ગુજરાતી સ્ટાઇલ ભરેલા પરવળનું શાક બનાવવાની યુનિક રેસિપી – Gujarati Style Bharela Parwad Shaak

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ભરેલા પરવળ નું શાક બનાવવાની યુનિક રેસીપી જોઈશું. પરવળ નું શાક ઘણા ને બોરિંગ લાગતું હોય છે નથી ભાવતું હોતું. પણ જો આ રીતે પરવળ નું શાક બનાવીશું તો ટેસ્ટી બી લાગશે.અને જો રોટલી ને રસ મળી ગયું ઉનાળા માં તો મજા આવી જાય. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.


સામગ્રી

  • ચણા નો લોટ
  • પરવળ
  • મીઠું
  • હળદર
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું
  • ગરમ મસાલો
  • ગોળ
  • તલ
  • સીંગ દાણા નો ભુક્કો
  • કોપરા નું છીણ
  • આમચૂર પાવડર
  • જીરું
  • હીંગ

રીત

1- સૌથી પહેલા આપણે અહીંયા લગભગ સાત પરવળ લીધા છે.તેને સરસ ધોઈ લીધા છે તેને ઉપર થી અને નીચે થી ડીટીયા કાઢી લઈશું.અને તેને છોલી લઈશું.આ રીતે બધા જ છોલી લઈશું.અને ત્યારબાદ તેને વચ્ચે થી એક કટ કરી લઈશું.

2- હવે જે અંદર ના ભાગ નું ગર કાઢી લઈશું.તેને ફેંકવાનું નથી તેને યુઝ કરીશું. હવે આ રીતે બધા જ પરવળ કાઢી લઈશું.હવે આપણે બધા પરવળ કટ કરી ને રેડી કરી લીધા છે અને જે અંદર નું ગર છે તેને ફેંકવાના નથી કારણકે તેમાં વધારે પ્રોટીન રહેલું છે.


3- હવે જે વચ્ચે નો ભાગ કાઢી ઓ હતો તેને એક બાઉલ માં લઇ લઈશું. હવે આપણે સ્ટફિંગ રેડી કરીશું.હવે એક પેન લઈ લઈશું.તેમાં એક મોટી ચમચી ચણા નો લોટ લઈશું.તેને ધીમા ગેસ પર શેકી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ નો કલર બદલાઈ ગયો છે.તે બ્રાઉન કલર આવી ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું.

4- હવે જે વચ્ચે ની ભાગ નિકળ્યો હતો તેમાં એડ કરી લઈશું.હવે તેમાં બધા મસાલા એડ કરીશું.હવે એક મોટી ચમચી સીંગદાણા નો ભુક્કો નાખીશું. ત્યારબાદ એક ચમચી કોપરા નું છીણ એડ કરીશું.

5- હવે એક ચમચી તલ એડ કરીશું. ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હળદર એડ કરીશું.અને એક મોટી ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું.હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી આમચૂર પાઉડર એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને એક નાની ચમચી ગોળ એડ કરીશું. તમે ગોળ ના બદલે ખાંડ પણ એડ કરી શકો છો.

6- હવે એક ચમચી તેલ એડ કરીશું.હવે બધું હાથ થી મિક્સ કરી લઈશું.આ સ્ટફિંગ થોડું વધારે બનાવવાનું જેથી પરવળ ભરાય જાય પછી થોડું બાકી રહે.હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.હવે આપણે પરવળ ભરી લઈશું. થોડું પ્રેસ કરતા જઈ મસાલા ને ભરી લઈશું.


7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે બધા પરવળ આ રીતે ભરી લઈશું. હવે આપણે બધા પરવળ ને ભરી લીધા છે.તો હવે તેને કુક કરી લઈશું.એક પેન લઈશું.તેમાં એક ચમચી તેલ લઈશું.હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું.તેમાં ચપટી હિંગ નાખીશું.

8- હવે ભરેલા પરવળ ને તેમાં એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે મસાલા વારો ભાગ ઉપર રહે તે રીતે રાખવાનું છે.હવે ઢાંકણ ઢાકી ને ધીમા ગેસ પર કુક કરી લઈશું.હવે ઢાકણ ખોલી ને હલાવી લઈશું.ભરી ઢાકીને કુક કરી લઈશું.

9- હવે ફરી થી ચેક કરી લઈશું.અને તેને હલાવી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ચપ્પુ ઇઝીલી અંદર જાય છે એટલે આપણા પરવળ સરસ કુક થઈ ગયા છે. હવે બાકી નો મસાલો ભભરાવી લઈશું.આ મસાલા ને વધારે કુક કરવાની જરૂર નથી.હવે ઢાકીને થોડી વાર કુક કરી લઈશું.

10- હવે બે મિનિટ થઈ ગઈ છે ખોલી ને ચેક કરી લઈશું હવે મસાલો સરસ કુક થઈ ગયો છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે તેને સર્વે કરી લઈશું.ભરેલા પરવળ નું ગુજરાતી સ્ટાઇલ નું શાક તૈયાર છે.આ ઉનાળા માં રસ અને રોટલી સાથે જરૂર થી ખાજો.અને ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *