બાજરી મેથીના તીખા અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બાજરી મેથી ના તીખા અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. અવનવી રેસિપી શીખવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલ, તમે અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકશો મારી ચેનલ.

1-સૌથી પહેલા આપણે ગળ્યા પુડલા બનાવીશું.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • ગોળ

રીત-

1- સૌથી પહેલાં ગળ્યા પુડલા નું બેટર બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ લઈશું. ત્યારબાદ એક ગોળ લઈશું. ગોળ ને પહેલા પાણીમાં પલાળી દઈશું.હવે ગોળ સરસ ઓગળી ગયો છે. તે પાણી ઘઉં ના લોટ માં નાખવાનું છે.

2- હવે ઇડલી અને ઢોસા નુ ખીરુ હોય છે તેનાથી થોડું પાતળું બનાવીશું. જો જરૂર પડે તો થોડું પાણી એડ કરીશું. હવે થોડું પાણી એડ કરીશું. ધીરે ધીરે પાણી એડ કરીશું જેથી તે પાતળું ના થઈ જાય. આ તમે બ્રેકફાસ્ટમાં આપી શકો છો અથવા ટિફિનમાં પણ આપી શકો છો.

3- હવે બેટર થોડું ઘટ્ટ છે તો ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું છે.હવે થોડું ફેટી લઈશું.હવે આપણું બેટર તૈયાર છે. હવે તેને છથી સાત કલાક રેસ્ટ આપવાનું છે.

4- હવે ગળ્યા પુડલા બેટર તૈયાર થઈ ગયું છે તો તેમાં એક ચમચી સીંગતેલ નાખીશું. તમે ઘી પણ નાખી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે તવી ગરમ થઈ ગઈ છે.તો તેમાં થોડું ઘી મુકીશું.હવે થોડું બેટર લઈ પુડલા બનાવી લઈશું.

5- હવે તેને પલટાવી દઈશું. અને હલકું પ્રેસ કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આ પ્રમાણે બધા જ ગળ્યા પુડલા તૈયાર કરી લઈશું.

2- હવે આપણે તીખા પુડલા નો બેટર તૈયાર કરીશું.

સામગ્રી

  • બાજરીનો લોટ
  • ચણાનો લોટ
  • ઘઉંનો લોટ
  • આદુ મરચાની પેસ્ટ
  • જીરું પાવડર
  • મીઠું
  • હિંગ
  • હળદર
  • સીંગતેલ
  • ઘી
  • લાલ મરચું પાવડર
  • મેથી

રીત-

1- તીખા પુડલા નું બેટર તૈયાર કરવા માટે એક કપ બાજરીનો લોટ. જેટલો બાજરીનો લોટ તેટલો ચણાનો લોટ લઈશું. ત્યાર બાદ અડધો કપ ઘઉંનો લોટ લઈ લઈશું. ત્યારબાદ એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું.

2- ત્યારબાદ એક ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું. અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ ચપટી હિંગ ઉમેરી શું. ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી શું.

3- હવે પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે તેને હલાવી લઈશું. હવે તેમાં થોડું ફરીથી પાણી ઉમેરી શું. ત્યારબાદ એક કપ મેથી નાખીશું. તે પણ તેમાં એડ કરીશું. હવે બે થી ત્રણ કલાક રેસ્ટ આપી દઈશું.

4- હવે તીખા પુડલા નું પણ બેટર તૈયાર થઈ ગયું છે તો તેમાં પણ એક ચમચી તેલ નાખી લઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે તવી ગરમ થઈ ગઈ છે.તો તેમાં ઘી મુકીશું. તમે ચાહો તો મોટા ઉતારી શકો છો. પણ અહીંયા આપણે નાના નાના ઉતાર્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે જાળી પડી છે તેનું કારણ એ.કે આપણે તેને બે થી ત્રણ કલાક સુધી રહેવા દીધું હતું.

5- જો તમે તરત ને તરત કરશો તો જાડી નહીં પડે. આ તમે સવારે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો. હવે પુડલો તૈયાર થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે ગરમા ગરમ પુડલા. ગળ્યા પુડલા અને બાજરા મેથી ના પુડલા. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *