ઇન્સ્ટંટ રોઝ આલમન્ડ સેવૈયા – ફેસ્ટીવલમાં કે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય તેવી યમ્મી સેવૈયા…

ઇન્સ્ટંટ રોઝ આલમન્ડ સેવૈયા :

ઘઉંમાંથી બનતી અને માર્કેટમાં દરેક સ્ટોર્સમાં ખૂબજ સરળતાથી મળી રહેતી પાતળી –જીણી ( વર્મીસેલી )સેવમાંથી રોઝ આલ્મંડ સેવૈયા સ્વીટ તરીકે બધાની ખૂબજ ફેવરીટ છે. ખાસ કરીને હોલીના તહેવારમાં તેમજ ઇદના તહેવારમાં પણ બનાવવામાં આવતી હોય છે. આમ તો તેમાં પૌંવા કે રાઇસ ફ્લોર ઉમેરીને ઘટ્ટ બનાવવામાં આવતી હોય છે. પરંતુ અહીં મેં ઇંસ્ટંટ રોઝ આલમંડ સેવૈયા બનાવી હોવાથી એ સમયને બાદ કરીને માત્ર ફુલફેટ મિલ્ક બોઇલ કરીને આ સેવૈયા બનાવી છે. આમેય મિલ્કમાં સેવ બોઇલ થવાથી જલ્દીથી ઘટ્ટ બની જાય છે.

મેં અહીં ફેસ્ટીવલમાં કે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય તેવી, થોડી થીક, ક્રીમી અને રેફ્રેશિંગ એવી રોઝ અને આલમન્ડ સાથે પિસ્તા, કાજુ અને કીશમીશ ઉમેરીને ખૂબજ રીચ ટેસ્ટવાળી ઇન્સ્ટંટ રોઝ આલમન્ડ સેવૈયાની રેસિપિ આપી છે, તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોકકસથી પાર્ટી અને ફેસ્ટીવલમાં ગેસ્ટને સર્વ કરજો.

ઇન્સ્ટંટ રોઝ આલમન્ડ સેવૈયા બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ઘઉંની જીણી સેવ ( વર્મીસેલી )
  • 2.5 કપ ફુલ ફેટ મિલ્ક
  • 2 ટેબલ સ્પુન ઘી
  • 3 ટેબલ સ્પુન સુગર
  • 3-4 એલચીનો પાવડર
  • ¼ કપ આલમન્ડ – બારીક કાપેલા
  • 2 ટેબલ સ્પુન ક્રશ્ડ કાજુ
  • 8-10 ફાડા કાજુ
  • 10-12 કીશ મિશ
  • 2 ટેબલ સ્પુન પિસ્તાના સ્લીવર્સ
  • 7-8 આખી રોઝ પેટલ્સ
  • 15-20 રોઝ પેટલ્સ – બારીક કાપેલી
  • 8-10 ડ્રોપ્સ રોઝ મિક્ષ- કલર અને એસેંસ મિક્ષ

ઇન્સ્ટંટ રોઝ આલમન્ડ સેવૈયા બનાવવાની રીત :

સૌ પ્રથમ એક પેન લઇ તેમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરો. ત્યારબાદ સ્લો ફ્લૈમ પર રાખી તેમાં 1 કપ વર્મીસેલી ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) નાની નાની કાપીને ઉમેરો. ઘી સાથે મિક્ષ કરો. સ્લો ફ્લૈમ પર બદામી કલરની થાય ત્યાં સુધી રોસ્ટ કરો.

હવે તેમાં ક્રશ કરેલા અને થોડા આખા કાજુ ઉમેરી તેની સાથે રોસ્ટ કરી લ્યો.જેથી કાજુની ક્ચાશ ના રહે. સાથે બદામા ના સ્લિવર્સ પણ ઉમેરી રોસ્ટ કરો જેથી સરસ અરોમા આવશે.

ત્યારબાદ તેમાં 2.5 કપ ફુલફેટ મિલ્ક ઉમેરી મિક્ષ કરો. 3-4 મિનિટ સતત હલાવતા રહી બોઇલ કરો. હવે તેમાં પિસ્તા ઉમેરી 1 મિનિટ બોઇલ કરો.
ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી 2 મિનિટ કૂક કરો. સરસ સ્મુધ થઇ જશે અને સેવૈયા સરસ ક્રીમી અને ઘટ્ટ થઇ જશે. હવે તેમાં એલચીનો પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.સાથે તેમાં 8-10 ડ્રોપ્સ રોઝ મિક્ષ- કલર અને એસેંસ મિક્ષ કરી લ્યો.

ઉપરથી થોડા પિસ્તાના સ્લીવર્સ અને રોઝની બારીક કાપેલી પેટલ્સ સ્પ્રિંકલ કરો. તેનાથી રોઝ ની અરોમા એનહાંસ થશે.

હવે એક સર્વિંગ બાઉલમાં બનાવેલી ઇંસ્ટંટ રોઝ આલ્મંડ સેવૈયા ઠંડી કે ગરમ ડીઝર્ટ તરીકે સર્વ કરો. કાપેલા રોઝ પેટલ્સ, પિસ્તા અને બદામ થી ગાર્નિશ કરો.

ખૂબજ જલદી બની જતી, હેલ્ધી, ક્રીમી, સ્મુધ અને રીફ્રેશિંગ ઇંસ્ટંટ રોઝ આલ્મંડ સેવૈયા રેડી છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *