શું તમે ફેફસાંના કેન્સરના જોખમ હેઠળ છો ? જાણીલો વિગતવાર માહિતી…

શું તમે ફેફસાંના કેન્સરના જોખમ હેઠળ છો ?

દર વર્ષે 1.6 મિલિયન એટલે કે 16 લાખ લોકો લંગ કેન્સર એટલે કે ફેફસાંના કેન્સરના કારણે મૃત્યુ પામે છે. પણ જો તમે એવું વિચારતા હોવ કે તે માત્ર વધારે પડતું ધૂમ્રપાન કરતા હોય તેમને જ થાય છે તો તમે ખોટા છો.

તાજેતરમાં નોરર્વેમાં થયેલો નોર્વેજિયન-ગ્રીક અભ્યાસ કે જેમાં 65000 20થી 100 વર્ષની વય વચ્ચેના નોર્વેજિયનોએ ભાગ લીધો હતો અને આ અભ્યાસ 16 વર્ષ લાંબો ચલાવવામાં આવ્યો હતો. આ અભ્યાસ દ્વારા ફેંફસાના કેન્સરના પાક્કા જોખમી પરિબળો ઓળખવામાં આવ્યા છે.

2011માં કરવામાં આવેલો અલાર્ગે અમેરિકન અભ્યાસ દર્શાવે છે કે સતત 30 વર્ષ સુધી રોજની 20 સિગારેટ પીતા લોકો પર કરવામાં આવેલું કમ્પ્યુટર ટોમોગ્રાફી સ્ક્રિનીંગ જીવન બચાવી શકે છે, પણ જોખમમાંના ધૂમ્રપાન કરતાં 70 ટકાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

પણ સીટી સ્કેન મોંઘુ હોવાથી અને તેનો બીનજરૂરી ઉપયોગ ન કરી શકાય કારણ કે વારંવારના નાના રેડિએશન સમય જતાં નુકસાનકારક સાબિત થાય છે માટે સંશોધકોએ એવા સાધનની શોધ કરી છે કે જેના દ્વારા ઉચ્ચ જોખમ હેઠળના લોકોને ઓળખી શકાય.

94 ટકા સ્મોકર્સ

આ રીસર્ચ સાથે જોડાયેલા નોર્વેના કેટલાક ડોક્ટરોએ 120000 લોકોનો હેલ્થ ડેટા ભેગો કર્યો છે. અને તેના પર અભ્યાસ કર્યા બાદ છેવટે ત્રણ વર્ષ બાદ તેમને જાણવા મળ્યું છે કે લંગ કેન્સરના નિદાનવાળા 94 ટકા દર્દીઓ સ્મોકર્સ હતા અથવા તો એક્સ-સ્મોકર્સ હતા.

જો કે બાકીના છ ટકા કે જેમણે જીવનમાં ક્યારેય ધૂમ્રપાન નથી કર્યું તેમના ફેફસાના કેન્સર થવા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

વધારામાં, તેમને જાણવા મળ્યું છે કે ફેફસાના કેન્સરના 21 ટકા કેસો 55 વર્ષની નીચેની ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે. જે લોકોએ 20 વર્ષથી ઓછા સમયગાળા દરમિયાન દિવસની 20 સિગારેટ્સથી ઓછું ધૂમ્રપાન કર્યું છે તેવા 36 ટકા કેસો છે.

સાત જોખમી પરિબળો

આ સંશોધન દ્વારા મળેલા પરિણામો દ્વારા સંશોધન ટીમ જોખમના કેટલાક પરિબળો ઓળખી શકી છે.
આ સંશોધન ગૃપે એક કેલ્ક્યુલેટર પણ બનાવ્યું છે જેના દ્વારા તમે આવનારા 6 કે 16 વર્ષમાં ફેફસાનું વ્યક્તિગત જોખમ કેટલું છે તે કેલ્યુલેટ કરી શકો છો. આ કેલ્ક્યુલેટર તમને ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

તારવવામાં આવેલા આ પાંચ જોખમ પરિબળો તો ખુબ જ જાણીતા છે.

    • વધતી ઉંમર
    • પેક-યર્સ (એટલે કે તમે કેટલા વર્ષ સુધી દિવસની 20 સિગારેટ્સનું ધૂમ્રપાન કર્યું તે)
    • રોજની તમે કેટલી સીગારેટ પીવો છો (ઘણા વર્ષો સુધી રોજની થોડી સિગારેટ પીવી તે થોડા વર્ષો માટે રોજની વધારે સિગારેટો ફૂંકવા કરતાં વધારે જોખમી છે)
    • છેલ્લે તમે સિગારેટ્સ પીવાનું ક્યારે છોડ્યું (સમય પર જોખમનો આધાર છે)
    • બોડી માસ ઇન્ડેક્સ (BMI; જો તમારું BMI નીંચુ હશે તો તમને જોખમ વધારે હશે)

  • નવા બે પરિબળો ઉમેરવામાં આવ્યા છેઃ
  • રોજનો નિયમિત કફ (જોખમ વધારે છે)
  • દિવસના કેટલા કલાક તમે ઇમારત અંદરના ધૂમાડાથી ઘેરાયેલા રહો છો. (જોખમ વધારે છે)

આમ સીધી કે આડકતરી રીતે જોખમી ધૂમાડાના સંપર્કમાં આવવાથી તમને ફેફસાના કેન્સરનું જોખમ રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *