સરકારે લીધો મોટો નિર્ણય, હવે ક્યાંય રસ્તા પર ઢોર નહીં રખડે, ગુજરાતીઓ જાણી લો

ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો ગંભીર બન્યો છે. રસ્તે જતાં રાહદારીઓ તથા વાહનચાલકો રખડતા ઢોરની અડફેટે આવવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે આવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે અમદાવાદમાં રખડતાં ઢોરને લઈને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવાઇ છે .AMC એ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદનવી પોલીસી બનાવી છે.

રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા નવી પોલિસી - ઢોરનું લાયસન્સ રાખવું પડશે
image soucre

અમદાવાદ મહાનાગરપાલિકા દ્વારા જે નવી પોલિસી બનાવવામાં આવી છે તે અંતર્ગત ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજિયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે.વસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત બનશે. આ માટે ઢોર માલિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે.જેના માટેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે.ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.

Do something': Gujarat HC pulls up state over stray cattle menace | Cities News,The Indian Express
image soucre

પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યારપછી 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે. તેઓને ફીમાંથી મુકતી મળશે.

Gujarat stray cattle: India man jailed for letting cows roam streets - BBC News
image soucre

ઘાસ વેચાણ માટે પણ એએમસી દ્વારા ફરજીયાત લાયસન્સ રાખવાનું રહેશે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવાશે. એએમસી સીએનસીડી વિભાગે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વી પોલીસી તૈયાર કરી છે. આગામી મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં આખરી નિર્ણય લેવામા આવશે. 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં 24 કલાક કામગીરી ચાલી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *