ઇન્સ્ટન્ટ ખાટી- મીઠી ચટણી – ઢોકળાં, સમોસા, કચોરી, પકોડા અને કટલેટ સાથે સાથે ચાટ અને ભેળનો સ્વાદ પણ ડબલ કરી દેશે.

ઘણીવાર એવું બનતું હોય કે ઢોકળાં,ફરસાણ કે ચાટ બનાવ્યા હોય અને આમલી- ખજૂર ચટણી બનાવનો ટાઈમ ના હોય ત્યારે તમે 10 જ મિનિટ માં આ ચટણી બનાવી ને તમારો પ્રોબ્લેમ દૂર કરી શકશો.

આમ પણ આ ચટણી ઢોકળાં, સમોસા, કચોરી, પકોડા અને કટલેટ માં તો બહુ જ સરસ લાગે છે સાથે સાથે ચાટ, ભેળ માં પણ એટલી જ સારી લાગે છે.

ચાલો ખૂબ સરળ અને સાવ ઓછી સામગ્રી થી બનતી ઇન્સ્ટન્ટ ખાટી- મીઠી ચટણી બનાવીએ.

સામગ્રી:-

૨ કપ પાણી

1 ચમચો આમચૂર

1/4 ચમચી શેકેલો જીરુ નો પાવડર

1/4 ચમચી વરિયાળી નો પાવડર

1/ 4 ચમચી સંચળ પાવડર

1 ચમચી સુકવેલા ટોપરા નો ભૂકો કે તાજા ટોપરનું છીણ

3 ચમચા ગોળ

1 ચમચી ખાંડ

1 ચમચી ઝીણી સમારેલી કોથમીર

મીઠું અને મરચું સ્વાદ અનુસાર

ચપટી ગરમ મસાલો

રીત:-


સૌ પ્રથમ સૂકું ટોપરા નું છીણ અડધી મિનીટ કડાઈ માં શેકી ને જુદું મૂકી દો.


હવે એક કડાઈ માં પાણી લો. તેમાં આમચૂર, સંચળ, જીરા નો ભૂકો, વરિયાળી નો ભૂકો, મીઠું , મરચું, ગોળ, ખાંડ અને ગરમ મસાલો મિક્સ કરી ને ગરમ કરવા મૂકી દો .. સતત હલાવતા રહો. 3-4 મિનિટ થાય અને બરાબર ઉકળી જાય અને ટોપરું ઉમેરી ફરી 1 મિનિટ હલાવો.. ગેસ બંધ કરો અને કોથમીર ઉમેરી ને મિક્સ કરો.

ઠંડી થાય એટલે તમને ગમતાં ફરસાણ જોડે સર્વે કરો.

નોંધ:-

તમને ભાવે તો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો.

ચટણી તમને ગમતી હોય એટલી પાતળી કે ઘટ્ટ રાખી શકો.

ખટાશ માટે આમચૂર અને ગાળાશ માટે ગોળ તમે વધુ કે ઓછું તમારા સ્વાદ મુજબ કરી શકો છો.

જ્યારે ગેસ બંધ કરશો પછી ચટણી થોડી વધુ ઘટ્ટ થશે એટલે તમારે તમારી પસંદ ની ઘટ્ટ કરવા થોડા સમય પહેલાં જ ગેસ બંધ કરશો નહિ તો બહુ જ ઘટ્ટ બની જશે.

જો વધુ ઘટ્ટ થઇ જાય તો ગરમ પાણી ઉમેરી ને ફરી થી એક વાર ઉકાળી લો.

જો તમને ખાંડ ના ઉમેરવી હોય તો ગોળ વધુ ઉમેરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *