ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ઠંડો ફ્રૂટ કસ્ટર્ડ – Summer Special Fruit Custard At Home

આજે જોઈશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ઠંડો ફ્રૂટ કસ્ટર્ડ. ઉનાળા માં ભૂખ ઓછી લાગતી હોય છે ઠંડા ઠંડા પીણા પીવાની ઈચ્છા થતી હોય છે અને ફ્રૂટ પણ ખૂબ જ પસંદ આવતા હોય છે તો ચાલો શરૂ કરી દઈએ.

સામગ્રી

  • સફરજન
  • કેળા
  • કસ્ટર્ડ પાવડર
  • ખાંડ
  • લીલી દ્રાક્ષ
  • દાડમ ના દાણા
  • બદામ અને કાજુ
  • દૂધ

રીત

1- અહીંયા આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે એક લીટર દૂધ ને ઉકળવા મૂકી દઈશું તમે કોઈ પણ દૂધ લઇ શકો છો તો આપણે દૂધ ને સતત હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ના જાય અને એક ઊભરો આવે ત્યા સુધી તેને હલાવતા રહીશું.

2- હવે દૂધ ઉકળે છે ત્યાંસુધી આપણે કસ્ટર્ડ પાઉડર નું એક મિશ્રણ તૈયાર કરી લઈશું તેના માટે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે કસ્ટર્ડ પાઉડર લઈ લઈશું.તમે કોઈપણ કંપની ની લઈ શકો છો તેમાં થી આપણે ત્રણ મોટી ચમચી પાવડર લઈશું.

3- હવે તેને મિક્સ કરવા માટે એક કપ ઠંડુ દૂધ લઈશું હવે તેને સરસ મિક્સ કરી લઈશું હમેશા યાદ રાખવાનું છે કે કસ્ટર્ડ પાઉડર ને ઠંડા દૂધ માં જ પલાળવાનું છે નહી તો તેમાં ગાઠા પડી જશે.

4- અહીંયા આપણે વેનીલા ફ્લેવર્સ નો લઈશું તમે કોઈપણ ફ્લેવર્સ લઈ શકો છો હવે તેને સાઈડ માં મૂકી દઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ સરસ ઉકળવા લાગ્યું છે હવે તેને બે મિનિટ માટે ઉકાળી લઈશું દૂધ થોડું ઘટ્ટ થઈ જાય ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અહીંયા આપણે ખાંડ એડ કરીશું.

5- હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ સરસ ઓગળી ગઈ છે તો હવે જે કસ્ટર્ડ પાઉડર ને દૂધ માં ભેળવી ને રાખ્યો હતો તેને હવે મિક્સ કરી લઈશું હવે ધ્યાન રાખવાનું છે કે તેને એકસાથે નથી મિક્સ કરવાનું તેને થોડું થોડું એડ કરીશું અને હલાવતા રહીશું.

6- હવે થોડી વાર માં જ આપણું કસ્ટર્ડ ઘટ્ટ થઈ જશે ધીરે ધીરે આપણે બધું કસ્ટર્ડ નાખી દીધું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો તેને સતત હલાવતા રહેવાનું છે આ સ્ટેજ પર તેને સેજ પણ છોડવાનું નથી તમારું કસ્ટર્ડ એટલું ઘટ્ટ હોવું જોઈએ કે તમારો ચમચો કોટ થઈ જવો જોઈએ.

7- જ્યારે આપણે ફ્રૂટ સલાડ કસ્ટર્ડ નું પ્રમાણ ઓછું હોય છે અને દૂધ નું પ્રમાણ વધારે હોય છે એટલે થોડું પાતળું હોય છે પરંતુ આજે આપણે ફ્રૂટ કસ્ટર્ડ બનાવીએ છીએ એટલે તે થોડું ઘટ્ટ હોય છે હવે ગેસ બંધ કરી દઈશું હવે કસ્ટર્ડ ઠંડુ ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું નઈ તો ઉપર મલાઈ જામી જશે એટલે એકદમ બરાબર ઠંડુ થવા દઈશું.

8- હવે તેને પાચ થી છ કલાક માટે ફ્રીઝ માં મૂકી દઈશું આ કસ્ટર્ડ ઠંડુ થાય એટલે એક બાઉલ માં કાઢી ને ફ્રીઝ માં મૂકી દઈશું અને જ્યારે તે ઠંડુ થઇ જસે પછી તેમાં ફ્રૂટ નાખીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સતત હલાવતા ઠંડુ થઈ ગયું છે અને કેટલું ઘટ્ટ થઈ ગયું છે હજુ ફ્રીઝ માં જસે એટલે થોડું ઘટ્ટ થશે.

9- હવે એક બાઉલ માં લઈ લઈશું હવે તેને પાચ થી છ કલાક માટે ફ્રીઝ માં મૂકી દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાચ થી છ કલાક રાખ્યા બાદ એકદમ ઠંડું થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે હવે તેમાં આપણે ફ્રૂટ નાખીશું.

10- અહીંયા આપણે પાચ જાતના ફ્રૂટ લઈ લીધા છે સીઝન માં જે ફ્રૂટ મળતા હોય તે લઈ શકો છો ફ્રૂટ ને જ્યારે તમે ખાવાના હોય ત્યારે જ એડ કરવાના પહેલે થી તમે કાપી ને રાખશો તો ફ્રૂટ કસ્તર્ડ કાળુ પડી જશે અને કડવું પણ થઈ જશે હવે ફ્રૂટ માં અડધો કપ લીલી દ્રાક્ષ લીધી છે ત્યારબાદ એક કેળુ લીધું છે તેને નાના ટુકડા માં કટ કરી લીધું છે

11- હવે અડધું સફરજન લીધું છે તેની છાલ કાઢી ને નાના ટુકડા કરી લીધા છે ત્યારબાદ કેરી લઈશું એક નાની કેરી લઈ લીધી છે તેને નાના ટુકડા માં કટ કરી લીધી છે ત્યારબાદ દાડમ ના દાણા લઈ લીધા છે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે અને ખાવા માં પણ સરસ લાગે છે.

12- આપણે અહીંયા ડ્રાય ફ્રુટ લઈ લીધા છે તેમાં બદામ અને કાજુ લઈ લીધા છે તેને નાના ટુકડા માં કટ કરી લીધા છે આ તમને પસંદ હોય તો તમે નાખી શકો છો હવે બધા ફ્રૂટ આપણે કસ્ટર્ડ માં નાખી દઈશું પહેલા આપણે કેળા નાખીશું ત્યારબાદ દાડમ ના દાણા નાખીશું ત્યારબાદ સફરજન નાખીશું ત્યારબાદ પાકી કેરી નાખીશું ત્યારબાદ લીલી દ્રાક્ષ નાખીશું ત્યારબાદ કાજુ અને બદામ નાખીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

13- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે તમે સાંજે ડિનર માં કે લંચ માં કારણકે ગરમી ખૂબ જ પડતી હોય છે કઈ પણ ખાવાનું મન નથી થતું હોતું તો આવું ઠંડુ ઠંડુ ખાય લેશો તો આ એક ફૂલ મિલ્ક તરીકે થઈ જશે બધું જ એનર્જી આપશે અને ફૂલ પેટ પણ ભરાય જશે તો તૈયાર છે ફ્રૂટ કસ્ટર્ડ.તો હવે તેને સર્વે કરી લઈશું.

14- હવે એક બાઉલ માં કાઢી લઈશું આ એકદમ ફ્રૂટ થી ભરેલું કસ્ટર્ડ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે જેને તમે મન થાય ત્યારે ખાય શકો છો હવે તેને ગાર્નિશ કરી લઈશું હવે તેમાં થોડા દાડમ ના દાણા નાખી લઈશું હવે તેમાં લીલી દ્રાક્ષ નાખીશું ત્યારબાદ તેમાં થોડા કાજુ અને બદામ ના ટુકડા નાખીશું અને કેરી નાખી તેને ગાર્નિશ કરી લઈશું તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *