ચીઝ ગાર્લિક લોચો… – સુરતનો લોચો મીસ કરી કરી રહ્યા છો? આ રીતે ઘરે જ બનાવો બહુ સરળ રીત છે.

ચીઝ ગાર્લિક લોચો….

લોચો એ સુરતની ખુબજ ફેમસ ડીશ છે. સુરતીઓની લોકપ્રિય આ ડીશ હવે દરેક લોકોની પ્રિય બની ગઈ છે. સુરતમાં અનેક પ્રકારના લોચો મળે છે. જેમકે ઇટાલિયન લોચો, બટર લોચો વગેરે …અહી હું ખુબજ સ્વાદિષ્ટ એવા ચીઝ ગાર્લિક લોચોની રેસીપી આપી રહી છું. જે બાળકો અને યન્ગ્સ માટે તો હોટ ફેવરીટ છે. ઉપરાંત તેમાં ગાર્લિક હોવાથી મોટા લોકોને પણ ખુબજ માફક આવશે.

આ લોચોમાં ચીઝ, ગાર્લિક, કોથમરી, બટર વગરે ઉપરથી લગાવીને ખુબજ ટેસ્ટી બનાવવામાં આવે છે. લોચોનો સ્પેશીયલ મસાલો તેના પર સ્પ્રીકલ કરીને ખાવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. ચીઝ ગાર્લિક લોચો બનાવવાની અહી હું ખુબજ સરળ રીત આપી રહી છું, તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ઘરે બનાવજો.

ચીઝ ગાર્લિક લોચો બનાવવા માટેની સામગ્રી :

  • ૩ કપ ચણાની દાળ
  • ૧/૪ કપ અડદની દાળ
  • ૧/૪ કપ પૌઆ
  • ૨ ચમચી દહી
  • ઓઈલ – પ્લેટ ગ્રીસ કરવા માટે
  • ૧ પેકેટ ઈનો
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પુન હિંગ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ૧/૨ લેમનનો જ્યુસ
  • ૨ ટેબલ સ્પુન લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ
  • ૨ ટેબલ સ્પુન ઓઈલ – ખુરુંમાં ઉમેરવા માટે
  • ચીઝ – જરૂર મુજબ
  • જરૂર મુજબ લસણની અધકચરી કરેલી પેસ્ટ
  • મેલ્ટેડ બટર – જરૂર મુજબ
  • કોથમરી – બારીક સમારેલી
  • સોલ્ટ – જો બટર સોલ્ટ વગરનું હોય તો ઉમેરવું

લોચા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી અને રીત :

  • ૧ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું
  • ૧ ટી સ્પુન ગરમ મસાલો
  • ૧ ટી સ્પુન મરી પાવડર
  • ૧ ટી સ્પુન ચાટ મસાલો
  • ૧ ટી સ્પુન સચળ પાવડર

રીત : ઉપરની બધી સામગ્રી એક બાઉલમાં લઇ સ્પુન વડે એકદમ સરસ મિક્ષ કરી લોચો માટે નો મસાલો બનાવી લ્યો.

આ મસાલો સ્પ્રીંકલ કરવાથી જ લોચોનો રીઅલ ટેસ્ટી ટેસ્ટ આવશે. તો આ મસાલો ચોક્કસથી બનાવવો.

લોચો માટેનું ખીરું બનાવવાની રીત :

સૌ પ્રથમ ચણાદાળ અને અડદની ફોતરા વગરની વ્હાઈટ દાળને ૨-૩ વાર પાણીથી ધોઈ લેવી. ત્યારબાદ તેને પાણીમાં ૪-૫ કલાક માટે પલાળી રાખવી. ૨ ટે સ્પુન દહી ઉમેરવું.

૪-૫ કલાક બાદ તેમાં પૌઆ અને જરૂર મુજબ સોલ્ટ ઉમેરી, તેને એકદમ ફાઈન ગ્રાઈન્ડ કરી લેવી. એક બાઉલમાં કાઢી લ્યો. બરાબર ફિણીને ઢાંકીને ગરમ જગ્યાએ ૫ – ૬ કલાક આથો લાવવા માટે રાખી દ્યો.

૫-૬ કલાક બાદ તેમાં સરસ આથો આવે ગયો હશે. તેમાં સ્પુન ફેરવીને એકવાર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ૧/૨ ટી સ્પુન હળદર પાવડર, ૧/૨ ટી સ્પુન લાલ મરચું પાવડર, ૧/૨ ટી સ્પુન હિંગ અને ૨ ટેબલ સ્પુન લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ અને ૨ ટેબલ સ્પુન ઓઈલ ઉમેરી મિક્ષ કરી લ્યો. જરૂર પડે તો સોલ્ટ ઉમેરો.

હવે એ દરમ્યાનમાં એક બાઉલ લઇ તેમા જરૂર મુજબ મેલ્ટેડ બટર, જરૂર મુજબ લસણની અધકચરી કરેલી પેસ્ટ અને બારીક સમારેલી કોથમરી ઉમેરો. જો પ્લેઈન વ્હાઈટ બતર લીધેલું હોય તો તેમાં થોડું સોલ્ટ ઉમેરો. હવે આ બધી સામગ્રી મિક્ષ કરી એક બાજુ રાખો.

ત્યારબાદ તેમાં ૧ પેકેટ ઈનો ફ્રુટસોલ્ટ ઉમેરો. તેના પર ૧/૨ લેમનનો જ્યુસ ઉમેરો. મિક્ષ કરી લ્યો. આ ખીરું થોડું પાતળુ રાખવાનું હોય છે તેથી તેમાં ૧/૨ કપ જેટલું પાણી ઉમેરો. જરૂર પડે તો વધારે પાણી ઉમેરી શકાય. હવે સ્પુન વડે સરસથી ફીણી લ્યો.

હવે સ્ટીમરમાં પાણી ગરમ મૂકો. વરાળ નીકળે એટલે પ્લેટમાં ઓઈલ ગ્રીસ કરીને મૂકો. હવે તેમાં મસાલો કરેલ ખીરાનું પાતળું લેયર કરો. ( ખમણ જેવું જાડું નહી )

હવે સ્ટીમર ઢાકીને ૬-૭ મિનીટ સ્ટીમ કરો. ( વધારે ટાઈમ નહી ). હવે ઢાંકણ ખોલીને લોચો ની પ્લેટમાં બટર, લસણ અને કોથમરીનું બનાવેલું મિશ્રણ બ્રશ વડે લગાવી દ્યો. તેના પર તમારા ટેસ્ટ મુજબ ચીઝ ખમણી લ્યો. તેના પર બનાવેલો લોચો માટેનો મસાલો સ્પ્રીકલ કરો.

ત્યાર બાદ ફરી સ્ટીમરનું ઢાકણ બંધ કરી ૧ મિનીટ લોચો સ્ટીમ કરી તરતજ પ્લેટ બહાર કાઢી લ્યો. તેમ કરવાથી સરસ સુવાળો લોચો રેડી થઇ જશે. અને ચીઝ પણ સરસ મેલ્ટ થઇ જશે.

હવે ગરમાગરમ ચીઝ ગાર્લિક લોચો રેડી છે. તવેથા વડે સર્વીગ પ્લેટમાં થોડો ચીઝ ગાર્લિક લોચો કાઢી સર્વ કરો. તેના પર ફરીથી થોડી ખામણેલી ચીઝ, કોથમરી અને લોચો મસાલો સ્પ્રીકલ કરી સર્વ કરો. સાથે ગ્રીન ચટણી અને કેચપ સર્વ કરો.

ખુબજ ટેસ્ટી, હેલ્ધી, ગરમા ગરમ લોચો નાના મોટા બધાને ખુબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારા રસોડે ચોક્કસ થી બનાવીને બધાને ખવડાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *