઠંડી થાય એટલે બે આંગળી વચ્ચે જોઈ લઈશું કે તેમાં એક તાર થયો છે કે નઈ,તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ સરસ એક તાર ની ચાસણી થઈ ગઈ છે આને બનતા વધુ વાર નથી લાગતી.

10- હવે આપણે ગેસ બંધ કરી દઈશું બાકી ના મસાલા આપણે આ મિશ્રણ ઠંડુ થાય પછી જ એડ કરવાના છે જેથી કરી ને મરચા નો કલર છે તે કાળો ના પડી જાય અને ખૂબ જ સરસ તેનો કલર પણ આવે અને સ્વાદ પણ આવે.

11- હવે ગેસ બંધ કરી દઈશું હવે તેને થોડું ઠંડું થવા દઈશું હવે આ ઠંડુ થઇ ગયું છે હવે બાકી ના મસાલા એડ કરીશું,હવે તેમાં ત્રણ ચમચી આચાર મસાલો એડ કરીશું, ત્યારબાદ જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે એક ચમચી લાલ મરચું પાવડર નાખી શકો છો.

12- હવે આને સરસ મિક્સ કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે સ્વાદિષ્ટ મેથંબો તૈયાર છે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે બહુ જલદી બની જાય છે અને તમે પૂરી જોડે કે,પરાઠા જોડે, રોટલી જોડ,ખાખરા જોડ પણ ખાય શકો છો.આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આને તમારે ફ્રીઝ માં સ્ટોર કરવાની જરા પણ જરૂર નથી તમે તેને બહાર જ રાખી શકો છો.આ રીતે આપણે એક કાચ ની બરણી માં ભરી લઈશું અને આપણો સરસ ચટાકેદાર ખાટો મીઠો મેથંબો તૈયાર છે તો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *