રેસ્ટોરન્ટ સ્ટાઇલ રૂમાલી કરારી રોટી બનાવવાની રીત – Restaurant Style Rumali Roti…

આજે આપણે નાના બાળકો ની મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રૂમાલી કરારી રોટી બનાવવાની રીત જોઈશું રૂમાલી રોટી તમે ઘણી વાર ખાધી હશે પણ રુમાલી કરારી રોટી ખાધી છે? નથી ખાધી તો ચાલો આજે આપણે બનાવી લઈએ.

સામગ્રી

  • ઘઉં નો લોટ
  • મીઠું
  • બટર
  • ઘી
  • લાલ મરચું
  • ચાટ મસાલો
  • લીલા ધાણા
  • મેંદો
  • તેલ

રીત

1- પહેલા આપણે લોટ બાંધી લઈશું તેના માટે અડધો કપ ઘઉં નો લોટ લઈશું અને અડધો કપ મેંદો લઈશું મેંદો નાખવાથી તેનો કલર સારો આવે છે આટલા લોટ માંથી બે કરારી રોટી બનશે.

2- હવે એક મોટી ચમચી તેલ લઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું,હવે તેલ અને મીઠા ને બન્ને સરસ મિક્સ કરી લઈશું હવે લોટ તેલ અને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી લઈ રોટલી જેવો લોટ બાંધી લઈશું.

3- હવે લોટ બંધાય ગયો છે,લોટ ને એક થી બે મિનિટ મસળી લઈશું હવે લોટ માં થોડું તેલ એડ કરીશું,તેને પંદર મિનિટ માટે રહેવા દઈશું,હવે લોટ ને જોઈ લઈશું પંદર મિનિટ થઈ ગઈ છે લોટ સરસ આપણો થઈ ગયો છે હવે આમાં થી ત્રણ સરસ ભાગ કરી લઈશું.

4- તમે જો મોટી મોટી કરારી રોટી બનાવવા માગતા હોય અને તમારી પાસે મોટી કડાઈ હોય તો તમે બે પણ બનાવી શકો છો અને ત્રણ પણ બનાવી શકો છો હવે આને મેંદા માં જ ડસ્ટ કરી લઈશું મોટી પાતળી એવી રોટી વણવાની છે.

5- તમારી કડાઈ જે સાઈઝ ની હોય તે સાઈઝ ની તમે બનાવી શકો છો,જો રોટલી જાડી હશે તો ક્રિસ્પી નઈ બને, જેથી રોટલી પાતળી જ કરવાની,હવે તમે ધ્યાન રાખજો કે કડાઈ એલ્યુમિનીયમ જ હોવી જોઈએ,અને તેને એકદમ ધીમા તાપે શેકવાની હોય છે.

6- હવે ગેસ ચાલુ કરી કડાઈ ને ઉંધી મૂકી દઈશું,જેથી તે ગરમ થઇ જાય, હવે થોડું બટર લઈ લગાવી લઈશું, જેથી આપણી રોટલી ચોંટી ના જાય અને ધ્યાન રાખવાનું છે કે ગેસ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ નથી રાખવાનો, આપણે કડાઈ ને ઘી થી ગ્રીસ કરી લીધી છે હવે તેને થોડી ગરમ થવા દઈશું.

7- ઉંધી કડાઈ થી આપણે કોઈ દિવસ કામ નથી કરતા એટલે દાજી જવાનો ડર લાગે છે એટલે હમેશાં બે કે ત્રણ કપડાં રાખવાના હોય છે હવે આખી રોટલી ને કડાઈ પર સેટ કરવાની છે ગેસ આપણે ધીમો રાખીશું તેને દબાવી દબાવી શેકી લેવાની હોય છે.

8- હવે એક વખત પલટાવી લઈશું, હવે બીજી બાજુ પલટાવી લઈશું,હવે તેને ક્રિસ્પી થવા દઈશું એ વાત નું ધ્યાન રાખવાનું છે કે રોટલી તમારી પાતળી વણાવી જોઈએ અને એકદમ ધીમા તાપે તેને શેકવાની છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લગભગ આઠ મિનિટ થઈ ગઈ છે.એ વાત નું ધ્યાન રાખવાનું છે કે અંદર થી બળે નહી અને ક્રિસ્પી કરવાની છે.

9- હવે કરારી રોટી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને કડાઈ નો સેપ પણ લઈ લીધો છે હવે તેને કાઢી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેને એક બાઉલ માં કાઢી લઈશું હજુ ઠંડી થશે તો હજુ ક્રિસ્પી થશે હવે આ જ રીતે બાકી ની બધી બનાવી લઈશું.

10- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બની છે ને એકદમ પાપડ જેવી કરારી રોટી,આ તમે એમનેમ પણ ખાય શકો છો ચા સાથે, કોઈપણ વસ્તુ સાથે સારી લાગે છે,હવે તેના પર થોડું બટર લગાવી લઈશું આ અથાણા સાથે પણ ખાય શકો છો,હવે તેના પર લાલ મરચું ભભરાવી લઈશું હવે તેની પર ચાટ મસાલો ભભરાવી લઈશું.

11- હવે તેની પર લીલા ધાણા નાખીશું, ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે એકદમ સરસ રૂમાલી કરારી રોટી તો બની છે ને ? એકદમ જોરદાર રુમાંલી કરારી રોટી,આ તમે બાળકો ને આપશો તો એકદમ પાપડ જેવી રોટી તરતજ ખાય લેશે.તો તમે જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *