ગોલ્ડન લાટે – એક વખત ચાખશો તો વારંવાર પીવાનું મન થશે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો….

આજે જયારે કોરોના વાયરસ ની મહામારીઆખા વિશ્વમાં ફેલાઇ છે એવામાં આપણે આપણે ઇમ્યુનિટી વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો શું હોઈ શકે. અનેક કાઢા અને ઉકાળા ટ્રાય કર્યા હશે પણ દરરોજ એકની એક વસ્તુ પીને કંટાળી જવાય છે અને ઘણીવાર તો બીજું કાંઈ નવીન હેલ્થી ખાવા પીવાનો વિચાર પણ છોડી દેવો પડતો હોય છે. પણ આજે હું લાવી છું એક એવી હેલ્થી વસ્તુ જેનાથી ઇમ્યુનીટી તો વધશે જ સાથે તે બહુ સરળતાથી તમારા ઘરમાં જ મળી રહે છે.

હા એ વસ્તુ છે તમારા રસોડાના મસાલિયાના ડબ્બામાં રહેલ હળદર. હળદર એ એક એન્ટિબાયોટિક અને ઇમ્યુનિટી બુસ્ટર છે જે આપણા કિચનમાં અવેલેબલ છે. હળદરને રૂટિન ખાવાના દાળ અને શાક જેવી અનેક વાનગીઓમાં તો લેતા હોઈએ છીએ પણ તમે તમારા બાળકોને હળદરવાળું દૂધ પીવડાવશો તો એ વધારે ફાયદાકારક સાબિત થશે.

હવે બાળકો કાઢો, ઉકાળો કે હૂંફાળું ગરમ પાણી પીવાની ના કહે તો તેમને આ યમ્મી અને કલરફુલ લાટે બનાવી આપજો બધાને પસંદ આવશે. તો ચાલો આપણે ગોલ્ડાન લાટે બનાવી લઈએ.

સામગ્રી

  • દૂધ
  • મરી પાવડર
  • મધ
  • તજ પાવડર
  • સૂંઠ પાવડર
  • હળદર

રીત

1-એક ગ્લાસ જેટલું દૂધ પેન મા ગરમ કરવા મુકીશું.

2- દૂધમાં એક ઉભરો આવે 1 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું.

3- હળદર વાળુ દૂધબીમારીથી બચવા માટે મસાલા એડ કરીશું.

4- અડધી ચમચી તજ પાવડર નાખીશું.

5- અડધી ચમચી સુઠ પાવડર નાખીશું.

6- હવે બરાબર મિક્સ કરીશું થોડુ ઉકળે એટલે આપણે બંધ કરીશું.

7- બે થી ત્રણ ઉભરા આવવા દઈશું.

8- તમે વિડિયો માં જોય શકો છો કે સરસ બૉઇલ આવી ગયા છે.

9- હવે ગેસ બંધ કરી દઈશું.

10- હવે તેમાં એક ચમચી જેટલું મધ ઉમરીશું.

11- ચાલુ ગેસે મધ નાખવા થી તેના નુત્રિયઇન્સ નસ્ટ થઈ જાય છે.

12- એક ચમચી જેટલું મધ લીધું છે પણ જો તમને ગડ્યું વધારે ફાવતું હોય તો તમે વધારે મધ નાખી શકો છો.

13- હવે અને ગરમાં ગરમ સર્વકરીશું.

14- એક ગ્લાસ માં લઇ ને તેમાં ઉપર થી મરી પાવડર એડ કરીશું.

15- કોરોના વાયરસ ની મહામારી માં ખુબ લાભદાયી છે. એટલા માટે આ જરૂર થી બનાવજોપીજો અને પિવડવજો.

રેસિપી વિડિઓ


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *