ક્લાસિક વેજ પનીર પરાઠા – બાળકોને રોજ નવું શું બનાવી આપવું, તો આજે બનાવો આ પરાઠા…

આજ કાલ બાળકો ને પૌષ્ટિક ભાવતું જ નથી, રોજ કાઇ નવુ નવુ જોઇએ પીત્ઝા પાસ્તા, નુડલ્સ વગેરે જેવા જંક ફૂડ રોજ ખાવા કંઈ સારા છે? એમાંય લીલા શાકભાજી નુ નામ પડતાં તો બાળકોના નાક નુ ટેરવું ચઢી જાય .પણ આપણે પણ મમ્મી હો….

બાળકો ને પૂરતુ પોષણ મળી રહે તે માટે ફળો અને શાક ભાજી કેમ ખવડાવવા એ મમ્મી નું મોટા માં મોટું ટાસ્ક હોય છે,પિત્ઝા બર્ગર પાસ્તા આ બધું તો હોશે હોંશે ખાશે પણ જો શાક રોટલી આપો તો તરત પેટ માં દુઃખવા નું બહાનું તૈયાર. મારા ઘર માં રોજ ની આ સ્ટોરી ચાલુ જ રહે. પરંતુ માં આખરે માં જ હોય કેમ પણ કરી ને બાળકો ને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ખવડાવવું એના રસ્તા કાઢી જ લે છે,હુ પણ આવું જ કઈ ને કંઈ વિચાર્યા જ કરતી હોઉં,

રોજ એક પ્રશ્ર્ન હોય મમ્મી આજ તું શુ સ્પેશીયલ બનાવીશ અમારા માટે? શાક ભાજી ખવડાવવા માટે રોજ કોઈ ને કોઈ નવી વાનગી ઓ વિચારવી પડે જ….. તો

આજે હું બનાવીશ ક્લાસિક વેજ પનીર પરાઠા, એ બનાવવા માટે શું જોઈશે એ નોંધી લો.

1- પનીર100g

2- લાલ,લીલાં, પીળાં શિમલા, એક એક નંગ

પરપલ કોબી- 100gm,

લીલું લસણ એક થી બે ચમચી

કોથમીર.


લીલાલસણ ને બદલે તમે સુકા લસણ ની પેસ્ટ બનાવી ને નાંખી શકો છો, પરપલ કોબી ને બદલે લીલી કોબી પણ નાંખી શકો છો. શાક નુ માપ તમે ઓછુ વધતુ કરી શકો છો.

3 – આ . બધું શાક ધોઈ લેવુ અને તેને બારીક સમારી લેવુ સાથે પનીર પણ ખમણી લેવુ જો બહાર થી ના લેવુ હોય તો ઘરમાં પણ બનાવી શકાય છે

4- એક બાફેલુ બટેટુ લઇ તેને પણ ખમણી લો. તેમા થોડો ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું ને થોડા બારીક સમારેલા મરચાં નાખીને પૂરણ તૈયાર કરો, તમે જે શાક બાળકો ને પસંદ હોય તે નાખી શકો છો. જેવા કે ફણસી, વટાણા, ગાજર વગેરે. આ પરાઠા ને વધારે સ્વાદિષ્ટ બનાવવા ચીઝ પણ નાંખી શકો.

5 -ત્યાર પછી પરાઠા નો લોટ બાંધો. બને ત્યાં સુધી મેદા નો ઉપયોગ ન કરવો ઘંઉ ના લોટ નો જ ઉપયોગ કરવો .

લોટ બાંધવા ની રીત –

ઘંઉ નો લોટ 3 કપ,

તેલ 2-3 ચમચી,

મીઠું સ્વાદ મુજબ આ બધી સામગ્રી મિક્સ કરી પરાઠા નો સોફ્ટ લોટ બાંધી લો,


5 – હવે નાની નાની પૂરીઓ વણી તેમા પૂરણ ભરી નાના નાના પરાઠા વણી ને રેડી કરી લો.


ત્યારબાદ બટર કે ઘી મૂકી ગુલાબી રંગ ના શેકી લો.હવે તેને વચ્ચે થી કટ કરી ગરમા ગરમ લીલી ચટણી ને સોસ સાથે પીરસો. પછી જુઓ બાળકો કેવા ગપાગપ ખાઇ જાય છે!!.. આજ મેં બનાવ્યા હવે તમે પણ જરૂર બનાવજો અને કેવા બન્યા છે એ ફીડબેક આપવાનુ ભૂલતા નહી. ફરીથી આવીશ એક નવી ઈન્ટરેસ્ટિંગ વાનગી લઈને.

રસોઈની રાણી : અલ્કા જોષી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *