હોમમેડ કોકોનટ બિસ્કિટ્સ – મેંદા વગર અને રસોડાઅ રહેલ ફક્ત ચાર વસ્તુઓના ઉપયોગથી બનતા બિસ્કીટ એ પણ માઈક્રોવેવ વગર…

બિસ્કીટ્સ એ બાળકોનો અતિ પ્રિય નાસ્તો છે. વળી, આજકાલ માર્કેટમાં બાળકોને ટેમ્પટિંગ કરે તેવા અવનવા શેઈપ, કલર્સ અને ફ્લેવર્સ માં બિસ્કિટ્સ અવેઇલેબલ છે. અને એવા તો આકર્ષક પેકીંગમાં મળે છે કે બાળકો તો શું મોટા પણ લોભાય છે. પરંતુ આ બિસ્કિટ્સ બનાવવા માટે મેંદો તેમજ હાર્મફુલ કલર્સ વપરાય છે, જેના ઓપ્શનમાં આપણે બાળકોને ઘરે બનાવેલા શુદ્ધ, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર બિસ્કિટ્સ આપી શકીએ.

વાંચતાની સાથે જ વિચાર આવે કે, બિસ્કિટ બનાવવા માટે માઇક્રોવેવ જોઈએ અને વળી કેટકેટલી ચીજવસ્તુઓ બહારથી લાવવી પડે. આજે હું એવા બિસ્કિટની રેસિપી શેર કરવા જઈ રહી છું, જે મેંદો બિલકુલ યુઝ કર્યા વગર અને રસોડામાં હાજર માત્ર ચાર જ ઇન્ગ્રેડિયન્ટ્સ માંથી માઇક્રોવેવ વગર બનાવીશું. તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ, ક્રંચી કોકોનટ બિસ્કિટ્સ.

સામગ્રી :


* દોઢ કપ ઘઉંનો કરકરો લોટ

* એક કપ કોપરાનું ઝીણું છીણ

* એક કપ દળેલી ખાંડ

* એક કપ દૂધ મલાઈ

રીત :


1) કોકોનટ બિસ્કિટ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં દૂધ મલાઈ લો. દૂધ મલાઈ હંમેશા ફ્રેશ જ વાપરવાનો આગ્રહ રાખવો જેથી બિસ્કિટ લાંબા સમય સુધી સારા રહે. તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને હેન્ડ બિટરથી સ્મૂથ પેસ્ટ બનાવી લો. દૂધ મલાઈના ઓપ્શનમાં માખણ પણ લઇ શકાય.


2) ત્યારપછી તેમાં થોડો થોડો ઘઉંનો લોટ તેમજ કોપરાનું છીણ ઉમેરીને મિક્સ કરો. બધું બરાબર મિક્સ કરી મસળીને સહેજ કઠણ લોટ તૈયાર કરી લો. જરૂર પડે તો થોડો વધુ લોટ નાખી શકાય. તૈયાર થયેલા આ લોટને પંદરેક મિનિટ્સ રેફ્રિજરેટરમાં મૂકી રાખો જેથી લોટ બરાબર સેટ થઈ જાય અને બિસ્કિટ્સને શેઈપ આપવામાં આસાની રહે.


3) પંદર મિનિટ પછી લોટને બહાર કાઢી નાના નાના પાતળા એવા મનપસંદ શેઈપના બિસ્કિટ તૈયાર કરી એલ્યૂમિનિયમ અથવા સ્ટીલની પ્લેટમાં મુકવા. બિસ્કિટ્સને પ્રોપર શેઈપ આપવા મોલ્ડ પણ યુઝ કરી શકાય. આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે મલાઈ લીધેલ છે જેથી પ્લેટને ગ્રિઝિંગ કરવાની જરૂર નથી. પ્લેટમાં બિસ્કિટ્સ મુક્તી વખતે બે બિસ્કિટ્સ વચ્ચે થોડી જગ્યા રાખવી.


4) બિસ્કિટ્સને બેક કરવા માટે તપેલા જેવું મોટું વાસણ ગરમ કરવા મુકો. પ્લાસ્ટિકના હાથાવાળું વાસણ યુઝ ના કરવું. તપેલામાં કાંઠો અથવા સ્ટેન્ડ મૂકી તેના પર બિસ્કિટ મુકેલી પ્લેટ મુકો. સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી વધુ રાખો. તપેલાને ઢાંકી દો, ઢાંકણ પૂરું ન ઢાંકતા થોડું ખુલ્લું રાખવું જેથી સ્ટીમ બહાર નીકળી શકે. બિસ્કિટ્સને આપણે બેક કરવાના છે સ્ટીમ નથી કરવાના. બિસ્કીટ્સ ને શેકવા માટે રેતી કે મીઠું કશુંજ તપેલામાં તળિયે રાખવાની જરૂર નથી.


5) વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું.આપણે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કશુંજ યુઝ કર્યું નથી છતાં પણ બિસ્કિટ્સ સરસ ફૂલી જાય છે. હવે સ્ટવની ફ્લેમ થોડી ઓછી કરી દો અને બધા જ બિસ્કિટ્સને ફેરવીને બીજી સાઈડ શેકી લો. બ્રાવનીશ થાય ત્યાંસુધી શેકવાના છે.


6) તૈયાર છે કોકોનટ બિસ્કિટ્સ તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા પડવા દો.


બિસ્કિટ્સ જયારે ગરમ હોય ત્યારે સોફ્ટ હોય છે પરંતુ ઠંડા પડતા જ ક્રિસ્પી થઇ જાય છે.

મિત્રો, મેં તો આવા હેલ્ધી, હાઈજેનીક, ક્રિસ્પી અને ટેસ્ટફૂલ બિસ્કિટ્સ ઘણીવાર બનાવ્યા છે. બધાએ પસંદ કર્યા છે, તો તમે ક્યારે બનાવો છો ? વેકેશનનો સમય છે, પિકનિકમાં જતી વખતે સાથે લઇ જવા થાય વળી, એરટાઈટ કન્ટેનરમાં રાખવાથી એક મહિના સુધી સારા રહે છે. તો નવરાશના સમયમાં બનાવીને સ્ટોર કરી લો કોકોનટ બિસ્કીટ્સ. એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવશો આ કોકોનટ બિસ્કિટ્સ.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લીક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *