મેક્સિકન પોકેટ્સ – આ એક નવીન વેરાયટી છે હેલ્થી પોકેટ્સ માટેની…

મેક્સિકન પોકેટ્સ

કેમ છો ?? આજે આપડે પોકેટ્સ માં નવું વર્જન શીખશું …જેમાં મેક્સિકન ફ્લેવર આવશે …અને એમાં સ્ટુફીન્ગ રાજમાં નો ઉપયોગ કરીશું …જે હેલ્થ માટે ખુબ સારા છે …અને આ વાનગી બાળકો ને ખુબ ભાવશે ..તો ચલો શીખી લઇએ …

Advertisement

સામગ્રી

 • – 100 ગ્રામ બાફેલા રાજમાં
 • – 1 કપ મેંદો
 • – 1 કપ કાપેલું કેપ્સિકમ, કાંદા,ટામેટા અને ગાજર
 • – 1 ચમચી લસણ જીણું સમારેલું
 • – 1 ચમચી મેક્સિકન સિઝલિંગ મસાલો
 • – 1 ચમચી લાલ મરચું
 • – ક્યુબ ચીઝ
 • – મીઠું સ્વાદાનુસાર
 • – 1 ચમચી મરી પાવડર
 • – 1 ચમચી ઝીણું સમારેલું કોથમીર
 • – મરચું જીણું સમારેલું
 • – બટર
 • – તેલ

રીત

Advertisement

1…સ્ટફિંગ માટે, પેન માં એક ચમચી બટર લેવું. તેમાં 1/2 ચમચી તેલ લેવું. હવે એમાં ગાજર,લસણ,કાંદા, કેપ્સિકમ,ટામેટા મિક્સ કરી ૨-૩ મિનિટ માટે સાંતળવું.હવે એમાં લાલ મરચું, મેક્સિકન સિઝલિંગ મસાલો,મીઠું નાખવું. બાફેલા રાજમાં ( Mesh ) નાખવા.હવે એમાં ચીઝ અને મરી નાંખી બરાબર મિક્સ કરવું. કોથમીર નાખી સ્ટફિંગ તૈયાર કરવું.

2…એક કથરોટ માં મેંદો લઇ તેમાં તેલ અને મીઠું ઉમેરી …બરાબર મિકશ કરી રોટલી નો લોટ જેવો લોટ બાંધવો ..અને 10 મિનિટ માટે રેસ્ટ આપો ….અને પછી એમાં સ્ટુફીન્ગ ભરી પોકેટ્સ રેડી કરવા …

Advertisement

3..એમાં ૧ ચમચી સ્ટફિંગ મૂકી પાણી ની મદદ થી સીલ કરી પોકેટ બનાવવું..હવે પોકેટ ને બંને બાજુ થી તેલ થી તવી પર બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.સર્વિંગ પ્લેટ માં લઇ સોસ સાથે સર્વ કરવું.

નોંધ :

Advertisement

– ચીઝ તમે સ્ટફિંગ ભરી ને ઉપર પણ ચીઝ ઉમેરી પછી સીલ કરી ને સેકી શકો છો …

– રાજમાં ને 6-7 કલાક પલાળી ને પછી 5-6 સીટી વગાડવી …જેથી સ્મેશ બરાબર થઇ જાય ..

Advertisement


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *